જાણો આયુર્વેદમાં પ્રયોગ થનારી વિવિધ પ્રકારની ભસ્મ અને ભસ્મના ફાયદા.

આયુર્વેદની ભસ્મ અને તેના ફાયદા.

આયુર્વેદમાં ભસ્મની એક વિશાલ શ્રુંખલા છે, તેમાં ઉપચારની વિધિ પણ ખુબ જૂની અને શાસ્ત્રોક્ત છે. અનેક રોગો અને રોગ પછી આવેલ નબળાઈને ચપટીમાં જ ઈલાજ તેનો મુખ્ય ગુણ છે. આજે ખુબ ઓછા વૈધ છે, જે તેના વિષે પુરતું જ્ઞાન ધરાવે છે. આ શ્રંખલામાં અમે ધીમે ધીમે તમામ ભસ્મોની જાણકારી અહિયાં રજુ કરીશું. આ કડીમાં આજે તમને અમુક ભસ્મો વિષે જ જણાવી રહેલ છે. આવો જાણીએ તેના ગુણ અને ઉપયોગ.

અકીક ભસ્મ : હ્રદયની નબળાઈ, આંખોનો વિકાર, રક્ત પિત્ત, રક્ત પ્રદર વગેરે રોગ દુર કરે છે. (નાક અને મોઢામાંથી લોહી આવવું) માત્ર ૧ થી ૩ રત્તી.

અકીક પીષ્ટિ : હ્રદય અને મસ્તિકને શક્તિ આપવા વાળું અને વાત, પિત્ત નાશક, શક્તિ વધારનાર અને સોમ્ય છે.

અભ્રક ભસ્મ (સાધારણ) : હદય, ફેફસા, યકૃત, સ્નાયુ અને મંદાગ્ની માંથી ઉભા થતા રોગોની જાણીતી દવા છે. શ્વાસ, ખાંસી, જુનો તાવ, ક્ષય, અમલપિત્ત, સંગ્રહણી, પાંડુ, લોહીની ઉણપ, ધાતુ નબળાઈ, કફ રોગ માનસિક નબળાઈ વગેરેમાં ફાયદાકારક છે. પ્રમાણ ૩ થી ૬ રત્તી મધ, અદરક કે દૂધ સાથે.

અભ્રક ભસ્મ (શતપુટી) (૧૦૦ પુટી) : તેમાં ઉપરના ગુણ વિશેષ પ્રમાણમાં છે. પ્રમાણ ૧ થી ૨ રત્તી.

અભ્રક ભસ્મ (સહસ્ત્ર પુટી) (૧૦૦૦ પુટી) : તેમાં સાધારણ ભસ્મની સરખામણીએ વિશેષ ગુણ રહેલા હોય છે. પ્રમાણ ૧/૪ થી ૧ રત્તી.

કપર્દ્ક (કોડી, વરાટીકા, ચરાચર) ભસ્મ : પેટનો દુ:ખાવો, શુલ રોગ, પરિણામ શુલ, અલ્પ્પીત્ત, અગ્નિમાંધ અને ફેફસાની ઈજામાં ફાયદાકારક. પ્રમાણ ૨ રત્તી મધ અદરક સાથે સવારે અને સાંજે.

ક્સીસ ભસ્મ : રક્તાલ્પતામાં વિશેષ ઉણપ, પાંડુ, તીલ્લી, જીગરનું વધવું, આમ વિકાર, ગુલ્મ વગેરે રોગોમાં પણ ફાયદાકારક. પ્રમાણ ૨ થી 8 રત્તી.

કહરવા પીષ્ટિ (તૃણકાંતમણી) : પિત્ત વિકાર, રક્ત પિત્ત, માથાનો દુ:ખાવો, હ્રદય રોગ, માનસિક વિકાર, ચક્કર આવવા અને તમામ પ્રકારના રક્ત સ્ત્રાવ વગેરેમાં ઉપયોગી. પ્રમાણ ૨ રત્તી માખણ સાથે.

