જો ૧૪૮ બીમારિયો થી બચવું હોય તો ભોજન પછી પાણી નાં પીવો. આ ત્રણ વસ્તુ પી શકો છો

મારી તમને એક નાની એવી વિનંતિ છે કે ભોજન પછી પાણી નાં પીશો

તો તમે કહેશો એનાથી શુ ફાયદા થશે?

તમે જે પણ ખાશો એ પછી પેટ મા અગ્નિ પેદા થશે,અગ્નિ થિ ભોજન નું પાચન થઇ જશે, પાચન પછી એમાથી માંસ,મજ્જા,મળ, મૂત્ર,વીર્ય બરાબર માત્રા માં વધી જશે અને ઍ શરીર નાં કામ મા આવશે એટલાં માટે ભોજન કર્યા પછિ પાણી ના પીવો, તો તમે પૂછશો કે ક્યાં સુધી ના પીવું જોઈએ પશુ તો 4 કલાક મા પીવે છે, હવે હુ તમને એક સરળ જાણકારી આપું છું.

ક્યારે આપડે પીવું જોઈએ? આપડે જે પણ કાઈ ખાઈએ છીએ એ પેલા પેસ્ટ મા બદલાય છે. પેસ્ટ મતલબ એ વસ્તુ ન તો સખત છે અને ના એકદમ પ્રવાહી. પેસ્ટ આ બંને વચ્ચે ની અવસ્થા છે.નાં તો સખત છે નાં તો લિક્વિડ છે વચ્ચે ની અવસ્થા ને પેસ્ટ કહે છે.

આપડે જે કાઈ પણ ખાધું ઍ પેસ્ટ મા બદલાય છે. એને લગભગ 1 કલાક લાગે છે, અને પેસ્ટ પછી જે આગળ નું ચરણ છે, એ છે રસ બનવાનું પેલા પેસ્ટ બનશે, ભોજન પછી રસ મા બદલાય છે, અને રસ બદલવાનો જે સમય છે એ 1 કલાક થિ શરૂ થાય છે અને 2 કલાક સુધી ચાલે છે.

એ તમે પેલેથિજ જાણો છો કે કોઈ પણ વસ્તુ રસ બને તો એમાં પાણી હોવું જરુરી છે. જ્યારે ભોજન નો રસ બનવાનું શરૂ થાય છે, એ સમયે પાણી પીવું ઘણું સારૂ રહેશે. તો ઓછામાં ઓછાં 1 કલાક વધારે માં વધારે 2 કલાક પછિ પાણી પીવું.

જો તમારે સ્વસ્થ રહેવું છે, પેટના રોગો થિ મુક્તિ મેળવવી છે, તો ભોજન કર્યા પછી પાણી પીવાનું બંધ કરવુ જ પડશે.

તો તમે પૂછશો કે કાઈ બીજુ કાઈ પી શકીએ છીએ?

તો જવાબ છે હા કાંઇક બીજુ પી શકો છો. મહર્ષિ વાગભટ્ટ જી એ સૂત્ર લખ્યું હતુ “ભોજનાંન્તે વિષમભારી” એટલે કે ભોજન પછી પાણી પીવું ઝેર સમાન છે, બીજી વાત એ પણ એમણે લખી છે કે કાંઈક પીવૂજ છે તો છાશ પી શકો છો, ભોજન પછી દૂધ પી શકો છો, અને કોઈ પણ ફ્ળ નો રસ પી શકો છો,પણ પાણી ના પી શકો.

હવે તમારા મન મા તરત એક સવાલ આવશે કે

જ્યારે આ બધુ પી શકીયે છીયે.તો પાણી કેમ ના પી શકાય? આ બધાં માં પણ પાણી હોય છે.

એનો ઉત્તર સરળ રીત થિ આપુ છું તમે કોઈ ફિલ્મ નું ગિત સાંભળ્યું હશે મને ફિલ્મ નું નામ તો યાદ નથી પણ ગિત યાદ છે “પાની રે પાની તેરા રંગ કૈસા,જીસમે મિલા દૉ ઉસ જૈસા” આ ગિત તમારા શરીર ની ફિલોસોફી છે. પાની રે પાની તેરા રંગ કૈસા .રંગ મતલબ ગુણ પાણી નાં પોતાના ગુણ કોઈ જ નથી, તમે જે વસ્તુ મા મેળવી દો તેંવું જ થઇ જાય છે. પાણી પીવાની ના છે. પણ રસ પી શકો છો. કારણ કે રસ મા જે પાણી છે એ ફ્ળ ના ગુણ વાળું છે, દુંધ મા જે પાણી છે એ દૂધ ના ગુણ વાળું છે.

તમે જો ભોજન લીધાં પછી જો કાઈ પીવા માંગો છો તો ત્રણ વસ્તુ ની પરમિશન છે. તમે કાતો રસ પીવો કાતો દૂધ પીવો કાતો છાશ પીવો.પાણી ના પીસો.

પાણી ક્યારે પીવાનું છે ઓછામાં ઓછી 1 કલાક અને 30 મિનીટ પછી પાણી પીવો. દોઢ કલાક પછી પાણી પીવો.

પછી કોઇક લોકો કહેશે કે ગળામાં ભોજન ફસાઈ ગયું છે તો?

ભોજન ગળામાં ક્યારે ફસાય છે એનું પણ કારણ છે જો તમે ભોજન જલદી જલદી ઉતાવળ માં ખાશો તો જરૂર ગળામાં ફસાશે પણ ધીરે ધીરે ખાશો તો ક્યારેય પણ નઈ ફસાય.

વિડીયો