ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે, તેના વિષે જાણવા માટે વાંચો આ ખાસ આર્ટિકલ

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉ.હ. જુઓ:

ક ખ ગ ઘ ઙ – આ પાંચના સમુહને કંઠવ્ય કહેવાય છે, કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.

ચ છ જ ઝ ઞ – આ પાંચેય તાલવ્ય કહેવાય છે, કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

ઉપરના જે વર્ણ છે તે ફક્ત નભચર જીવો(આકાશમાં ઉડતા જીવો) જ બોલી શકે છે. આની આગળ તેઓ નથી બોલી શકતા.

ટ ઠ ડ ઢ ણ – આ પાંચેય મૂર્ધન્ય કહેવાય છે, કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

ત થ દ ધ ન – આ પાંચના સમુહને દંતવ્ય કહેવાય છે, કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.

ઉપરના વર્ણ ફક્ત જળચર (જળમાં રહેતા જંતુ) જ બોલી શકે છે. આની આગળ તેઓ નથી બોલી શકતા.

પ ફ બ ભ મ – આ પાંચના સમુહને ઔષ્ઠવ્ય કહેવાય છે, કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.

આ વર્ણ ફક્ત ઉભયચર (જમીન પર ચાલતા જીવ, ગાય, કુતરા વગેરે) જ બોલી શકે છે.

ય ર લ વ શ ષ સ હ ળ ક્ષ જ્ઞ – આ અર્ધસ્વર, ઉષ્માસ્વર અને મહાપ્રાણ છે.

આ વર્ણ જમીન પર સરકતા સરીસૃપ જીવો જ બોલી શકે છે. આ રીતે દરેક પ્રકારના જીવોને અનુરૂપ વર્ણમાળાના અક્ષરોનું વિભાજન કરવામાં આવ્યું છે. આવું તમને અન્ય કોઈ દેશની ભાષામાં જોવા નહીં મળે.

અને મનુષ્ય એકમાત્ર એવો જીવ છે જે આખી વર્ણમાળા બોલી શકે છે. એટલે તેને મુક્તિનું સાધન પણ કહેવામાં આવે છે.

આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.

માતૃભાષાનો જયજયકાર થજો.