ક્રાંતિસાર (કાંત લોહ ફૌલાદ ભસ્મ) : લોહીને વધારીને તમામ ધાતુઓને વધારવી તેનો મુખ્ય ગુણ છે. ખાંસી, દમ, કામળા, લીવર, પ્લીહા, ઉદર રોગ, મંદાગ્ની,ધાતુક્ષય, ચક્કર, કૃમિરોગ, શોથ રોગોમાં ફાયદાકારક અનમે શક્તિ વર્ધક. પ્રમાણ ૧/૨ થી ૧ રત્તી.

ગોદંતી હરતાલ (તાલક) ભસ્મ : તાવ, શરદી, ખાંસી, જુકામ, માથાનો દુ:ખાવો, મેલેરિયા, તાવ વગેરેમાં વિશેષ ફાયદાકારક. પ્રમાણ ૧ થી ૪ રત્તી સવાર અને સાંજે મધ અને તુલસીના રસમાં.

ઝેર મોહરા ખતાઈ ભસ્મ : શારીરિક અને માનસિક શક્તિ વધારે છે અને વિશનાશક છે. અજીર્ણ, કે ઉલટી, અતિસાર, યકૃત વિકાર, ગભરાટ, ઝીણો તાવ, બાળકોના લીલા પાતળા દસ્ત અને સુકો રોગમાં ફાયદાકારક. પ્રમાણ ૧ થી ૩ રત્તી મધમાં.

ઝેર ખતાઈ પીષ્ટિ : ગુણ, ઝેર મોહરા ખતાઈ ભસ્મ જેમ, પણ વધુ ઠંડુ, ગભરાટ અને જીવ ગભરાવામાં ખાસ ઉપયોગી. પ્રમાણ ૧ થી ૩ રત્તી શરબત અનાર સાથે.

ટંકણ (સુહાગા) ભસ્મ : શરદી, ખાંસીમાં કફને બહાર લાવે છે. પ્રમાણ ૧ થી ૩ રત્તી મધ સાથે.

તામ્ર (તાંબા) ભસ્મ : પાંડુ રોગ, યકૃત, ઉદર રોગ, શુલ રોગ, મંદાગ્ની, શોધ કુષ્ટ, લોહીનો વિકાર, કિડનીના રોગોને નાશ કરે છે અને ત્રિદોષ નાશક છે. પ્રમાણ ૧/૨ રત્તી મધ અને પીપર સાથે.

નાગ (સીસા) ભસ્મ : વાત, કફનાશક, તમામ પ્રકારના પ્રમેહ, શ્વાસ, ખાંસી, મધુમેહ ધાતુક્ષય, મેદ વધવો, નબળાઈ વગેરેમાં ફાયદાકારક. પ્રમાણ ૧ રત્તી મધ સાથે.

પ્રવાલ (મૂંગા) ભસ્મ : પિત્તનો વધારો (ગરમી) થી થતા રોગ, જુનો તાવ, ક્ષય, રક્તપિત્ત, કાસ, શ્વાસ, પ્રમેહ, હ્રદયની નબળાઈ વગેરે રોગોમાં ફાયદાકારક. પ્રમાણ ૧ થી ૨ રત્તી મધ અથવા શરબત અનાર સાથે.

પ્રવાલ પીષ્ટિ : ભસ્મની અપેક્ષા સમાન હોવાને કારણે તે વધુ પિત્તશામક છે. પિત્તયુક્ત, કાસ, લોહી, લોહીનો સ્ત્રાવ, દાહ, પ્રદર, મૂત્ર વિકાર, અમ્લપિત્ત, આંખોની બળતરા, મનોવિકાર અને વમન વગેરેમાં વિશેષ ફ્યાદાકાર્ક છે. પ્રમાણ ૧ થી ૨ રત્તી મધ કે શરબત અનાર સાથે.

