શ્રાવણ માસ માં મૌન વ્રત પાડતા માયા ભાઈ ની કોમેડી ”ભોળાનાથ ની જાન માં આફ્રિકન ભૂતડા”

maya bhai ahir

લોક સાહિત્ય જગત અને ભજનનો હરતો ફરતો ભંડાર એટલે માયાભાઈ. મુળનામ માયાભાઈ વિરાભાઈ આહિર, મહુવા તાલુકાના બોરડા ગામ પાસેનો આહિરોનો નેસ, કુંડવી ગામ, પ્રાથમિક અને માધ્યમિક ૧૦ ધોરણ સુધીનું જ ભણતર અનુક્રમે કુંડવીમાં-બોરડામાં અને ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. જીભનાં ટેરવે ‘માં સરસ્વતી’નો વાસ એવો કે લોક સાહિત્યની ખળખળ વહેતી ગંગા જ જોઈ લ્યો.

લોકસાહિત્યની શરૂઆત: સૌ પ્રથમ લોકસાહિત્યનો કાર્યક્રમ મહુવાનાં આંગણે અને બીજો કાર્યક્રમ ભાવનગરમાં કર્યો, અને તેની સુવાસ ગુજરાત અને ભારતના સીમાડાઓ વટાવી પરદેશમાં પણ પહોંચી. છેલ્લા ૧૨ વર્ષમાં ૩૦૦૦ જેટલા કાર્યક્રમો આપી ચૂકયા છે.

વિદેશ માં પણ ઈંગ્લેન્ડ, યુ.એસ.એ., આફ્રિકા, કેનેડા અને દુબઈમાં કાર્યક્રમો આપી ચૂકયા છે. કલાકારો લોક સાહિત્યને જીવાડતા નથી પણ લોક સાહિત્ય કલાકારોને જીવાડે છે. તાલ, સૂર અને સ્વરનો ત્રિવેણી સંગમ એટલે લોક સાહિત્યની ગંગા-યમુના અને સરસ્વતી છે. અને એટલે જ તેઓ માને છે કે ભલે લોક સાહિત્યકારો માથે ન હોય નળીયા તો પણ તેને તો ડાયરો એટલે મોજે દરિયા.

વિચારમંત્ર : લોક સાહિત્યના કાર્યક્રમો દ્વારા દેશ-દાઝ ઉભી કરવી, ભારતીય સંસ્કૃતિની સેવા કરવી, ભારતની એકતા, અખંડીતતા જાળવી રાખવા, લોક સાહિત્યના વારસાની જાળવણી કરતા-ગાતા અને વહેતા રહેવું એ જ જીવનમંત્ર છે. લોક કલાકારોને સંદેશો : સૌરાષ્ટ્રની ભાતગિળ લોક સાંસ્કૃતિનું જતન કરવા માટે તેની સાચી પરખ કેળવવી અને તેના સથવારે જીવનમાં આગળ વધવું.

મિત્રો ખુબ ખુબ સ્વાગત છે તમારું આપણી અહી અમે ગુજરાતી સાહિત્ય તથા વિડીયો ને રજુ કરી ને ગુજરાતી ભાષા ને વધુ જીવંત બનાવવા નો પ્રયાસ કરવા ના છીએ, અમે જેટલું બની શકે એટલું કરી છુટવા માટે આપ શ્રી ને બાહેધરી આપીએ છીએ તો આપ શ્રી અમારા આ ભગીરથ કાર્ય માં જોડાઈ ને સહભાગી બનો તેવી નમ્ર વિનંતી છે, આપનો કીમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર…

હેમાડે હાલી ઓલી જાડેરી જાન,જાડેરી જાન,

પરણૅ પારવતી ને શંકર ભગવાન,ભોળા ભગવાન,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

હે દેવોનો ડાયરો ને જોગીની જમાત,

જાનમાં આવ્યાં છે ભૂત કેરી નાથ,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

હે ઉતારો આપ્યો એને મહાણની માથ,

ચોળી ભભૂતિ ભોળે સજ્યો શણગાર,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

હે વાગ્યા છે ઢોલ અને વાગી શરણાઈ,

ચીબરી બાઈ રુડાં ગીતડા રે ગાય,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)
હે માંડવે ઊભો વર પોંખવાને જાન,

ભડકી ને ભાગ્યા સાસુ જોતા જમાત,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)
હે ઘનશ્યામ કહે મંગળ, વરતાણા જાય

તેથી પરણ્યા શિવ પાર્વતી નાથ,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)
હેમાડે હાલી ઓલી જાડેરી જાન,જાડેરી જાન,

પરણૅ પારવતી ને શંકર ભગવાન,ભોળા ભગવાન,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

દર વર્ષે સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન માયાભાઈ આહિર મૌન વ્રત પાળે છે, દરરોજ તેમની વાડીએ હોમ હવન થાય છે, રાત્રે જાણીતા કલાકારો દ્વારા સુર સંગીતની રમઝટ બોલે છે.

વિડીયો