ભારતની ઘટના : કબર માંથી નીકળ્યો 433 કરોડ રૂપિયાનો ખજાનો, દંગ રહી ગયા અધિકારી.

ચારે તરફ સુમસામ, જેવું કે કબ્રસ્તાનમાં હોય છે. પરંતુ આ સન્નાટાની વચ્ચે સાયરનનો અવાજ, કેમ કે સમાચાર મળતા જ આવક વેરા વિભાગની ટીમ સવારે સવારે ચેન્નઈના એક કબ્રસ્તાનમાં પ્રવેશ કર્યો.

કહે છે ને જેટલું ધન વિદેશોમાં છે. તેનાથી પણ કેટલુય વધુ દેશમાં છે. જે કાઢવા માટે આવક વેરા વિભાગ અવાર નવાર દરોડા પાડતા રહે છે. આ કાળું નાણું ક્યારે પણ ઘર માંથી નથી નીકળતું. ક્યારેક દુકાન માંથી, ક્યારેક જમીન માંથી, તો ક્યારેક ધાબા માંથી, ક્યારેક પથારીની નીચેથી, તો ક્યારેક બાથરૂમની દીવાલોમાં. પરંતુ આ વખતે તો હદ જ થઇ ગઈ. ખજાનો એવી જગ્યાએ છુપાવ્યો, જ્યાં સેંકડો લોકો ઊંઘી રહ્યા હતા. પરંતુ તેમ છતાં પણ તે બોલી નથી શકતા, એટલે ત્યાં છુપાવવું સરળ થઇ ગયું. દેશના ઈતિહાસમાં કદાચ પહેલી વખત આવક વેરા વિભાગ એ એક વિચિત્ર દરોડો પાડ્યો. તે દરોડો કબ્રસ્તાનમાં પડ્યો. પછી દરોડા દરમિયાન જયારે એક કબર ખોદવામાં આવી તો તેમાંથી નીકળ્યા 433 કરોડ રૂપિયાનો ખજાનો.

લોકો કહે છે કે કબ્રસ્તાનમાં આવ્યા પછી દુનિયા સાથેની કહાની હંમેશા હંમેશા માટે પૂરી થઇ જાય છે. માણસ પહેલા લાશ પછી હાડપીંજર અને છેલ્લે પોતાની કહાની બની જાય છે. પરંતુ ચેન્નઈની કહાની એક કબરથી શરુ થાય છે. કહાની માણસના ગુનાની. કહાની હેરાફેરીની. કહાની માણસની લાલચની. તે કહાની જે આ પહેલા ન તો ક્યારે સાંભળી હશે ન તો સંભળાવામાં આવી. આવક વેરા વિભાગના લોકો આ કહાની સાંભળી શકે તેમ છે.

કબરની કહાની, કબ્રસ્તાનનું રહસ્ય :-

૨૮ જાન્યુઆરી ૨૦૧૯ નો દિવસ, આવક વેરા વિભાગ ને સમાચાર મળ્યા કે તામીલનાડુ ના પ્રસિદ્ધ સર્વણા સ્ટોર, લોટસ ગ્રુપ અને જી સ્કોવયર ના માલિકો એ હાલમાં જ રોકડે થી ચેન્નઈ માં ૧૮૦ કરોડ ની પ્રોપર્ટી ખરીદી છે. અને તે એ સોદાને છુપાવી ટેક્સની ગોલમાલ કરી રહ્યા છે. આ સમાચાર એટલા સાચા હતા કે આવક વેરા વિભાગ એ આ કંપનીને ચેન્નઈ અને કોયંબતુરમાં ૭૨ જગ્યાઓ ઉપર દરોડા પાડવા લાગી. પરંતુ આવક વેરા વિભાગના અધિકારીઓ ના હાથમાં કાંઈ ન લાગ્યું. ન રૂપિયા, ન ઘરેણા, ન કાગળો.

૬ ફેબ્રુઆરી ૨૦૧૯, ચેન્નઈ :-

આવક વેરા વિભાગને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ કેવી રીતે બન્યું કે આ ત્રણ કંપનીઓના માલિક વિષે એટલી સચોટ માહિતી હોવા છતાં પણ તેમનું ઓપરેશન નિષ્ફળ કેવી રીતે થઇ ગયું? તેમના હાથમાં કાંઈ ન લાગ્યું. આવક વેરા વિભાગને પોતાની માહિતી ઉપર એટલો વિશ્વાસ હતો કે તે પોતાને નિષ્ફળ માનવાને બદલે એ વાતની તપાસમાં લાગી ગયા છે કે તેમનો આ દરોડો નિષ્ફળ કેવી રીતે થઇ ગયો? તપાસકર્તા ને એક્ટીવ કરવામાં આવ્યા. શહેર ના સેંકડો સીસીટીવી ચેક કરવામાં આવ્યા. કોલ ડીટેલ ચકાસવામાં આવી. ત્યારે જઈને ખબર મળી કે એક એસયુવી ગાડી તે દિવસે એટલે ૨૮ જાન્યુઆરીના રોજ આખો દિવસ રોડ ઉપર કારણ વગર આમ તેમ ફરી રહી હતી. જેના ફૂટેજ જોઈને આવક વેરા વિભાગને શંકા ગઈ. સીસીટીવીની તપાસ કરવામાં આવી, પરંતુ તેમાં ઘણો સમય લાગ્યો આમ તો બીજા જ દિવસે પોલીસ એ આ એસયુવી અને ડ્રાઈવરની ધરપકડ કરી લીધી.

