નવ યુવાન હાસ્ય કલાકાર ભાવિક બલર નાં સ્કુલ નાં જોક્સ ની તડાફડી માં શિક્ષકો ઉપર ગુસ્સો ઠાલવ્યો

 

“હાસ્ય શબ્દ સાંભળતા ની સાથે જ આપણને આનંદ ની લાગણી અનુભવાય છે.આસપાસ નું વાતાવારણ જો હાસ્યાસ્પદ હોય તો પણ મન ને હળવાશ થઈ જાય છે.

હાસ્ય એતો દુનિયા ની એકમાત્ર એવી મીઠાઇ છે સાહેબ જે ક્યારેય ડાયાબીટીશ કરતી નથી ઉપર થી અનેક રોગો ને મટાડે છે. હાસ્ય એ તો જડીબુટી છે.

ગમ્મત સાથે ભણાવતા શિક્ષક હોય તો ભણવાની મજા આવે ,રમૂજી બોસ હોય તો નોકરી કરવાની પણ મજા આવે અને નખરાળા મિત્રો હોય તો જીવન જીવવાની પણ મજા આવે. હાસ્ય કલાકારો નું પણ કઈક આવું જ છે.

જેમ જે લોકો બીજા ને રડાવે એને નર્ક માં જ સ્થાન મળે તો એ હિસાબે હાસ્ય કલાકારો ને તો સ્વર્ગ માજ સ્થાન મળે. તો આવું જ એક પુણ્ય નું કામ લઈ ને ઉપસ્થિત છે યુવા હાસ્ય કલાકાર ભાવિક બલર (રમકડું) નવા વિડિયો સાથે .તમે પણ મોજ કરી લો.

હાસ્ય જો વેચાતું મળતું હોત તો હાસ્ય વેચવા વાળો દુનિયા નો સૌથી પૈસાદાર વ્યક્તિ હોત .કારણ કે દુનિયા માં હાસ્ય ની લગભગ બધાને જરૂર છે.હસતો ચેહરો કોને ના ગમે. ૨૧ મી સદી પ્રગતિ અને ઝડપ ની સદી છે .

આ દોડધામ વળી જીંદગી માં ક્યાંક ને ક્યાંક આનંદ ની તો સૌને જરૂર છે જ ,નહીતર આ દોડધામ માં માણસ દુનિયા થી પાછળ દુનિયા રહી જાય .કારણ કે આનંદિત માણસ સાથે સૌ કોઈ કામ કરવા માંગે છે.

હમેશા કરુણ રેહવા વાળા માણસ ને મિત્રો પણ ઓછા હોઈ છે અને સમાજ માં પણ કોઈ સારી છાપ હોતી નથી. આમ હાસ્ય નું અપડા જીવન માં અનેરું મહત્વ છે.

આપણે નાના બાળકો ના કિલકિલાટ,મિમિક્રી,ટેલીવિજન,નાટકો વગેરેમાંથી હાસ્ય મેળવતા હોઈએ છીએ.અહી એવી જ એક હાસ્ય ની સીરીઝ આપણા માટે રમુજી ટુચકાઓની વિડીઓ કલીપ દ્વારા મુકવામાં આવી છે.

તો મિત્રો નિહાળો અને એન્જોય કરો. નવ યુવાન હાસ્ય કલાકાર ભાવિક બલર નાં સ્કુલ નાં જોક્સ ની તડાફડી જેમણે શિક્ષકો નો બહુ માર ખાધો છે એમના શરીર પરથી પણ દેખાય છે કે માર ખાઈ ખાઈ ને શરીર કેટલું સુજી ગયું છે. છતા પણ મો પર જરા પણ દેખાવા નહિ દેતા એવા આપડા નવ યુવાન કલાકાર ને સાંભળી ને તમે પણ હસતા રો.

વિડીયો 

https://youtu.be/jYu_adlbYOs