મેકઅપ વગર આવી દેખાય છે ભોજપુરી હોટ અભિનેત્રી, આમ્રપાલીથી મોનાલીસા સુધી શું ઓળખી શકાઈ આ 9 હિરોઈનો.

મેકઅપ વિના ઘણી બોલિવૂડ એક્ટ્રેસને જોઈ હશે, હવે જુઓ ભોજપુરી હસીનાઓ મેકઅપ વિના કેવી દેખાય છે.

બોલીવુડ ફિલ્મોની અભિનેત્રીની જેમ જ ભોજપુરી ફિલ્મોની હિરોઈનો પણ તેના લુકને લઈને ઘણી જાગૃત રહે છે. તેને સારું લુક આપવા માટે મેકઅપ આર્ટીસ્ટ પણ ઘણી મહેનત કરે છે. ફિલ્મો ઉપરાંત પાર્ટીઓ અને બીજા ઈવેંટસમાં સામેલ થવા માટે પણ તે હિરોઈનો ઘણી વખત મેકઅપનું જાડુ પડ ચડાવે છે. એ કારણ છે કે ઘણી વખત તેને મેકઅપ વગર જોઈ લીધી, તો ઓળખવી પણ મુશ્કેલ બને છે. તેથી ઘણી વખત જયારે ભોજપુરી અભિનેત્રી મેકઅપ વગરના લુકમાં કેમેરામાં કેદ થઇ છે. તેને મેકઅપ વગર જોઈ પ્રસંશક પણ ચક્તિ રહી જાય છે. આ પેકેજમાં અમે દેખાડી રહ્યા છીએ, ભોજપૂરી ફિલ્મોની હીરોઈનોના મેકઅપ વગરના લુક.

અક્ષર સિંહ :

30 ઓગસ્ટ, 1991 ના રોજ જન્મેલી મૂળ પટનાની રહેવાસી છે. અક્ષરના પિતા બીપીન સિંહ જે ભોજપુરી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા છે, અને માં નીલિમા સિંહ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી રહી છે. અક્ષરએ કારકિર્દીની શરુઆત રવી કિશનની સામે 2010 માં ભોજપુરી ફિલ્મ સત્યમેવ જયતેથી કરી હતી, તેને ઓળખ ખેસારીલાલ સાથે આવેલી ફિલ્મ બલમા બિહાર વાલાથી મળી. અક્ષરાએ થોડી ટીવી સીરીયલમાં પણ કામ કર્યું છે, જેમાં સર્વિસ વાલી બહુ, કાલા ટીકા મુખ્ય છે.

આમ્રપાલી દુબે :

આમ્રપાલીના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા, પણ આમ્રપાલીનું મન અભ્યાસમાં ન લાગ્યું. જયારે કોલેજ જવાની ઉંમર થઇ તો તેણે ઓડીશન આપવાનું શરુ કરી દીધું અને એક દિવસ ફિલ્મ માટે સિલેક્ટ થઇ ગઈ. આમ્રપાલીને નીરહુઆ હિન્દુસ્તાની 2, આશિક આવારા, બમ બમ બોલ રહ્યા હૈ, રામ લખનથી ઘણી પ્રસિદ્ધી મળી.

રાની ચટર્જી :

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રાની ચટર્જીએ તેની કારકિર્દી ત્યારે શરુ કરી હતી, જયારે તે ધોરણ 10 માં હતી. તેની પહેલી ફિલ્મ સસુરા બડા પઈસાવાલાથી. આ ફિલ્મમાં રાની સાથે મનોજ તિવારીને કાસ્ટ કરવામાં આવ્યા હતા. ફિલ્મ દરમિયાન રાની માત્ર 16 વર્ષની હતી. આ ફિલ્મે ભોજપુરી સિનેમાની મોટી હીટ સાબિત થઇ. રાનીએ થોડા સમય પહેલા વેબ સીરીઝ મસ્તરામમાં પણ કામ કર્યું છે.

મોનાલિસા :

ટીવી રીયાલીટી શો બીગ બીસ 10થી સમાચારોમાં આવેલી મોનાલીસાનું સાચું નામ અંતરા વિશ્વાસ છે. મોનાલીસાએ અત્યાર સુધી 50 થી પણ વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલીસાએ બીગ બોસમાં સેલીબ્રેટી સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. ત્યાં તેના સંબંધ કોમનર મનુ પંજાબી સાથે જોવા મળ્યા હતા. શો થી ઈવીક્ટ થતા પહેલા તેણે બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ રાજપૂત સાથે બીગ બોસના ઘરમાં જ લગ્ન કર્યા.