૭ જાન્યુઆરી ૨૦૧૯, સવારનો સમય, ચેન્નઈ :-

બધી બાજુ સન્નાટો, જેવો કે કબ્રસ્તાનમાં હોય છે. પરંતુ આ સન્નાટો વીંધીને સાયરનનો અવાજ, કેમ કે સમાચાર મળતા જ આવક વેરા વિભાગ ની ટીમ સવારે સવારે ચેન્નઈ ના એક કબ્રસ્તાન માં પ્રવેશ કર્યો. તે સાથે જ એક એસયુવી નો ડ્રાઈવર પણ હતો. જે ૨૮ જાન્યુઆરી ના દિવસે અખો દિવસ પોતાની ગાડી ને શહેર માં ફેરવી રહ્યો હતો. ધરપકડ પછી તેની રાત આખી આકરી પૂછપરછ કરવામાં આવી હતી. અને તે સમયે પણ તે કબ્રસ્તાન માં આવક વેરા વિભાગ ના અધિકારીઓ સાથે આવ્યો હતો.

સેંકડો કબરો વચ્ચે એ ડ્રાઈવરે એક કબર તરફ ઈશારો કર્યો. તેના ઈશારો કરવા સાથે જ આખું આવક વેરા વિભાગ તે કબર તરફ દોડી ગયા. પાવડા, કોદાળી અને તગારા લઈને કર્મચારી લાગી ગયા. આનન ફાનનમાં કબરને ખોદવામાં આવી. પછી જયારે કબરની માટી દુર થઇ અને જે દ્રશ્યો જોયા. તેનાથી ત્યાં ઉભેલા આવક વેરા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના હોંશ ઉડાડી દીધા.

આવક વેરા વિભાગ ના અધિકારી, કર્મચારી અને પોલીસવાળા હવે તે કબર ની સામે ઉભા હતા. જેમાં મડદા નહિ ખજાનો દાટેલો હતો. પુરા 433 કરોડ નો ખજાનો. તેમાં લગભગ 25 કરોડ રૂપિયા રોકડા. 12 કિલો સોનું અને 626 કેરેટ હિતા હતા. પરંતુ પ્રશ્ન એ હતો કે આવક વેરા વિભાગના અધિકારીઓ જે ખજાનો શોધવા માટે 72 સ્થળો ઉપર દરોડો પાડી ચુક્યા હતા. તે છેવટે આ કબરમાં કેવી રીતે આવ્યો? આવક વેરા વિભાગના દરોડાની ખાનગી માહિતી કોણે લીક કરી? તો આ તમામ પ્રશ્નોના જવાબ આ ડ્રાઈવરએ આપ્યો, જે આખો દિવસ ચેન્નઈ ના રોડ ઉપર કાળું ધન લઇ ને બસ એમ જ ફરી રહ્યો હતો.

પહેલી વખત આવી કાર્યવાહી :-

ચેન્નઈ અને કોયંબટુર માં જે બની રહ્યું હતું તે કદાચ આ દેશના ઈતિહાસમાં પહેલી વખત હતું. આવક વેરા વિભાગ ના આ દરોડા ની કહાની કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેવી હતી. પરંતુ અહિયાં જે બન્યું તે ફિલ્મની કહાની ન હતી સાચું હતું. ડ્રાઈવરની બતાવેલી કબર માંથી માટી દુર કરવામાં આવી તો કબરની અંદર લગભગ ૨૫ કરોડ રૂપિયા રોકડા. ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટ ના હીરા મળી આવ્યા. આ તમામ વસ્તુ ની કુલ કિંમત જયારે આવક વેરા વિભાગ કાઢી તો કિંમત નીકળી ૪૩૩ કરોડ રૂપિયા. એટલે એ કબર ની નીચે સંપૂર્ણ ખજાનો દાટેલો હતો. ૪૩૩ કરોડ ની કિંમત નો ખજાનો.

