ભત્રીજીના લગ્ન અટેન્ડ કરવા આ અંદાઝમાં પહોંચ્યા સંજય દત્ત, પત્ની માન્યતા બની આકર્ષણનું કેન્દ્ર

તમે બધા જાણો છો કે હાલના દિવસોમાં આખા દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે. દરેક જગ્યાએ શરણાઈઓ વાગી રહી છે તો ક્યાંક લગ્નના મંડપ શણગાર્યા છે, ભારતમાં લગ્ન માત્ર એક દિવસનો પ્રસંગ નથી હોતો પરંતુ તે તો અઠવાડિયા સુધી ચાલતો પ્રસંગ હોય છે.

માતા પૂજન, ગણેશ પૂજન, હળદરની વિધિ, મહેંદીની વિધિ, સંગીત કાર્યક્રમ અને છેલ્લે મુખ્ય લગ્ન અને પછી લગ્નનું રીસેપ્શન પણ.

આ તમામ બાબતો લગ્નનો ભાગ હોય છે. લગ્ન તમારા હોય કે કોઈ બીજાના, તેને લઈને મનમાં અલગ જ ઉત્સાહ રહે છે, લગ્નમાં તૈયાર થઈને જવું, પોતાના સંબંધીઓને મળવું, સ્વાદિષ્ઠ વાનગીઓની આનંદ ઉઠાવવો આ તમામ બાબતોની પોતાની અલગ મજા છે. હાલમાં જ એવા જ એક લગ્નની મજા બોલીવુડ સ્ટાર સંજય દત્તે પણ ઉઠાવી છે.

હવે સંજય દત્ત અને તેની પત્ની માન્યતા કોના લગ્નમાં ગયા હતા અને તેમણે ત્યાં શું શું કર્યું તેના વિષે ચર્ચા કરતા પહેલા આવો સંજય દત્ત અને માન્યતાના સંબંધો ઉપર પણ થોડી નજર કરી લઈએ. માન્યતા દત્ત સંજયની ત્રીજી પત્ની છે. તે બંને વર્ષ ૨૦૦૮માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નથી બંનેને બે વ્હાલા બાળકો પણ થયા જેના નામ ઇકરા અને શહરાન છે, રસપ્રદ વાત એ છે કે બંને જ જોડિયા ભાઈ બહેન છે.

સંજય દત્તે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું પણ હતું કે તે હંમેશા એવું વિચારતા હતા કે તેઓ એક દિવસ કડક પિતા બનશે પરંતુ જયારે તેના જીવનમાં બાળકો આવ્યા ત્યારે તે એક કડક પિતા ન બની શક્યા. તે પોતાના બાળકો સાથે ઘણા નરમ રહે છે.

આવો વાત કરીએ લગ્નની, ખાસ કરીને હાલમાં જ ૨૧ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ સંજય દત્તની બહેન નમ્રતા દત્તની દીકરીના લગ્ન થયા છે. નમ્રતાએ કુમાર ગૌરવ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા ત્યારપછી તેને એક વ્હાલી દીકરી થઇ હતી જેનું નામ સિયા છે. ગયા શનિવારે સિયા દુલ્હનનું જોડું પહેરીને આદિત્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ.

તે દરમિયાન સિયા અને આદિત્ય બંનેએ ગોલ્ડન એંડ વ્હાઈટ રંગનો પારંપરિક ડ્રેસ પહેર્યો હતો. જ્યાં એક તરફ સિયા દુલ્હન જોડામાં સુંદર લાગી રહી હતી તો ત્યાં આદિત્ય વરરાજા બની ઘણા હેન્ડસમ લુકમાં જોવા મળ્યા. સિયા સંબંધમાં સંજય દત્તની ભત્રીજી પણ થાય છે. તેવામાં સંજય પોતાની ભત્રીજીના લગ્નમાં હાજર થયા. તેની સાથે પત્ની માન્યતા દત્ત પણ હતી.

ભત્રીજીના લગ્નમાં સંજય દતે સફેદ રંગનો કુરતો પાયજામો પહેર્યો હતો જયારે તેની પત્ની માન્યતાએ ક્રીમ રંગની સાડી પહેરી હતી. તેની સાથે જ બંને બાળકો પણ ઘણા ક્યુટ જોવા મળી રહ્યા હતા. જયારે સંજય પોતાની ભત્રીજીના લગ્નમાં આવ્યા ત્યારે તેમણે આખા કુટુંબ સાથે ફોટા પડાવ્યા.

હવે આ ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ પણ થઇ રહ્યા છે. લોકોને સંજય અને માન્યતાની જોડી આ ટ્રેડીશનલ અવતારમાં ઘણી સુદંર લાગી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.