૧૬ વર્ષના બેરોજગાર આ છોકરાએ કરી એવી શોધ કે વૈજ્ઞાનિક પણ થયા આશ્ચર્યચકિત

ગોરખપુર…પુત્રના લક્ષણ પારણામાંથી જ ખબર પડી જાય છે આ કહેવતને ચરિતાર્થ કરી પોતાની પ્રતિભાને સાબિત કરનારા વિકાસ (આ નામ હમણાં બદનામ છે પણ એ વિકાસ ને ને આને કાઈ સંબંધ નથી) નામના સોળ વર્ષના કિશોરે સંત કબીર નગર જીલ્લામાં રહીને એક એવી ભૂકંપ સૂચક મશીનની શોધ કરીને બધાને આશ્ચર્ય માં મૂકી દીધાં. જેની સહાયતાથી દેશના ત્રીસ રાજ્યો સહીત પાડોશી દેશ નેપાળમાં આવતા ભૂકંપની સુચના બરાબર અડધા કલાક પહેલા આપી દેશે.

ગોરખપુર જીલ્લાના સહજનવા ક્ષેત્ર ના તિલૌરા ગામ ના રહેવાસી ૧૬ વર્ષીય દલિત કિશોરે જયારે પોતાના ગામમાં રહીને પોતાની શોધને મૂર્ત રૂપ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાંના લોકોએ તેની મજાક પણ ઉડાવી પરંતુ ધૂનના પાક્કા વિકાસે આ શોધને પૂરી કરવાનું નક્કી કરીને સંત કબીર નગર જિલ્લાના બડગો ગામ તેના મોસાળ આવી ગયો. જ્યાં એક વર્ષ પહેલા જ તેણે એવા એક યંત્ર નું નિર્માણ કરવામાં સફળતા મેળવી કે જેની મદદથી ભૂકંપ ની આહટની સુચના બરોબર અડધા કલાક પહેલા જ મળી જાય છે. મશીનનો સફળ થવાનો દાવો કરતા વિકાસે વર્ષ ૨૦૧૫ માં ૨૪ અને ૨૫ એપ્રિલે આનું સફળ પરીક્ષણ પણ કરી દીધું.

બધી જાણકારી લખવી અસંભવ છે આ વિડીઓ જુઓ>>

તાંબુ એલ્યુમિનિયમ કોપર વગેરેની મદદથી તૈયાર કરેલ આ ભૂકંપ સૂચક યંત્રનો ખર્ચ દસ હજાર રૂપિયા જે ખુબ મુશ્કેલી થી તેણે ભેગા કરીને આ મશીન બનાવ્યું, ચુંબકીય બળના પ્રયોગથી ભૂકંપની સ્થિતિ અને સાચી દિશાની જાણકારી મશીનમાં લગાવેલી સોય અને કાચ ના ટુકડા કરે છે, જે ભૂકંપ આવવાના પહેલા જ તૂટી જાય છે અને સોય તે દિશામાં જઈને પડે છે, જે દિશામાં ભૂકંપ આવવાનો હોય છે.

વીજળીની મદદથી ચાલતું આ મશીન બનાવ્યા પછી વિકાસે ભૂકંપ જેવી આપત્તિ આવ્યા પહેલા લોકોને સાવચેત કરતી મશીનને જયારે વધારે વિકસિત કરવા ઈચ્છ્યું તો આર્થિક મુશ્કેલીઓ તેની સામે મોઢું ખોલીને ઉભી રહી ગઈ, વિકાસને જરૂર છે સરકારી સહાયતાની જે હજી સુધી તેને મળી નથી, સીમિત સંશાધનો થી તૈયાર આ ભૂકંપ સૂચક યંત્ર ને સૌર ઉર્જાથી સંચાલિત કરવા અને ૧૦ કિલોમીટર સુધીની રેન્જ માં ભૂકંપ આવ્યા પહેલા સાયરન નો અવાજ ઉત્પન્ન કરવા માટે આ મશીન ના નિર્માણ માં હજી વધારે ખર્ચ ની જરૂર છે.

જે ગરીબ વિકાસના હાથની વાત નથી જેના માટે તેણે સરકાર પાસેથી મદદ ની અપેક્ષા રાખી છે. વિકાસ દ્વારા તૈયાર કરેલા ભૂકંપ સૂચક યંત્ર ની વિશેષતા ને ભૌતિક વિજ્ઞાનના એક્ષપર્ટ જિલ્લાના એચ આર ઇન્ટર કોલેજના પ્રવર્તક સંત ત્રિપાઠી નું પણ સમર્થન છે.

જિલ્લામાં તૈયાર કરેલા આ અદભૂત મશીનની સુચના પર ડી એમ ડોક્ટર સરોજ કુમાર પણ ગદગદ છે જે જાતે ચાલીને મશીન ને જોવા અને માસુમ શોધકર્તા વિકાસને મળવાની વાત કહીને તેને દરેક સંભવ આર્થિક સહાયતા અપાવવા અને વિકાસ દ્વારા તૈયાર કરાયેલ યંત્ર ને રાષ્ટ્રીય ઓળખાણ અપાવવાની વાત કહી છે.(બધા કહી ગયા પણ હજુ સહાય મળી નથી)