ભારતની કોર્ટમાં સાક્ષીને સોગંધ કેમ ખવડાવવામાં આવે છે?

સ્વતંત્ર ભારતમાં ૧૯૫૭ સુધી પવિત્ર પુસ્તકો પર હાથ રાખીને સોગંધ ખવરાવવાની પ્રથા ચાલતી હતી. પરંતુ આ પ્રથા ૧૯૬૯ માં ‘ઓથ્સ એક્ટ ૧૯૬૯’ ના બની ગયા પછી દુર થઇ ગઈ. હવે ભારતની કોર્ટોમાં કોઈ પુસ્તક ઉપર હાથ રાખીને સોગંધ નથી ખાવામાં આવતી. પરંતુ માત્ર એક ભગવાન/ખુદા/ઈશુ/નાનકને યાદ કરીને શપથ અપાવવામાં આવે છે, કે સાક્ષી જે પણ કહેશે સાચું જ કહેશે.

આપણા માંથી લગભગ બધા ભારતીયોએ જોયું હશે કે, ફિલ્મોમાં કોર્ટમાં જુબાની આપતા પહેલા સાક્ષીને કઠેરામાં ઉભા રાખીને ‘ગીતા’ ઉપર હાથ રાખીને સોગંધ ખવરાવવામાં આવે છે કે, તે જે કાંઈ કહેશે સાચું જ કહેશે. પરંતુ આજ કાલ સત્ય તેનાથી કાંઈક અલગ છે. આવો જાણીએ કે કોર્ટમાં સોગંધ ખાવા માટે વર્તમાન સમયમાં શું નિયમ છે.

કોર્ટમાં સોગંધ ખાવાનો ઈતિહાસ :

ભારતમાં મોગલ અને બીજા શાસકોના શાસન દરમિયાન ધાર્મિક પુસ્તકો ઉપર હાથ રાખીને સોગંધ લેવાની પ્રથા હતી. આમ તો એ સમય તો તે એક દરબારી પ્રથા હતી. એટલા માટે કોઈ કાયદો ન હતો. પરંતુ અંગ્રેજોએ તેને કાયદાકીય રૂપ આપી દીધુ અને ઇન્ડિયન ઓથ્સ એક્ટ, ૧૮૭૩ પાસ કર્યો અને એને તમામ કોર્ટોમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો.

કોર્ટમાં સોગંધ ખાવાની આ પ્રથા સ્વત્રંત ભારતમાં ૧૯૫૭ સુધી થોડા શાહી યુગની અદાલતો, જેવી કે બોમ્બે હાઈકોર્ટમાં નોન હિંદુ અને નોન મુસ્લિમ માટે તેમના પવિત્ર પુસ્તક ઉપર હાથ રાખીને સોગંધ ખાવાની પ્રથા ચાલુ હતી.

ભારતમાં પુસ્તક ઉપર હાથ રાખીને સોગંધ ખાવાની આ પ્રથા ૧૯૬૯ માં દુર થઇ. જયારે લો કમીશને પોતાનો ૨૮ મો રીપોર્ટ સોંપ્યો, તો દેશમાં ભારતીય ઓથ અધિનિયમ, ૧૮૭૩ માં સુધારા માટે ભલામણ કરવામાં આવી, અને તેની જગ્યાએ ‘ઓથ્સ એક્ટ, ૧૯૬૯’ પાસ કરવામાં આવ્યો હતો. આવી રીતે આખા દેશમાં ‘જમ્મુ અને કાશ્મીર’ ને છોડીને એક સરખી સોગંધ લાગુ કરવામાં આવી છે.

આ કાયદો પાસ થવાથી ભારતની અદાલતોમાં સોગંધ લેવાની પ્રથાના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને હવે સોગંધ માત્ર એક સર્વશક્તિમાન ભગવાનના નામ ઉપર અપાવવામાં આવે છે.

એટલે હવે સોગંધને સેક્યુલર બનાવી દેવામાં આવ્યો છે. હિંદુ, મુસ્લિમ, સીખ, પારસી અને ઈસાઈ માટે હવે જુદા જુદા પુસ્તકો અને સોગંધને બંધ કરી દેવામાં આવી છે.

‘હું ઈશ્વરના નામ ઉપર સોગંધ ખાઉં છું. અથવા ઈમાનદારીથી પૃષ્ટિ કરું છું કે, જે હું કહીશ તે સત્ય, સંપૂર્ણ સત્ય કહીશ, અને સત્ય સિવાય કાંઈ પણ નહી કહું.’

અહિયાં એ જણાવવું જરૂરી છે કે નવા ઓથ એક્ટ, ૧૦૬૯ માં એ જોગવાઈ છે કે સાક્ષી, ૧૨ વર્ષથી ઓછી ઉંમરના છે, તો તેને કોઈ પ્રકારના સોગંધ નહિ લેવા પડે. કેમ કે એવું માનવામાં આવે છે કે, બાળક સ્વયં ભગવાનનું રૂપ હોય છે.

