જયારે રાવણના તપથી ગભરાઈ ગયા હતા બ્રહ્મા, ભોલેનાથે આપ્યું હતું રાવણને વરદાન

રામાયણના પ્રસંગમાં રાવણને ઘણો જ અધર્મી અને પાપી ગણવામાં આવ્યો છે. આમ તો એક બીજી રીતે રાવણને જોઈએ તો તેનામાં કાંઈક એવી વાતો હતી જે કોઈને પણ પ્રેરિત કરી શકે છે. રાવણ ખુબ જ જ્ઞાની અને વિદ્વાન હતો અને તેની પાસે અપાર શક્તિ હતી. તેના પતનનું કારણ હતું તેનું જ્ઞાન અને શક્તિ ઉપર ઘમંડ કરવું. રાવણની અંદર એક બીજી ઘણી જ વિશેષ વાત હતી જે સંસારમાં કોઈ બીજા પાસે ન હતી. તે શિવના પરમ ભક્ત કતા. તેના જેવા ભક્ત ન તો કોઈ પેદા થયા અને ન તો થઇ શકશે. તેની ભક્તિથી શિવ ભગવાન પ્રસન્ન થઇ જતા હતા.

રાવણે માગ્યું વરદાન :

એક વખત રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાશ પર્વતનો માર્ગ અપનાવ્યો અને ત્યાં તપસ્યા કરવા લાગ્યો. રાવણે ઘણા સમય સુધી કઠોર તપસ્યા કરી. તેને ન તો ઠંડીની કે ન તો ગરમીની અસર થઈ. તેના મનમાં માત્ર એક જ નામ ચાલતું અને તે હતું શિવ. ભગવાન ભોલેનાથ તો આમ પણ પોતાના ભક્તોની ભક્તિથી ખુબ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેમણે રાવણને તપ કરતા જોયા તો પ્રગટ થઇ ગયા. પ્રભુ જયારે રાવણ સામે પ્રગટ થયા તો રાવણે કહ્યું કે, તમારે મારી સાથે લંકા આવવું પડશે.

શિવજી તેની ભક્તિથી પ્રસન્ન થયા હતા આથી તેમણે કહ્યું કે, હું શિવલિંગ રૂપે તારી સાથે આવીશ. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું પડશે કે, તું જે સ્થાન ઉપર સૌથી પહેલા મને રાખીશ મારું સ્થાન ત્યાં રહેશે. રાવણ તૈયાર થઇ ગયો. તેને લાગ્યું કે એવું કરવામાં શું વાંધો છે, પરંતુ કૈલાશથી લંકાનું અંતર ઘણું વધુ હતું.

રાવણ શિવલિંગ લઈને આગળ વધવા લાગ્યો. ઘણે દુર સુધી ચાલ્યા પછી પણ તેને રસ્તો ઓછો થતો ન દેખાયો તો તેણે આરામ કરવાનું વિચાર્યું. રાવણ થાકને લીધે એ ભૂલી ગયો કે, તેણે આ શિવલિંગ લંકા સિવાય બીજે ક્યાંય રાખવાનું નથી અને તેણે શિવલિંગને રસ્તામાં જ નીચે મૂકી દીધું.

બ્રહ્માએ ઉભો કર્યો અવરોધ :

રાવણ જયારે આરામ કરીને ઉઠ્યો તો તેણે શિવલિંગ ઉપાડ્યું. પરંતુ ભગવાન શિવ હવે તેમનું આસન જમાવી ચુક્યા હતા. અતિશય શક્તિશાળી હોવા છતાં પણ રાવણના હાથેથી શિવલિંગ ન હલી શક્યું. રાવણને પશ્ચાતાપ થવા લાગ્યો અને તે દરરોજ શિવલિંગને પ્રસન્ન કરવા માટે રોજ ૧૦૦ કમળના ફૂલ અર્પણ કરવા લાગ્યો. રાવણ ૧૨ વર્ષ સુધી એમ જ કરતો હતો. બ્રહ્માજીને એ વાતની ખબર પડી તો તેમણે રાવણના કામમાં અડચણ ઉભી કરવાનું નક્કી કર્યું.

ભોલેનાથે આપ્યું વરદાન :

બ્રહ્માજીએ રાવણના ૧૦૦ કમળના ફૂલમાંથી એક કમળનું ફૂલ ચોરી લીધું. રાવણે જયારે ગણતરી કરી કે એક ફૂલ ઓછું છે તો તેણે તેનું માથું કાપીને શિવલિંગ આગળ મૂકી દીધું. રાવણના આ કાર્યથી શિવ અને બ્રહ્મા બંને અંચબીત રહી ગયા. ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઇ તેને ૧૦ માથાનું વરદાન આપ્યું અને બ્રહ્માજીએ પ્રસન્ન થઇ તેની નાભીમાં અમૃતકુંડ સ્થાપિત કરી દીધું અને એક બાણ પણ આપ્યું.

રાવણને સમજાઈ ગયું કે હવે તેને કોઈ હરાવી નહિ શકે. તેવામાં જયારે રાવણનું શ્રીરામ સાથે યુદ્ધ થયું તો દર વખતે રાવણની જ જીત થતી. પછી મંદોદરીએ બાણની જાણ કરી અને વિભીષણે નાભીનું રહસ્ય ત્યારે જઈને શ્રીરામ રાવણને મારી શક્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.