જાણો કોમેડી ફિલ્મ હંગામાના ભોલુ આજે ક્યાં છે અને શું કરી રહ્યા છે.

લગાનથી લઈને હંગામા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ એક્ટર જાણો હવે શું કરી રહ્યો છે

2003 માં આવેલી કોમેડી ફિલ્મ હંગામા ગજબ હીટ થઇ હતી. ફિલ્મનું કોમિક ટાઈમિંગ એટલું પરફેક્ટ છે કે આજે પણ જુવો તો હસવું આવી જાય છે. ફિલ્મમાં કોમેડી કોન્ટેક્ટ અપાર મળશે. હીરો-હિરોઈનથી લઈને વિલન સુધી આ ફિલ્મમાં બધા પ્રસિદ્ધ ચહેરા હતા. પણ ફિલ્મમાં એક સાઈડ કેરેક્ટર એવા પણ હતા, જેના વિષે લોકો ઘણું ઓછું જાણે છે. અમે વાત કરી રહ્યા છીએ દૂધ વાળા ઉર્ફ કમીશન ખોર ભોલુની, આવ્યું યાદ?

હવે તો યાદ આવી જ ગયું હશે. એ ખાન છે આજકાલ ક્યાં અને શું કરી રહ્યા છે?

ભોલુનું પાત્ર ભજવવા વાળા અભિનેતાનું નામ અમીન ગાઝી છે. અમીન મુંબઈમાં જ જન્મ્યા અને ત્યાં ભણ્યા અને નાની એવી ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું. તેની પહેલી ફિલ્મ લગાન હતી, જેમાં તેણે ટીપુંનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ એટલી હીટ થઇ હતી તે આપણે બધાને ખબર છે.

ત્યાર પછી અમીને માતૃભૂમિ એ નેશન વિધાઉટ વીમેન, હંગામા, ખેલે હમ જી જાન સે, જેવી હીટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અમીને POGO ચેનલ ઉપર Cambala Investigation Agency નામનો એક શો કર્યો હતો, તે પણ ઘણો પ્રસિદ્ધ થયો હતો.

એટલું જ નહિ, તે વહેલી તકે ગેંગસ્ટર વિકાસ દુબે પાત્ર બની રહેલી ફિલ્મ હનકમાં પણ જોવા મળશે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.