ભવિષ્ય પુરાણમાં લખાયેલી છે, પુરુષો સાથે જોડાયેલી આ ગુપ્ત વાતો, જરૂર જાણો.

ભવિષ્યપુરાણમાં લખ્યું છે પુરુષો સાથે જોડાયેલી આ ગુપ્ત વાતો, જરૂર જાણવા જેવી છે.

ભવિષ્યપુરાણ સનાતન ધર્મનો એક અનમોલ ગ્રંથ છે, જેમાં ઘણા પ્રકારની અદ્દભુત વાતો લખવામાં આવી છે, આ ગ્રંથમાં ભગવાન બ્રહ્માજીએ પુરુષો સાથે જોડાયેલી થોડી ગુપ્ત વાતો જણાવી છે. જે દરેક લોકો એ જાણવી જોઈએ.

બ્રહ્માજીએ જણાવ્યું કે કોઈ પણ પુરુષના સ્વભાવને જાણવા માટે તેના તમામ અંગોને, દાંતોને, વાળને, નખને, દાઢી મુછને ધ્યાનથી જોવું જોઈએ. આ બધાને જોઈને પુરુષના સ્વભાવ સાથે જોડાયેલી વિશેષ વાતો જાણી શકાય છે.

જાણો પુરુષોને સમજવા માટે વિશેષ વાતો :-

૧. જો કોઈ પુરુષના પગમાં તર્જની આંગળી (અંગુઠા ની પાસે ની આંગળી) અંગુઠાથી મોટી દેખાય છે. તો એવા વ્યક્તિ સ્ત્રી સુખ પ્રાપ્ત કરવા વાળા હોય છે.

૨. જો કોઈ પુરુષના પગ કોમળ, ભરાવદાર, લાલ રંગના હોય છે અને જેના પગ પરસેવાથી રહિત હોય છે, તે તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવા વાળા હોય છે. એવા લોકો ઘણું જ આરામદાયક જીવન પસાર કરે છે.

૩. જો કોઈ પુરુષના પગના અંગુઠા ઘણા જાડા જોવા મળે છે, તો તેને નસીબનો સાથ નથી મળી શકતો.

૪. જો કોઈ પુરુષના પગ સફેદ, સુકા, વાંકા નખ વાળા હોય અને આંગળીઓની બનાવટ અસમાન હોય તો તેવા લોકો તકલીફોનો સામનો કરે છે. તેમના જીવનમાં ધનની તંગી બનેલી રહે છે.

૫. જો કોઈ પુરુષના પગમાં સૌથી નાની આંગળી અંગુઠાથી મોટી છે, તો તેવા લોકો ઘણા પૈસાદાર હોય છે.

૬. જો કોઈ પુરુષની જાંઘ ઉપર રોમ(રુંવાડા) નથી હોતા તો તે નસીબનો સાથ પ્રાપ્ત નથી કરી શકતા.

૭. જે પુરુષની જાંઘ લાંબી, જાડી અને ભરાવદાર હોય છે, તે નસીબનો સાથ પ્રાપ્ત કરે છે. મજબુત જાંઘ વાળા પુરુષ ધન અને તમામ સુખ પ્રાપ્ત કરવા વાળા હોય છે.

૮. જો કોઈ પુરુષના ગોઠણ માંસરહિત છે, તો તેને નાની નાની સફળતાઓ માટે ઘણી મહેનત કરવી પડે છે.

૯. જો કોઈ પુરુષના પેટ ભરાવદાર છે, સીધું અને ગોળ છે તો તે લોકો પૈસાદાર હોય છે. એવા લોકો તમામ સુખ પ્રાપ્ત કરવા વાળા હોય છે.

૧૦. જે લોકોનું પેટ લાંબુ અને પાતળું જોવા મળે છે, તે ગરીબીનો સામનો કરવા વાળા અને વધુ ભોજન કરવા વાળા હોય છે.

૧૧. કોઈ પુરુષની પીઠ લાંબી હોય છે, તો તે બંધનોમાં ફસાયેલો રહે છે.

૧૨. જે પુરુષની પીઠ કાચબાના આકાર જેવી દેખાય છે, તે પૈસાદાર અને નસીબદાર હોય છે.

૧૩. પુરુષો માટે પહોળા અને મજબુત ખંભા શુભ હોય છે.

૧૪. જો કોઈ પુરુષની નાભી ઊંડી અને ગોળ છે, તો તે તમામ સુખ પ્રાપ્ત કરે છે.

૧૫. નાની નાભી વાળા પુરુષમાં ઘણી તકલીફોનો સામનો કરે છે.

૧૬. નાની અને ચપટી ઠુંડ્ડી વાળા લોકો ધન નું સુખ પ્રાપ્ત નથી કરી શકતા. ઉપસેલી ઠુંડ્ડી શુભ હોય છે.

૧૭. જો કોઈ પુરુષની ગરદન થોડી વધુ લાંબી છે તો એવા લોકોના જીવનમાં સમસ્યાઓ વધુ હોય છે.

૧૮. નાની ગરદન અને સામાન્ય ગરદન શુભ હોય છે. એવી ગરદન વાળા લોકો પૈસાદાર છે અને જીવનમાં ઘણી પ્રગતિઓ પ્રાપ્ત કરે છે.

૧૯. જો કોઈ વ્યક્તિની હથેલીનો ભાગ ઊંડો છે, તો તેને પિતા તરફથી ધનનું સુખ નથી મળી શકતું.

૨૦. હથેલીનો તલ એટલે વચ્ચેનો ભાગ ઉભરેલો જોવા મળે છે, તો તેવા લોકો દાનેશ્વરી હોય છે અને સુખી રહે છે.