કાજલ રાઘવાની :

કાજલ રાઘવાનીનો જન્મ 20 જુલાઈ, 1990 ના રોજ બિહારમના ટેગહર ગામમાં થયો હતો. તેણે પટના યુનીવર્સીટી માંથી ગ્રેજયુએશનનો અભ્યાસ કર્યો છે. કાજલે વર્ષ 2013 માં ફિલ્મ સબસે બડા મુઝરિમથી ડેબ્યુ કર્યું હતું. તેની ફેમસ ફિલ્મ છે, દેવરા ભઈલ દીવાના. તેમાં તેના કો સ્ટાર પ્રદીપ પાંડેય હતા. કાજલ ભોજપુરી સ્ટાર પવન સિંહ, નીરુહુઆ અને ખેસારી લાલ યાદવ સાથે પણ કામ કરી ચુકી છે.

મધુ શર્મા :

મધુ શર્માએ કારકિર્દીની શરુઆત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરી હતી. સાઉથની ડઝનોભર સફળ ફિલ્મોમાં કામ કર્યા પછી મધુએ ભોજપુરી ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી. તેણે 2011 માં ફિલ્મ એક દુજે કે લિયેથી ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. મધુ જયપુરની રહેવાસી છે. તેનો જન્મ 13 ડીસેમ્બર 1984 ના રોજ એક મારવાડી ફેમીલીમાં થયો હતો. ભોજપુરીની આ અભિનેત્રી તાઈક્વોંડોમાં બ્લેક બેલ્ટ છે. તે ઉપરાંત કિક બોક્સિંગ પણ જાણે છે.

નિધિ ઝા (લુલીયા) :

ભોજપુરી અભિનેત્રી નિધિ ઝા લુલીયાના નામથી ઓળખાય છે. તે આજે એક ખાસ સ્થાન ઉપર છે. ખાસ જયારે ફિલ્મોમાં નેગેટીવ પાત્રની વાત આવે છે, તો નિધિનો ચહેરો ડાયરેક્ટરના મગજમાં સૌથી પહેલા આવે છે. નિધિએ ફિલ્મ ગેંગસ્ટર દુલ્હનિયામાં નેગેટીવ રોલ પ્લે કર્યો હતો. તેમાં તેના પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યું હતું.

અંજના સિંહ :

ભોજપુરી ફિલ્મોની હોટ કેક કહેવાતી અંજના સિંહે તેની કારકિર્દીની શરુઆત કરી હતી ભોજપુરીના સદાબહાર સુપરસ્ટાર રવી કિશન સાથે ફિલ્મ એક ઔર ફૌલાદથી. તેનું શુટિંગ તેણે એપ્રિલ 2011 માં શરુ કર્યું હતું. ફિલ્મના શુટિંગ દરમિયાન જ અંજનાના અભિનયની ચર્ચા થવા લાગી હતી. પાછળથી અંજનાએ નુરુહુઆ સાથે વર્ધી વાલા ગુંડા, પવન સિંહ સાથે લાવારીસ, ખેસારી લાલ સાથે લહું કે દો રંગ, વિરાજ ભટ્ટ સાથે મર્દ તાંગેવાલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

પ્રિયંકા પંડિત :

ભોજપુરી ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા પંડિતે 2009 માં 12માં ધોરણમાં અભ્યાસ દરમિયાન જ એક ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઈ હતી. પછી તે એક પાર્ટીમાં ભોજપુરી ફિલ્મના ડાયરેક્ટરે કામ કરવાની ઓફર આપી. 2013 માં મેં ભોજપુરી ફિલ્મ જીના તેરી ગલી મેં કરી. એક વર્ષના ગેપ પછી 2014 માં ફિલ્મ જાનેમનથી પાછી ફરી. પ્રિયંકાએ ફિલ્મ દિલ ભઈલ દીવાનામાં એક આઈટમ સોંગ કર્યું હતું. જે 2015 માં ઘણું ફેમસ થયું હતું.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.