ભૌતિક સુખોના સ્વામી છે શુક્ર, 30 ઓક્ટોબરના રોજ કરશે ધનુ રાશિમાં પ્રવેશ, જાણો શું થશે તમારી ઉપર અસર?

શુક્ર કરવા જઈ રહ્યા છે રાશિ પરિવર્તન, આ રાશિવાળા માટે પૈસાની ભરપુર આવક થવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

30 ઓક્ટોબરની સાંજે શુક્ર ગ્રહ ગુરુની રાશિ ઘનુમાં પ્રવેશ કરશે. શુક્ર આ રાશિમાં 8 ડીસેમ્બર સુધી રહેશે, ત્યાર પછી મકર રાશિમાં પ્રવેશ કરી જશે. 40 દિવસ માટે શુક્રનું પોતાના સમકક્ષ ગ્રહની રાશિમાં આવવું અનેક બાબતોમાં સુખદાયક રહેશે. શુક્ર ભૌતિક સુખ સુવિધા આપવા વાળા ગ્રહ છે. શુક્રના ભ્રમણને કારણે ધનુ રાશિના લોકોને વિશેષ સિદ્ધી પ્રાપ્ત થઇ શકે છે. આ રાશિ પરિવર્તન તમામ રાશિ ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરશે. તો આવો જાણીએ કે, શુક્રના રાશિ પરિવર્તનની કઈ રાશિ ઉપર કેવી અસર રહેશે .

મેષ રાશિ : શુક્રના રાશિ પરિવર્તનથી તમારો ભાગ્યોદય થવાના પ્રબળ યોગ ઉભા થઇ રહ્યા છે. તેનાથી ન માત્ર તમને ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત થશે પણ નવા પ્રેમ સંબંધ પણ ઉભા થશે. દાંપત્ય જીવનમાં મીઠાશ ભળશે. નાની મોટી તકલીફો થઈ શકે છે, પણ એકંદરે સમય તમારા માટે અનુકુળ રહેશે.

વૃષભ રાશિ : અટકેલા કામોમાં પ્રગતી આવશે, કુટુંબનો પણ પુરતો સહકાર તમને મળી રહેશે. આરોગ્ય થોડું બગડી શકે છે. જૂની બીમારીઓ તમને હેરાન કરી શકે છે. પૈસા આવશે પણ ટકશે નહિ. ખર્ચ વધુ થવાથી થોડું ટેન્શન રહી શકે છે.

મિથુન રાશિ : શુક્રના રાશિ પરિવર્તનથી દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધુ મજબુત બનશે. જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર તમને મળશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય ઉત્તમ છે. જુના મિત્રોને મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. આ સમય તમારા માટે સારો છે.

કર્ક રાશિ : શારીરિક અસ્વસ્થતા રહી શકે છે, લોહી સાથે સંબંધિત કોઈ બીમારીઓ થઇ શકે છે. દાંપત્ય જીવનમાં કડવાશ આવી શકે છે. તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે, નહિ તો વાત વધુ બગડી શકે છે. આર્થિક સ્થિતિ મજબુત બનશે. સમય મિશ્ર રહેશે.

સિંહ રાશિ : સંતાનને સમૃદ્ધી મળશે, તેની પ્રગતિથી તમને પણ સારો અનુભવ થશે. ભૌતિક સુખો ઉપર ખર્ચ કરશો. તમારા આરામ માટે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો. આરોગ્ય પહેલાથી સારું રહેશે. જુના રોકાણથી લાભ થવાની સંભાવના રહેશે.

કન્યા રાશિ : સુખ સમૃદ્ધીમાં વૃદ્ધિના યોગ ઉભા થઇ રહ્યા છે. જમીન, સંપત્તિ ખરીદવાના યોગ પણ શુક્રના રાશિ પરિવર્તનથી ઉભા થઇ રહ્યા છે. દાંપત્ય જીવનમાં સુખ વધશે. લવ લાઈફ માટે સમય સારો છે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. આર્થીક સ્થિતિને લઈને થોડી તકલીફ પડી શકે છે.

તુલા રાશિ : પિતૃક સંપત્તિથી ફાયદો થશે. જમીન-સંપત્તિમાં ભાગ મળી શકે છે. ભાઈ બહેનોનો સહકાર મળશે. જુના રોગ દુર થશે અને આત્મવિશ્વાસ વધશે. પૈસાની ભરપુર આવક થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. એકંદરે આ સમય તમારા માટે ઘણો અનુકુળ રહેશે.

વૃશ્ચિક રાશિ : શુક્રના રાશિ પરિવર્તનથી તમે તમારી વાણીના બળ ઉપર ધન અર્જિત કરશો. બીજા પણ ઘણા સુખ તમને આ સમય દરમિયાન પ્રાપ્ત થશે. જુના રોગોમાં આરામ મળશે. અચલ સંપત્તિ એટલે પ્લોટ, ફ્લેટ કે મકાન ખરીદવાના યોગ પણ ઉભા થઇ રહ્યા છે.

ધનુ રાશિ : તમારી નિર્ણય લેવાની ક્ષમતા પહેલા કરતા મજબુત બનશે. કોઈ મોટો નિર્ણય કુટુંબના હિતમાં લેવો પડશે. તેનો વિરોધ પણ થઇ શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ સંભવ છે. ભાગ્ય તમને સાથ આપશે. શારીરિક સુખ પણ પ્રાપ્ત થશે. ધન લાભના પણ યોગ ઉભા થઇ રહ્યા છે.

મકર રાશિ : ખર્ચ વધુ થવા છતાં પણ પૈસાની આવક સારી રહેશે. પ્રગતિની નવી તકો ઉભી થશે. આર્થિક સમૃદ્ધી પ્રાપ્ત થશે. સમય તમારા પક્ષમાં રહેશે. પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલા સારી રીતે સમજી લો. નહિ તો પાછળથી મુશ્કેલીનો અનુભવ થઇ શકે છે.

કુંભ રાશિ : અનેક રસ્તેથી પૈસા આવશે એટલે આવકની નવી તકો ઉભી થઇ શકે છે. દાંપત્ય જીવન અને પ્રેમમાં સમૃદ્ધી વધશે. ભાગ્યોદય થશે. નોકરી ધંધામાં પણ પ્રગતિ થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. શારીરિક સુખ પ્રાપ્ત થશે. સમય અનુકુળ છે.

મીન રાશિ : કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઇ શકે છે, કોઈ મોટો હોદ્દો પણ તમને મળી શકે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. કુટુંબ સાથે સુખનો અનુભવ કરશો. પ્રબળ આર્થિક સમૃદ્ધી પ્રાપ્ત થશે. ઓફીસમાં બધા તમારી પ્રશંસા કરશે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.