ભારતી પેટમાં હતી તો બાળક પડાવવા માંગતી હતી માં, જાણો ભારતી સિંહના જીવનની 10 ચકિત કરી દેનારી વાતો

ભારતી સિંહ ઉર્ફે લલ્લીને આપણે ભારતની સૌથી મોટી મહિલા કોમેડિયન પણ કહીએ તો તે ખોટું નહી ગણાય. ‘દ કપિલ શર્મા શો’ માં તિતલી યાદવ બનતી ભારતી તે પહેલા પણ ઘણા કોમેડી શો જેવા કે ‘દ ગ્રેટ ઇન્ડીયન લાફટર ચલેંગ’, ‘કોમેડી સર્કસની ઘણી બધી સીઝન’ માં પણ જોવા મળી ચુકી છે. તે ‘ઝલક દિખલા જા’ ‘નચ બલિયે’ અને ‘ફીયર ફેક્ટર’ જેવા નોન કોમેડી શો માં પણ જોવા મળી છે.

રીયાલીટી શો ની હોસ્ટીંગ માટે પણ ભારતી સૌની પહેલી પસંદ હોય છે. ભારતીની કોમિક ટાઈમિંગ ઘણી કમાલની છે. ભારતી ભલે આજે આખા દેશને હસાવે છે અને એક ઉત્તમ જીવન જીવતી હોય પરંતુ તેની પાછળ ઘણા મોટા સંઘર્ષ છે.

ખાસ કરીને તેનું બાળપણ ઘણી મુશ્કેલી માંથી પસાર થયું છે. તેવામાં આજે અમે તમને ભારતી સિંહની લાઈફ સાથે જોડાયેલી થોડી અજાણી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ.

૧. ભારતી જયારે ૨ વર્ષની હતી ત્યારે તેના પપ્પાનું અવસાન થઇ ગયું હતું, તેવામાં ભારતી અને તેના ભાઈ બહેનોનો ઉછેર એકલી માં એ જ કર્યો છે.

૨. ભારતીએ એક વખત કહ્યું હતું કે, તે સિલાઈ મશીનનો અવાજ રાતદિવસ સાંભળીને જ મોટી થઇ છે. ખાસ કરીને તેની માં એક ફેક્ટરીમાં કામ કરતી હતી. તેવામાં તે કોઈ વધારાનું કામ કરતી રહેતી હતી, તે તેના ઘરે સિલાઈ મશીન ઉપર કામ કરતી હતી. તેવામાં ભારતી દિવસ રાત આ મશીનનો અવાજ સાંભળીને જ મોટી થઇ ગઈ. હવે રસ્તામાં જો તેને સિલાઈ મશીનનો ક્યાંક અવાજ સંભળાય છે, તો તેને પોતાનું બાળપણ યાદ આવી જાય છે.

3. એક ઉત્તમ કોમેડિયન હોવાની સાથે સાથે ભારતીને તીરબાજી અને બંદુક ચલાવવામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત છે. તે નેશનલ લેવલની શુટર રહી ચુકી છે.

૪. ભારતી એક મોડલ તરીકે પણ કામ કરી ચુકી છે. તે ઘણી ફેશન ડિઝાઈનરના કપડા પહેરીને રેમ્પ વોક કરી ચુકી છે.

૫. ભારતીના ઘરનું વાતાવરણ ઉદાસી ભરેલું રહેતું હતું, તો તે ઘરથી દુર રહેવા માટે તે NCC કેંપ જતી હતી. પૈસા કમાવા માટે ઘણી વખત તે ઓડીશન આપતી હતી.

૬. ભારતીનું ટેલેન્ટ કોમેડિયન સુદેશ લહેરીએ ઓળખ્યું હતું. તેમણે ભારતીને NCC કેંપ દરમિયાન પાર્કમાં જોઈ હતી. તે ભારતીના ટેલેન્ટથી એટલા ઈમ્પ્રેસ થયા કે, તેણે એક રોલ ઓફર કરી દીધો. ત્યાર પછી ભારતીનું જીવન બદલાઈ ગયું.

૭. તે કપિલ શર્મા હતા જેમણે ભારતીને દ ગ્રેટ ઇન્ડીયન લાફટર ચેલેન્જમાં આવવા માટે પ્રેરિત કરી હતી. આ શો એ ભારતીનું જીવન બદલી દીધું હતું. શો ને કારણે જ ભારતીને ઘરે ઘરે ઓળખ મળી હતી.

૮. ભારતીને પોતાના મોટા થવા કે ગરીબ થઇ જવાનો ડર નથી લાગતો. તેને માત્ર તે વાતનો ડર હંમેશા સતાવે છે કે, એક દિવસ તે પોતાની માં ને ગુમાવી દેશે. તેણે એક વખત કહ્યું પણ હતું કે, પોતાની માં નું પહેલા મૃત્યુ નથી ઇચ્છતી.

૯. ભારતી અને હર્ષના જયારે લગ્ન થયા હતા તો બંનેએ પોતાની કમાણીના પૈસાથી તમામ ખર્ચ ૫૦-૫૦ કર્યો હતો, હર્ષ દેખાવવાળા લગ્ન કરવા માગતા ન હતા, આમ તો ભારતી પંજાબી હોવાથી વધુ ધામધૂમથી લગ્ન કરવા માગતી હતી. તેવામાં બંનેએ મળીને પોતાના ખર્ચે જ લગ્ન કર્યા અને ઘર વાળા પાસે કોઈ પૈસા લીધા નહી.

૧૦. ભારતીનો જન્મ એક ખુબ જ ગરીબ પરિવારમાં થયો હતો. અને ઘરમાં સૌથી મોટી છે. જયારે તેની માં ગર્ભવતી હતી તો તે ભારતીને ગરીબીને કારણે એબોર્ટ (બાળક પડાવવું) કરાવવાની હતી. આમ તો એવું ન થયું. પણ હા ભારતીના જન્મ પછી તેની માં એ તેની સાથે કોઈ ભેદભાવ કર્યો ન હતો અને ઘણો પ્રેમ આપ્યો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.