પન્ના પીષ્ટિ : લોહી સંચારની ગતીને સીમિત કરીને વિશદોષને નાશ કરવામાં ઉપયોગી છે. ઓજ વર્ધક છે અને અગ્નિપ્રદીપ કરી ભૂખ વધારે છે. શારીરિક નબળાઈ, જુનો તાવ, ખાંસી અને મગજની નબળાઈમાં ગુણકારી છે. પ્રમાણ ૧/૨ રત્તી મધ સાથે.

બંગ ભસ્મ : ધાતુ વિકાર, પ્રમેહ, સ્વપ્નદોષ, કાસ, શ્વાસ, ક્ષય, અગ્નિમાંધ વગેરે ઉપર શક્તિ વીર્ય વધારે છે. અગ્નિપ્રદીપ કરી ભૂખ વધારે છે અને મૂત્રાશયની નબળાઈનો નાશ કરે છે. પ્રમાણ ૧ થી ૨ રત્તી સવાર અને સાંજે મધ કે માખણ સાથે.

મન્દુર ભસ્મ : જીગર, તીલ્લી, શોધ, પોલીયો, મંદાગ્ની અને રક્તાલ્પતાની ઉત્તમ ઔષધી. પ્રમાણ ૨ રત્તી મધ સાથે.

મયુર ચન્દ્રિકા ભસ્મ : એડકી અને શ્વાસ (દમ) માં ખુબ જ ગુણકારી છે. વમન (ઉલટી) અને ચક્કર વગેરેમાં ફાયદાકારક. પ્રમાણ ૧ થી ૩ રત્તી મધ સાથે.

માણીકય પીષ્ટિ : તમામ શારીરિક અને માનસિક વિકારોને નાશ કરીને શરીરની બધી ધાતુને પુષ્ટ કરે છે અને બુદ્ધી વધારે છે. પ્રમાણ ૧/૨ થી ૨ રત્તી સુધી.

મુકતા શુક્તિ ભસ્મ : રક્તપિત્ત, ઝીણો તાવ, દાહ, ધાતુક્ષય, તપેદીક, મૃગી, ખાંસી, યકૃત, પ્લીહા અને ગુલ્મ નાશક. પ્રમાણ ૨ રત્તી મધ સાથે સવાર અને સાંજ.

મુકતા (મોતી) પીષ્ટિ : મુકતા ભસ્મ જેવા ગુણ વળી અને ઠંડી પ્રમાણમાં ૧/૨ રત્તી મધ કે અનાર સાથે.

મુકતા શુક્તિ પીષ્ટિ : મુકતા શુક્તિ ભસ્મ જેવા ગુણવાળી અને પ્રદર ઉપર ફાયદાકારક.

મૃગ્સ્ચ્ય (બારહસીંગા) ભસ્મ : નીમોનીયા, પાર્શ્વશુલ, હ્રદયરોગ, દમ, ખાંસીમાં વિશેષ ફાયદાકારક, બાળકોના હાડકા બનાવવામાં ઉપયોગી છે. વાત, કફ, મુખ્ય તાવ,(ઇન્ફલુંએન્જા) માં ગુણકારી. પ્રમાણ ૧ થી ૩ રત્તી મધ સાથે.

યશદ ભસ્મ : કફ પિત્તનાશક છે. પાંડુ, શ્વાસ, ખાંસી, ઝીણો તાવ, આંખના રોગ, અતિસાર, સંગ્રહણી વગેરે રોગોમાં ફાયદાકારક. પ્રમાણ ૧ રત્તી મધ સાથે.

રજત (રોપ્ય, ચાંદી) ભસ્મ : શારીરિક અને માનસિક નબળાઈમાં ફાયદાકારક છે. વાત, પિત્તનાશક, નસોની નબળાઈ, નપુંસકતા, પ્રમેહ, ધારુત નબળાઈ, ક્ષય વગેરે નાશક અને શક્તિ અને ઉંમરને વધારનાર છે. પ્રમાણ ૧ રત્તી સવાર અને સાંજે મધ કે માખણ સાથે.

