ભારતનું આ અજોડ શહેર, જ્યાં નથી ચાલતી કોઈ સરકાર અને રૂપિયો પણ નથી ચાલતો.

તત્કાલમાં અહિયાં આ શહેરમાં માત્ર ૨,૦૦૭ લોકો જ રહેતા હતા. જે માંથી ૧,૫૫૩ વયસ્ક અને ૪૫૪ નાના રહેતા હતા અને ખાસ વાત તો એ છે કે તે બધા ૪૪ જુદા જુદા દેશો માંથી આવેલા લોકો છે. આ દુનિયામાં વિવિધતાની કોઈ ખામી નથી અને ન તો ખામી છે ચમત્કારોની, જે કોઈ પણ જ્ગ્યારે અને ક્યારે પણ થતા રહે છે. ક્યારે ક્યારે એવું પણ જોવા મળી જાય છે, કાંઈક એવું જે આપણી સામે અને દરેકની સામે એકદમ સામાન્ય દેખાય છે પણ હોય છે કાંઈક એવું જેની કલ્પના કરવી પણ ઘણું મુશ્કેલ બની જાય છે.

કાંઈક એવી રીતે જ આજે અમે તમને ભારતના જ એક એવા શહેર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે જોવામાં તો ખાસ કરીને સામાન્ય છે પણ અહિયાંની કાંઈક એવી ખાસિયત છે. જેને કારણે તે હંમેશાથી ચર્ચામાં રહે છે. ખરેખરમાં તમને જણાવી આપીએ કે ભારતનું આ શહેર પોતાની સામાજિક વ્યવસ્થા માટે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે. જ્યાં દુનિયાના કોઈ પણ ખૂણા માંથી કોઈ પણ જાતી ધર્મના લોકો આવીને વસી શકે છે અને અહિયાં રહેવા માટે તમારે કોઈ પણ પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.

શું છે ઓરોવિલ શહેરની ખાસિયત :-

અમે વાત કરી રહ્યા છીએ ‘ઓરોવિલ’ શહેરની જેની સ્થાપના શ્રી ઓરોબીન્દો સોસાયટીના એક પરીયોજના અંતર્ગત ૨૮ ફેબ્રુઆરી ૧૯૬૮ ના રોજ મીર રિચર્ડ (જેને પ્રેમથી લોકો ‘માં’ કહેતા હતા) ના દ્વારા દક્ષીણ ભારતમાં પોંડીચેરી પાસે તામિલનાડુ રાજ્યના વીલુપ્પુરમ જીલ્લામાં કરવામાં આવ્યું અને તેની ખાસ વાતએ રહી કે તેના ઉદ્ઘાટન સમારંભમાં કુલ ૧૨૪ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

જો કે પોતાની રીતે જ ઘણી મોટી વાત છે. આ શહેરની વચ્ચે એક માતૃ મંદિર પણ આવેલું છે. જેનું પોતાનું સૂર્ય ઉર્જા સંયન્ત્ર છે અને તે ચારે તરફ બગીચાઓથી ઘેરાયેલું છે. તે સ્થળને સીટી ઓફ ડોન પણ કહે છે, જેનો અર્થ થાય છે સવારનું શહેર.

તમને એ જાણીને પણ ઘણી નવાઈ થઇ શકે છે કે આ મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા થતી નથી પરંતુ આ સ્થળ અહિયાંના લોકો માટે શાંતિની થોડી ક્ષણો પસાર કરવા માટે બનાવવામાં આવ્યું છે, જ્યાં ઘણા રાજ્યો માંથી જુદા જુદા દેશોના લોકો આવે છે અને યોગ વગેરે દ્વારા પોતાનું તન અને મન સ્વસ્થ રાખે છે.

અહિયાં લગભગ ૫૦,૦૦૦ લોકોને વસવાટ કરાવવાની યોજના હતી, પરંતુ આજે તત્કાલમાં અહિયાં આ શહેરમાં માત્ર ૨,૦૦૭ લોકો જ રહે છે. જે માંથી ૧,૫૫૩ વયસ્ક અને ૪૫૪ નાના રહે છે અને ખાસ વાત તો એ છે કે તે બધા ૪૪ જુદા જુદા દેશો માંથી આવેલા લોકો છે, જેમાંથી ૮૩૬ ભારતીય મૂળના છે.

તમારી જાણકારી માટે જણાવી આપીએ કે તેના વાસ્તુકાર રોજર એંગર હતા. જે પોતાની રીતે ભવ્ય છે. અહિયાં પોતાના રીસર્ચ ઇન્સ્ટીટયુટ, ફાર્મ હાઉસ અને રેસ્ટોરન્ટ છે અને માત્ર એટલે સુધી જ તેમની ખાસિયત નથી પૂરી થતી તે શહેરમાં પોતાનું ઈમેલ નેટવર્ક પણ છે. ઓરોવિલની અર્થવ્યવસ્થા પોતાની રીતે સરસ છે. કાગળની નોટને બદલે અહીયાના રહેવાસીઓને પોતાના કેન્દ્રીય ખાતા સાથે સંબંધ સ્થાપિત કરવા માટે એક ખાતા નંબર આપવામાં આવે છે.

અહિયાંની ધંધાની આવક પોતાના ફાયદાનું લગભગ થોડા ટકા ભાગ અહિયાંની કેન્દ્રીય નિધિમાં દાન સ્વરૂપે આપીને આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. ખાસ કરીને અહિયાંના લઘુ ઉદ્યોગોમાં લેખન સામગ્રી અને અગરબત્તીનું ઉત્પાદન થાય છે. જેને પોંડીચેરી આવેલા ઓરોવિલની પોતાની દુકાનેથી ખરીદી શકાય છે, તે ઉત્પાદન ભારત જ નહિ પરંતુ વિદેશોમાં પણ મળી રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.