ભુખ્યાઓ માટે દેવદૂત બનીને આવ્યા આ 5 યુવા, શરુ કરી રોટલી બેન્ક.

દેશના ઘણા ભાગોમાં દરરોજ ન જાણે કેટલા લોકો ભૂખ્યા પેટ સુવા માટે મજબુર થાય છે અને તેના નસીબમાં ટુકડો રોટલો પણ નથી હોતો. તેવા લોકો હંમેશા રેલ્વે સ્ટેશન કે ઝુપડા જેવી જગ્યા ઉપર જોવા મળે છે, જેની વ્યથા સમજવા વાળા ભાગ્યે જ કોઈ હશે. એવા જ દ્રશ્યો મધ્યપ્રદેશના પાટનગર ભોપાલના રેલ્વે સ્ટેશન, સુલ્તાનીયા અને હમીદિયા હોસ્પિટલ અને ઝુપડાની આસપાસ જોઈ શકાય છે, જ્યાં સેંકડોથી હજારો લોકો રોજ ભૂખ્યા પેટ સુવે છે, પરંતુ તેના માટે થોડા યુવાનો તારણહાર બનીને આવ્યા.

મધ્યપ્રદેશના ભોપાલ રેલ્વે સ્ટેશન ઉપર દરરોજ આ લોકો ભૂખ્યા સુવાની ચિંતા થોડા યુવાનોની રાતની ઊંઘ ઉડાડી દીધી અને પછી શું તેમણે તેની મદદ કરવાનું નક્કી કરી લીધું અને હવે તે તેમની મદદ માટે દરરોજ ઘણી મહેનત કરે છે, જેથી તે લોકો બે ટંકનો રોટલો ખાઈ શકે.

ખાસ કરીને આ યુવાનોએ બે વર્ષ પહેલા રોટી બેંક ખોલી, જેનાથી આ ભૂખ્યા લોકોને મદદ મળે છે અને આ યુવાનોને આશીર્વાદ મળે છે. એટલું જ નહિ, આ યુવાનો દિવસ આખો મહેનત કરે છે, જેથી તેના શહેરમાં કોઈ ભૂખ્યા ન સુવે. આવો જાણીએ કે ખરેખર કેવી રીતે તેમના મનમાં વિચાર આવ્યો કે રોટી બેંક ખોલવી છે?

બે વર્ષ પહેલા કરી રોટી બેંકની શરુઆત :-

મળેલી જાણકારી મુજબ, લગભગ બે વર્ષ પહેલા આ યુવાનોએ ભારત ટોકીઝ પાસે આવેલા સેન્ટ્રલ લાયબ્રેરીમાં એક રોટી બેંક ખોલી છે. અહિયાં દરરોજ આવનારા યુવક એક એક રોટી પોતાના લંચ બોક્સમાં વધુ લઈને આવે છે, ત્યાર પછી આ રોટીને એક બેંકમાં જમા કરે છે અને ત્યાં આવનારા લોકોને રોટી મળી જાય અને તે ભૂખ્યા પેટ ન સુવે. આ અભિયાનમાં રચિત માલવીય, વિષ્ણુ પંથી, આલોક તિર્કી, વિવેક શ્રીવાસ્તવ અને શોભિત સિંહ જોડાયેલા છે, તેમણે રોટી બેંકની શરુઆત કરી છે.

કેમ શરુ કરી રોટી બેંક?

આ અભિયાનમાં જોડાયેલા યુવાનોનું કહેવું છે કે પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરતા તેમને ખબર પડી કે દેશઆખામાં લગભગ ૧૯ કરોડ લોકોને ભૂખ્યા સુવું પડે છે. જેના કારણે જ તેમને તેની ચિંતા થવા લાગી અને ત્યારે તેમણે કાંઈક કરવાનું નક્કી કરી લીધું. યુવાનોએ આગળ જણાવ્યું કે તેમણે રોટી બેંક શરુ કરી અને પછી તેમણે લાયબ્રેરીના બીજા યુવાનોને પણ જોડવાનું શરુ કરી દીધું, ત્યાર પછી ચેન લાંબી થતી ગઈ અને હવે અહિયાં રહેલા તમામ ભૂખ્યાને ખાવાનું મળી રહે છે, જેથી તે રાત્રે ભૂખ્યા ન સુવે અને અમે પણ શાંતિથી ઊંઘીએ.

૫૦ યુવાનો આપી રહ્યા છે પોતાનું યોગદાન :-

મીડિયા અહેવાલ મુજબ આ લાયબ્રેરીમાં લગભગ ૮૦૦ યુવાનો અભ્યાસ કરે છે, જેમાંથી અત્યાર સુધી ૫૦ યુવાનો આ અભિયાનમાં જોડાઈ ચુક્યા છે અને તે લોકો ખાવાનું આપવામાં મદદ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા સસ્તું ખાવાનું મળતું હતું, જેના કારણે જ બધા ખાઈ લેતા હતા, પરંતુ હવે ખાવાનું મોંઘુ કરી દેવામાં આવ્યું છે, તો ક્યારે ક્યારે યુવાનોને પણ ભૂખ્યા પેટ સુવું પડે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.