સાક્ષીને સોગંધ કેમ ખવરાવવામાં આવે છે?

જ્યાં સુધી કોઈ વ્યક્તિને સોગંધ નથી ખવરાવવામાં આવતા, ત્યાં સુધી તે સાચું બોલવા માટે બાદ્ય નથી. પરંતુ જેવી એ વ્યક્તિએ સોગંધ ખાઈ લીધી એટલે હવે તે સત્ય બોલવા માટે બાદ્ય છે. એટલા માટે સાક્ષી કોર્ટમાં જયારે ન્યાયધીશ સામે સોગંધ ખાય છે. (હું જે કહીશ, સાચું કહીશ અને સાચા સિવાય કાંઈ નહિ કહું) તો તે કાયદાકીય રીતે સાચું બોલવા માટે બાદ્ય હોય છે. જો કોર્ટે તેનું ખોટું પકડી લીધું તો એને સજા મળવી નક્કી છે.

ખાસ કરીને કોઈ પણ કેસમાં સાક્ષી બે પ્રકારથી પોતાના કથનને નોંધાવી શકે છે.

૧. સોગંધ ખાઈને

૨. સોગંધ પત્ર ઉપર લખીને

જો કોઈ વ્યક્તિ સોગંધ ખાધા પછી ખોટું બોલે છે, તો ઇન્ડિયન પેનલ કોડના સેક્શન ૧૯૩ હેઠળ એ જોગવાઈ છે કે, જે કોઈ પણ સાક્ષી કોઈ ન્યાયની કાર્યવાહીના કોઈ કેસમાં ખોટું પ્રમાણ કે સાક્ષી આપે કે કોઈ ન્યાયની કાર્યવાહીના કોઈ કેસમાં ઉપયોગ કરવા માટે ખોટા સાક્ષી બનાવે, તો તેને ૭ વર્ષની જેલ અને જમાનત રૂપે દંડ પણ કરવામાં આવશે.

તમે જોયું હશે કે તમે જયારે પણ ક્ચેરી માંથી કોઈ એફિડેવિટ (તમે તેના સોગંધ લો છો કે હું જે કાંઈ લખી રહ્યો છું તે સાચું છે) બનાવરાવો છો, તો વકીલ એ જ નામ લખી દે છે, જે તમે એને જણાવો છો. તે એ નામનું વેરીફાઈ નથી કરતા કેમ કે તેને ખબર છે કે, તમે સોગંધ પત્ર ઉપર કાંઈ પણ ખોટું લખાવો છો, તો તેના માટે તમે પોતે જવાબદાર હશો અને જેલ જશો.

સારાંશ તરીકે એવું કહેવામાં આવી શકે છે કે, જુના સમયમાં લોકો વધુ ધાર્મિક હતા અને ધાર્મિક મુલ્યોને ઘણું મહત્વ આપતા હતા. એટલા માટે રાજાઓ અને અંગ્રેજોએ ભારતીયોની ધાર્મિક આસ્થાનો ઉપયોગ લોકોને સાચું બોલાવવા માટે કર્યો, જેથી સમાજમાં ગુના ઓછા થાય અને ગુનેગારને પકડીને સજા કરી શકાય.

ભારતીય કાયદામાં ગીતા, કુરાન કે કોઈ પણ ધાર્મિક પુસ્તકનો કોઈ ઉલ્લેખ નથી. ખાસ કરીને ભારતની ફિલ્મોમાં હજુ પણ જુના સમયની પ્રથાને દેખાડવામાં આવે છે. જેમાં સાક્ષીને ગીતા કે કુરાન ઉપર હાથ મુકાવીને સોગંધ ખવરાવવામાં આવે છે, પરંતુ ભારતની કોર્ટોમાં આ પ્રથા પ્રચલનમાં નથી.

એ વાત તો તમે સરળતાથી સમજી શકો છો કે, જો લોકો ગીતા કે કુરાન ઉપર આજે પણ હાથ રાખીને સાચું બોલતા હોત તો ભારતની કોર્ટોમાં ૩.૩ કરોડથી વધુ કેસ પડેલા ન હોત.

એટલે કે હાલના સમયમાં ભારતની કોર્ટોમાં ગીતા કે કુરાન જેવું ન કોઈ પવિત્ર પુસ્તક રહેલું છે અને ન કોઈ પુસ્તક ઉપર હાથ રાખીને સોગંધ ખવરાવવામાં આવે છે. પરંતુ કોર્ટની અંદર, ભારતીય સંવિધાન જ એકમાત્ર પવિત્ર પુસ્તક છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.