ભોજનનો કોળિયો ખાતા પહેલા કરો આ એક કામ, કયારેય ઘરમાં નહિ આવે ગરીબી

ખાવું એટલે કે ભોજન દરેક માણસ અને સજીવ વસ્તુની પહેલી અને મુખ્ય જરૂરીયાત છે. આ દુનિયામાં દરેક માણસ બે ટંકનો રોટલો કમાવા માટે જ દિવસ આખો મહેનત કરે છે, જેથી તેના પરિવાર ક્યારેય ભૂખ્યા પેટ સુવે નહિ. ખાધા વગર ધરતી ઉપર જીવવું અશક્ય છે. સાયન્સના એક રીસર્ચ મુજબ જે લોકો પેટ ભરીને અનાજ ખાય છે, તેને સારી અને ગાઢ નીંદર આવે છે. તેનાથી ઉલટું જે લોકો ભૂખ્યા પેટ સુવે છે, તેને રાત આખી શાંતિ નથી મળતી અને ન તો તે સારી રીતે ઊંઘી શકે છે.

ભોજનની સાચી કિંમત તે વ્યક્તિ જાણી શકે છે, જેમણે ઘણા દિવસો સુધી ભોજન ન ખાધું હોય અને તે જ ભૂખની કિંમત સમજે છે. તમે જોયું હશે કે પૈસાદાર લોકોના બાળકોને દરેક વસ્તુ માંગ્યા વગર મળી જાય છે, એટલા માટે તે મહેનત નથી કરી શકતા. તો ગરીબના બાળકો નાનપણથી જ બે ટંકનો રોટલો કમાવા માટે જીવે છે અને એક દિવસ સફળ થાય છે.

ભારત દેશમાં ભોજનની અન્ન દેવતા તરીકે પૂજા થાય છે. માન્યતા છે કે જે અન્નની કદર નથી કરતા, અન્ન તેની ક્યારે પણ કદર નથી કરતું. ભોજન આપણા શરીરને તાજું માજુ અને સ્વસ્થ રાખવા માટે ઘણું જરૂરી છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ જે ઘરમાં ભોજનની કદરને સમજવામાં આવે છે, તેમના ઘરમાં ક્યારે પણ ધનની તંગી નહિ આવે. એટલે તમે પણ ઘરમાં બરકત લાવવા માંગો છો, તો આ લેખ માત્ર તમારા માટે છે. આજે અમે તમને એવા સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે ગરીબીનો હંમેશા માટે ત્યાગ કરી શકો છો. તેના માટે તમારે વધુ મહેનતની જરૂર પણ નથી.

ભોજન ખાતા પહેલા કરો આ કામ :

દરેક વ્યક્તિના જીવનમાં ભોજન એક વિશેષ ભૂમિકા ભજવે છે. એટલે જો તમે બરકત મેળવવા માંગો છો અને ઈશ્વરને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે અમારું એક નાનું એવું કામ કરવાનું યાદ રાખવું પડશે. તે કામને તમે રોજ નિયમિત રીતે ભોજનનો પહેલો કોળિયો ખાવાના બરોબર પહેલા કરો. એમ કરવાથી તમને ક્યારેય પણ ધનની તંગી નહિ આવે. અને માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર જળવાયેલી રહેશે. તમે જયારે પણ ભોજન ખાવ તો એક વખત ઈશ્વરનું નામ હાથ જોડીને જરૂર લો. તેનાથી ન માત્ર તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થશે પરંતુ તમે પ્રેમ પૂર્વક ભોજન ખાઈ શકશો.

ક્યારે પણ નહિ આવે ગરીબી :

ઈશ્વર આ સૃષ્ટિના કણે કણમાં વસે છે. એટલે ભોજન ખાતા પહેલા જો તમે ઈશ્વરનું નામ લો છો કે પછી તેનું ધ્યાન ધરો છો તો તમારું મન શાંત રહેશે અને ઈચ્છા શક્તિ બમણી થઇ જાય છે. તેનાથી શરીરને એક નવી ઉર્જા મળે છે જે ઘરમાં સમૃદ્ધી અને ખુશાલી લાવે છે. આ કામ કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારે પણ ગરીબીનો વાસ થતો નથી અને ન તો આ ઉપાય ઘરમાં ગરીબી આવવા દે છે.

થાળીમાં ન ધુવો હાથ :

શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે જે ઘરમાં અન્નનો અનાદર કરવામાં આવે છે, તે ઘરમાં ક્યારે પણ ખુશીઓ આવતી નથી અને હંમેશા ધનની તંગી રહે છે. એટલે ખાવા વાળા ભૂલથી પણ ખાવાની થાળીમાં હાથ ન ધુવે. એમ કરવાથી લક્ષ્મી માં નારાજ થઇ જાય છે અને પાછા વળીને ઘરમાં પ્રવેશ નથી કરતા. એટલા માટે ખાતા પહેલા હાથ સારી રીતે ધુવો અને ઈશ્વરને યાદ કરીને પછી જ ખાવાનું ખાવ. જેથી તમને આગળ જતા કોઈ પ્રકારની કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.