કેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.

બાબા ભોળેનાથનું પવિત્ર અને પૌરાણીક ધામ કેદારનાથ વિષે બધા જાણે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહિયાં ભગવાન શિવના દર્શન માટે આવે છે. તેમ છતાં તેમનું આ મંદિર આજે પણ એક રહસ્ય તરીકે મોટા પડકારો રહેલા છે.

આ ભગવાન શિવનો ચમત્કાર જ તો છે કે કેદારનાથ મંદિર સાથે જોડાયેલી એક અચરજ ભરેલુ સત્ય જાણીને તમે તો શું મોટા મોટા વેજ્ઞાનિકો પણ દંગ છે. ભોળેનાથના આ ધામને બરફ એ પણ જમાવ્યું અને વાવાઝોડા પણ વ્હાવ્યું, પરંતુ તે બધા પછી પણ આ ધામ જેમ ને તેમ જ ઉભું છે.

તો આવો અને તમને જણાવીએ એક એવું સત્ય જે તમને પણ આશ્ચર્યમાં મૂકી દેશે. શું તમે જાણો છો? કે કેદારનાથ મંદિર ૪૦૦ વર્ષ સુધી બરફમાં દબાઈ રહ્યું હતું? એ એકદમ સાચું છે. પરંતુ એટલા સમય સુધી બરફમાં દબાયેલું રહ્યા પછી પણ મંદિરને કાંઈ થયું નથી. એટલું જ નહિ વર્ષ ૨૦૧૩ માં આવેલા જળપ્રલયમાં મંદિર પાણીમાં એકદમથી ડૂબી ગયું હતું. પરંતુ આજે પણ મંદિરની સુંદરતા પહેલા જેવી જ જળવાયેલી છે. વાડિયા ઇન્સ્ટીટયુટના હિમાલય જીયોલોજીકલ વેજ્ઞાનિકોના જણાવ્યા મુજબ મંદિર આજે પણ એકદમથી સુરક્ષિત છે.

તે ઉપરાંત ૧૩ થી ૧૭ મી સદી એટલે કે ૪૯૯ વર્ષ સુધી એક નાનો હિમયુગ આવ્યો હતો. જેમાં હિમાલયનો એક મોટા વિસ્તાર બરફની અંદર દબાઈ ગયો હતો. મંદિર ગ્લેશીયરની અંદર ન હતું પરંતુ બરફમાં જ દબાઈ ગયું હતું.

વેજ્ઞાનિકો નામ જણાવ્યા મુજબ મંદિરની દીવાલ અને પથ્થરો ઉપર આજે પણ તેના નિશાન છે. આ નિશાન ગ્લેશીયર ને ઘસીને બન્યું છે. ગ્લેશીયર દરેક વખતે ખસતું રહે છે. તે ન માત્ર ખસે છે પરંતુ તેની સાથે તેનું વજન પણ હોય છે અને તેની સાથે ઘણા ખડકો પણ, જેના કારણે તેના રસ્તામાં આવેલી દરેક વસ્તુઓ ઘસાતી જાય છે.

જાણકારી મુજબ વિક્રમ સંવત ૧૦૭૬ થી ૧૦૯૯ સુધી રાજ કરવા વાળા મળવાના રાજા ભોજ એ આ મંદિરને બનાવરાવ્યુ હતું, પરંતુ અમુક લોકોના જણાવ્યા મુજબ આ મંદિર ૮ મી સદીમાં આદીશંકરાચાર્ય એ બનાવરાવ્યુ હતું.

વેજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ મંદિર જ મજબુત બનાવવામાં આવ્યું છે. મોટી મોટી ખડકોથી બનેલી છે તેની દીવાલો અને તેનું જે ધાબુ છે તે એક જ પથ્થર માંથી બનેલું છે. જોવામાં આવે તો ૮૫ ફૂટ ઊંચું, ૧૮૭ ફૂટ લાંબુ અને ૮૦ ફૂટ પહોળું છે કેદારનાથ મંદિર. તેની દીવાલો ૧૨ ફૂટ ઉંચી છે અને ઘણા મજબુત પથ્થરો માંથી બનાવવામાં આવી છે. મંદિરને ૬ ફૂટ ઊંચા ચબુતરા ઉપર ઉભું કરવામાં આવ્યું છે. તે અચરજ છે કે એટલા ભારે પથ્થરોને એટલી ઉંચાઈ ઉપર લગાવીને ગોઠવીને કેવી રીતે મંદિરનો આકાર આપવામાં આવ્યો?