ભારતનું ચમત્કારિક સ્થાન, જ્યા 250 ટનનો આ રહસ્યમયી પથ્થર ટકેલો છે ઢાળ ઉપર.

મહાબલીપૂર્મનો આ પથ્થર લગભગ ૨૦ ફૂટ ઉંચો છે અને લગભગ ૧૫ ફૂટ તેની પહોળાઈ છે.

દક્ષીણ ભારતમાં એક શહેર છે મહાબલીપુરમ. તેને મામલ્લપુરમ પણ કહેવામાં આવે છે અને તે તામીલનાડુ રાજ્યનું ઐતિહાસિક નગર છે. મહાબલીપુરમમાં ઘણા જુના સ્થળો છે, જો કે દુનિયા ભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. મહાબલીપુરમના સ્મારકોને યુનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળોમાં ઉમેરવામાં આવ્યું છે. અહિયાં એક ઘણો મોટો અને પ્રાચીન પથ્થર છે, જો કે આશ્ચર્યથી ઓછો નથી. એ સંબંધમાં અહિયાં માન્યતા પ્રચલિત છે કે આ લગભગ ૧૨૦૦ વર્ષ જુનો છે. તેને શ્રીકૃષ્ણનો માખણનો દડો પણ કહેવામાં આવે છે. અહિયાં જાણો મહાબલીપુરમના આ અદ્દભુત પથ્થર સાથે જોડાયેલી વિશેષ વાતો.

કેમ છે વિશેષ આ પથ્થર :-

મહાબલીપુરમનો આ પથ્થર લગભગ ૨૦ ફૂટ ઊંચો છે અને લગભગ ૧૫ ફૂટ તેની પહોળાઈ છે. પથ્થર એક ઢાળ ઉપર લગભગ ૪ ફૂટના આધારે સ્થિર ટકેલો છે, હલતો પણ નથી અને ખસકતો પણ નથી. પથ્થરનું વજન લગભગ ૨૫૦ ટન છે. એટલો વિશાળ પથ્થર હોવા છતાં પણ આ પથ્થર એક ઢાળ ઉપર સેંકડો વર્ષોથી ટકેલો છે. અહિયાં આવવા વાળા લોકો પથ્થરને જોઈને દંગ રહી જાય છે.

શું કહે છે શ્રીકૃષ્ણનો માખણનો દડો :-

અહિયાં એક માન્યતા પ્રચલિત છે કે મહાભારત કાળમાં શ્રીકૃષ્ણ એ બાળ અવસ્થામાં અહિયાં થોડું માખણ ઢોળી દીધું હતું, એ માખણ જે હવે પથ્થર બની ગયો છે. તેને કારણે જ તેને શ્રીકૃષ્ણના માખણનો દડો કહેવામાં આવે છે.

રહસ્યમયી છે આ પથ્થર :-

આ પથ્થર કોઈ માણસ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે કે કુદરતી રીતે, એ પ્રશ્નનો સાચો જવાબ આજ સુધી કોઈની પાસે નથી. પથ્થરનું રહસ્ય હજુ પણ અકબંધ છે.

મહાબલીપુરમની વિશેષ વાતો :-

1) ૭ મી સદીમાં પલ્લવ વંશના શાસનકાળમાં મહાબલીપુરમમાં ઘણા સ્મારક બનાવવામાં આવેલા હતા. આજે એ બધા સ્મારક પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

2) મહાબલીપુરમના સ્મારકોને ચાર વિભાગમાં વહેચવામાં આવ્યા છે. આ વિભાગ છે, રથ મંડપ, ગુફા મંદિર, પ્રાચીન વાસ્તુકળા જોઈ શકાય છે.

3) મહાબલીપુરમ કાંચીપુરમ જીલ્લામાં બંગાળની ખાડીના કોરોમંડલ કાંઠા ઉપર આવેલું છે. તે ચેન્નઈ થી ૬૦ કી.મી. ના અંતરે છે.

કેવી રીતે પહોચવું અહિયાં :-

જો તમે અહિયાં વિમાન રસ્તેથી પહોચવા માગો છો? તો સૌથી પહેલા ચેન્નઈ પહોચવાનું રહેશે. ચેન્નઈથી મહાબલીપુરમ માટે પ્રાઇવેટ કાર કે બસથી પહોચી શકાય છે. ચેન્નઈ પહોચવા માટે ભારતના તમામ મુખ્ય શહેરો માંથી ફ્લાઈટસ સરળતાથી મળી જાય છે.

રેલ્વે રસ્તેથી પહોચવા માટે ચેન્ગલપટ્ટુ જવું પડશે. તે મહાબલીપુરમનું નજીકનું રેલ્વે સ્ટેશન છે. જે આશરે ૩૦ કી.મી.ના અંતરે આવેલું છે. ચેન્નઈ અને દક્ષીણ ભારતના અનેક શહેરો માંથી અહિયાં આવવા જવા માટે ઘણી ટ્રેનો મળી જાય છે.

મહાબલીપુરમ તમીલનાડુના તમામ મુખ્ય શહેરો સાથે રોડ રસ્તા સાથે જોડાયેલા છે. રાજ્ય પરિવહન નિગમની ઘણી બસો ચાલે છે. જેના દ્વારા મહાબલીપુરમ પહોચી શકાય છે.