ભૂકંપમાં જો કાટમાળ માં દબાઈ જાવ તો વધુ હલશો નહિ અને ધૂળ ન ઉડાડો. તમારી આજુ બાજુ જે વસ્તુ રહેલી હોય તેનાથી તમારી હાજરી દર્શાવો.
મહત્વની વાતો
* ભૂકંપ ના સમયે ફર્શ ઉપર બેસી જાવ
* ઝટકા બંધ થયા પછી જ ઘરમાંથી બહાર નીકળો
* લડતા રહો અને હિમ્મત ન હારશો
ભૂકંપ ક્યાય પણ ક્યારેય પણ આવી શકે છે. આ હડબડાટી માં પોતાને બચાવવા માટે લોકોમાં ભાગદોડ મચી જાય છે. લોકો આમ તેમ ભાગવા લાગી જાય છે. સામે જે પણ મળે છે તનાથી પોતાને અને પોતાનાને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેવામાં જાનમાલનું નુકશાન વધુ થાય છે. આવા સમયમાં તમે પોતાને બચાવી શકો તેના માટે અહિયાં ૧૫ ટીપ્સ આપવામાં આવેલ છે કે તમારે ભૂકંપ દરમિયાન શું કરવું જોઈએ અને શું નહિ.
ભૂકંપ આવે ત્યારે શું કરવું
(૧) જો ભૂકંપ ના સમયે તમે ઘરમાં હો તો જમીન ઉપર બેસી જાવ.
(૨) ઘરમાં કોઈ મજબુત ટેબલ કે ફર્નીચર ની નીચે બેસીને હાથથી માથું અને ચહેરાને ઢાંકો.
(૩) ભૂકંપના ઝટકા આવે ત્યાં સુધી ઘરની અંદર જ રહો અને ઝટકા બંધ થયા પછી જ બહાર નીકળો.
(૪) જો રાત્રે ભૂકંપ આવે અને તમે પથારી ઉપર સુતેલા જ છો તો સુતા રહો. ઓશિકાથી માથું ઢાંકી લો.
(૫) જો તમે ભૂકંપ દરમિયાન કાટમાળની નીચે દબાઈ જાવ તો કોઈ રૂમાલ કે કપડાથી મોઢું ઢાંકી લો.
(૬) કાટમાળની નીચે પોતાની હાજરીને દર્શાવવા માટે પાઈપ કે દીવાલ ને ઠકઠકાવતા રહો, જેથી બચાવ ટુકડી તમને શોધી શકે.
(૭) જો તમારી પાસે કાઇ જ ન હોય તો બુમો પાડતા રહો અને હિંમત ન હારશો.
ભૂકંપ આવે ત્યારે શું ન કરવું
(૧) ભૂકંપ વખતે તમે ઘરની બહાર હો તો ઉંચી બિલ્ડીંગો અને વીજળીના થાંભલાથી દુર રહો.
(૨) જો ગાડી ચલાવી રહ્યા હો તો તેને રોકી લો અને ગાડીમાંથી બહાર ન નીકળશો. ધ્યાન રાખશો કે કોઈ પુલ કે ફ્લાયઓવર ઉપર ગાડી ઉભી ન રાખશો.
(૩) ભૂકંપના સમયે જો તમે ઘરમાં હો તો બહાર ન નીકળશો.
(૪) જો તમે ભૂકંપ સમયે કાટમાળમાં દબાઈ જાવ તો માચીસ બિલકુલ ન સળગાવશો તેનાથી ગેસ લીક થવાને લીધે આગ લાગવાનો ડર રહી શકે છે.
(૫) ભૂકંપ આવે ત્યારે ઘરમાં હો તો ચાલવું કે દોડવું નહી યોગ્ય જગ્યા શોધી અને બેસી જાવ.
(૬) ઘરના કોઈ ખૂણામાં જતા રહો અને કાંચ, બારીઓ, દરવાજા અને દીવાલોથી દુર રહો.
(૭) લીફ્ટના ઉપયોગથી દુર રહો અને નબળી સીડીઓનો ઉપયોગ ન કરવો. કેમ કે લીફ્ટ અને સીડીઓ બન્ને જ તૂટી શકે છે.
(૮) ભૂકંપમાં જો કાટમાળમાં દબાઈ જાવ તો વધુ હલશો નહી અને ધૂળ ન ઉડાડશો. તમારી પાસે જે પણ વસ્તુ રહેલ છે તેનાથી તમારી હાજરી દર્શાવો.