કબર માંથી નીકળ્યો અબજોનો ખજાનો :-

તે એ ખજાનો હતો જે આવક વેરા વિભાગ ૨૮ જાન્યુઆરીના રોજ ચેન્નઈ અને કોયંબટુર માં ૭૨ સ્થળો ઉપર દરોડો પાડી ને ખજાનો શોધી રહ્યા હતા. પરંતુ ગોટાળામાં જોડાયેલી ત્રણેય મોટી કંપનીઓ સર્વણા સ્ટોર, લોટસ ગ્રુપ અને જી સ્કોવયરના માલિકો એ તેને પહેલાથી જ ઠેકાણે પાડી દીધું હતું. પૈસાની હેરાફેરી ઉપરાંત આઈટી એક્સપર્ટ્સની મદદ લઇ ને આ લોકો ના કોમ્પ્યુટર માંથી રેકોર્ડ પણ દુર કરી દીધા અને પૈસાને એક અજાણી ગાડીમાં છુપાવી ને શહેર માં આખો દિવસ ફેરવ્યા પછી જયારે છુપાવવાની કોઈ જગ્યા ન મળી તો તેને એક નજીકના કબ્રસ્તાનમાં એક કબરમાં આવી રીતે છુપાવી દીધું. જેવી રીતે ત્યાં મૃત્યુ પછી મડદાને રાખવામાં આવે છે. જેથી તેમની ચોરીની ગંધ પણ કોઈને ન આવે.

એસયુવી કારમાં ફરી રહ્યો હતો ખજાનો :-

એ કારણ હતું કે સચોટ માહિતી હોવા છતાં પણ ૨૮ જાન્યુઆરીના રોજ પાડવામાં આવેલા આવક વેરા વિભાગના દરોડામાં ડીપાર્ટમેન્ટને વધુ કાંઈ મળ્યું ન હતું. એવું એટલા માટે કેમ કે સુત્રોના જણાવ્યા મુજબ કંપનીઓને દરોડો પડવાની ખબર અમુક પોલીસ વાળા દ્વારા પહેલેથી જ મળી ગઈ હતી. અને દરોડા પાડવાની માહિતી મળ્યા પછી ત્રણે કંપનીઓના માલિકો એ મોટા ભાગના પૈસા, સોનું અને હિરાને એક એસયુવીમાં છુપાવીને ચેન્નઈના રોડ ઉપર દોડાવવાનું શરુ કરી દીધું. આ ગાડીમાં જે વસ્તુ હતી, તેની કુલ કિંમત ૪૩૩ કરોડ રૂપિયાની આસપાસ હતી.

ડ્રાઈવર એ ખોલ્યું રહસ્ય :-

આવક વેરા વિભાગ અધિકારીઓના આ નિષ્ફળ દરોડા પછી તપાસ કરી તો જાણવા મળ્યું કે જે સમયે ડીપાર્ટમેન્ટ દરોડો પાડી રહ્યા હતા. બસ એ સમયે એક એસયુવી કાર ચેન્નઈના રોડ ઉપર સતત ચક્કર મારી રહી હતી. જેમાં ઘણું કાળું ધન અને જવેરાત હતું. ત્યાર પછી આ એસયુવી કારની તપાસ કરવામાં આવી અને છેવટે પોલીસની મદદથી તેને શોધી પણ લેવામાં આવી. પરંતુ પોલીસ અને આવક વેરા વિભાગના અધિકારીઓ એ આ ગાડીમાં પણ કાંઈ ન મળ્યું. પરંતુ જ્યારે તે કારના ડ્રાઈવર સાથે કડકાઈથી પુછપરછ કરવામાં આવી તો તેણે ખુલાસો કર્યો કે તેણે એક કબ્રસ્તાનમાં ઘણી બધી બોરીઓ છુપાવી છે જેમાં રોકડ, ઘરેણા અને હિરા છે.

ત્યાર પછી આવક વેરા વિભાગના ડ્રાઈવર દ્વારા બતાવવામાં આવેલા કબ્રસ્તાનમાં તે કબરનું ખોદકામ શરુ કરાવ્યું. જેમાં ખજાનો છુપાવવાની વાત ડ્રાઈવરે કરી હતી. ખોદકામમાં આવક વેરા વિભાગ અધિકારીઓ એ લગભગ ૨૫ કરોડ રૂપિયા રોકડા, ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટ ના હીરા હાથ લાગ્યા છે.

૨૮ જાન્યુઆરી થી શરુ થયેલું ઓપરેશન ૯ દિવસ પછી પૂરું થયું. આ ઓપરેશનના પૂર્ણ થયા પછી આવક વેરા વિભાગ અધિકારીઓ હાલમાં કોમ્પ્યુટર માંથી ડીલીટ કરવામાં આવેલા ડેટા પાછા લાવવા માટે આઈટી પ્રોફેશનલની મદદ લઇ રહ્યા છે. જેથી આ ત્રણે કંપનીઓના માલિકો એ હાલમાં જ રોકડે થી ચેન્નઈમાં જે ૧૮૦ કરોડની પ્રોપર્ટીની ખરીદી કરી છે, તેનો ખુલાસો કરવામાં આવી શકે.