લોહ ભસ્મ : લોહીને વધારે છે. પોલીયો, મ્ન્દાગની, પ્રદર, પિત્તવિકાર, પ્રમેહ, ઉદર રોગ, લીવર, પ્લીહા, કૃમિ રોગ વગેરે નાશક છે. અને શક્તિ વધારનાર છે. પ્રમાણ ૧ રત્તી સવારે અને સાંજે મધ અને માખણ સાથે.

લોહ ભસ્મ (શતપુટી) : તે સામાન્ય ભસ્મથી વધુ ગુણકારી છે.

શંખ (કંબુ) ભસ્મ : કોસ્ટ શુલ, સંગ્રહણી, ઉદર વિકાર, પેટનો દુ:ખાવો વગેરે રોગોમાં વિશેષ ઉપયોગી છે. પ્રમાણ ૧ થી ૨ રત્તી સવાર અને સાંજે મધ સાથે.

સ્વર્ણ માક્ષિક ભસ્મ : પિત્ત, કફ નાશક, નેત્રવિકાર, પ્રદર, પાંડુ, માનસિક અને મગજની નબળાઈ, માથાનો દુ:ખાવો, ઊંઘ ન આવવી, મૂત્રવિકાર અને લોહીની ઉણપમાં ફાયદાકારક. પ્રમાણ ૧ થી ૨ રત્તી સવારે અને સાંજે મધ સાથે.

સ્વર્ણ ભસ્મ : તેના સેવનથી રોગનાશક શક્તિનો શરીરમાં સંચાર થાય છે. તે શારીરિક અને માનસિક શક્તિ વધારે છે જુનામાં જુના રોગોને નાશ કરે છે. ઝીણો તાવ, રાજયક્ષમા, કાસ, શ્વાસ, મનોવિકાર, ભ્રમ, અનિન્દ્રા, સંગ્રહણી અને ત્રિદોષ નાશક છે અને વાજીકર અને ઓજતવર્ધક છે. તેના સેવનથી ગઢપણ દુર થાય છે અને શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે. પ્રમાણ ૧/8 થી ૧/૨ રત્તી સુધી.

સંગેયશવ પીષ્ટિ : હ્રદય અને મેદેને શક્તિ આપે છે. ગાંડપણ દુર કરે છે અને અંદરના ઘા ભરે છે. પ્રમાણ ૨ થી 8 રત્તી શરબત અનાર સાથે.

હ્જરુલ યહુદ ભસ્મ : પથરીની શરૂઆતના તબક્કામાં આપવાથી પથરીને ઓગાળીને વહાવી દે છે. પેશાબ ચોખ્ખો લાવે છે અને મૂત્ર કુચ્છ, પેશાબની બળતરા વગેરેને દુર કરે છે. પ્રમાણ ૧ થી ૪ રત્તી દૂધ અને લસ્સી અથવા મધ સાથે.

હ્જરુલ યહુદ પીષ્ટિ : અશ્મીર (પથરી) માં ફાયદાકારક અને મૂત્રલ.

હાથીદાંત (હાસ્તીદંતમસી) ભસ્મ : વાળને ખરતા અટકાવે છે અને નવા વાળ ઉત્પન કરે છે. ઉપયોગની રિત : ખોપરેલના તેલ સાથે ભેળવીને લગાવવું જોઈએ.

ત્રિવંગ ભસ્મ : પ્રમેહ, પ્રદર અને ધાતુ વિકારો ઉપર. ગદલા ખરાબ દ્રવ્યવાળું અને વધુ પ્રમાણમાં વારંવાર પેશાબ થવા ઉપર તેનો ઉપયોગ ખુબ ફાયદાકારક છે. ધાતુ વધારનાર અને પોષ્ટિક છે પ્રમાણ ૧ થી ૩ રત્તી.