ભારતની સૌથી ખતરનાક જગ્યા… અહીં ક્યારેય ભૂલથી પણ જતા નહિ, નહીંતર જીવતા નહિ આવો.

ભારતના અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં રહેલા ઉત્તરી સેન્ટિનલ દ્વીપ, દુનિયા માટે આજે પણ એક રહસ્ય છે. આ દુનિયાનો સૌથી ખતરનાક ટાપુમાં ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે આજ સુધી જે પણ બહારના વ્યક્તિએ આ ટાપુ પર પગ રાખવાનો પ્રયાસ કર્યો, તે જીવિત આવ્યો નથી.

ભારતમાં એડવેન્ચર ટ્રીપ પર આવેલ એક અમેરિકી નાગરિક જોન એલન ચાર દિવસ પહેલા કેટલાક માછીમારો સાથે દક્ષિણ અંદમાનના ઉત્તરી સેન્ટિનલ દ્વીપ પર ગયો. ત્યાં આને ખૂંખાર જનજાતિએ તીરોથી મારીને તેની હત્યા કરી હતી. આ પછી ફરી એક વાર ભારતીય દ્વીપ દુનિયામાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે.

ભારતના નોર્થ સેન્ટિનલ આઈલૈંડ આટલો ખતરનાક છે કે આને મૃત્યુનો ટાપુ પણ કહેવાય છે. આ ટાપુ પર એક ખુબ ખતરનાક આદિવાસી જનજાતિ રહે છે, જેમે સેન્ટીનેલિસ કહેવામાં આવે છે. આ ટાપુ એટલો ખતરનાક છે કે ભારત સરકારે આને પ્રતિબંધિત રાખ્યો છે. બંગાળની ખાડીમાં ચારે તરફથી ધેરાયેલા આ ભારતીય ટાપુ ખુબ સુંદર છે. પણ અહીંયા જવા માટે કોઈ રસ્તો નથી ફક્ત સમુદ્રી માર્ગથી જ અહીંયા પહુંચી શકાય છે.