ભૂલથી પણ આ દિવસે તોડવા નહિ તુલસીના પાંદડા, હંમેશા માટે માં લક્ષ્મી થઈ જાય છે નારાજ

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ઘણો જ શુભ માનવામાં આવે છે. તેને દેવી સમાન માનવામાં આવે છે. દિવાળી પછી અગિયારસ ઉપર તો આપણે તુલસીના શ્રીકૃષ્ણ સાથે વિવાહ પણ કરાવીએ છીએ. ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ઘણા લાભ થાય છે. તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધી આવે છે. એવી માન્યતા છે કે આ તુલસીના છોડમાં ઘણી વધુ પ્રમાણમાં સકારાત્મક ઉર્જા રહે છે. તે માતા લક્ષ્મીને પણ ઘરમાં આકર્ષિત કરે છે.

એટલું જ નહિ વાસ્તુ મુજબ ઘરમાં તુલસી રાખવાથી ઘણા પ્રકારના વાસ્તુ દોષ પણ આપોઆપ જ ઠીક થઇ જાય છે. માટે તમે સમજી ગયા કે આ તુલસીજી આપણા માટે કેટલા મહત્વના છે. તેના આધ્યાત્મિક લાભો ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ તે ઘણા ગુણોથી ભરપુર હોય છે.

આપણે બધા ભગવાનની પૂજા કે કોઈ બીજા કામ માટે સમયે સમયે તુલસીના પાંદડા તોડતા રહીએ છીએ. પરંતુ શું તમે એ જાણો છો કે અમુક ચોક્કસ દિવસ એવા પણ હોય છે જયારે આપણે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. જો તમે આ નિયમનું પાલન નથી કરતા તો તમને આર્થિક નુકશાન થઇ શકે છે. તુલસીના છોડને લઈને થોડા નિયમ હોય છે જેનું ધ્યાન તમારે જરૂર રાખવું જોઈએ. તે નિયમોમાં તુલસીના પાંદડા તોડવાની પણ જાણકારી આપવામાં આવી છે. આજે અમે તમને તુલસી સાથે સંબંધિત તમામ નિયમોથી માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ.

રવિવારે ન આપો પાણી : આમ તો તુલસીના છોડને ક્યારેય પણ સુકાવા ન દેવો જોઈએ એટલા માટે તેમા નિયમિત રીતે રોજ પાણી નાખતા રહેવું જોઈએ.પણ રવિવારના દિવસે તુલસીને પાણી આપવાની મનાઈ હોય છે.

રોજ પૂજા છે જરૂરી : જો તમે તમારા ઘરમાં તુલસી રાખો છો તો તે તમારી જવાબદારી જ હોય છે કે તમે તેની સવાર  સાંજ નિયમિત રીતે પૂજા કરો. ખાસ કરીને સાંજના સમયે તુલસી પાસે ઘી નો દીવડો જરૂર પ્રગટાવો.

આ દેવતાઓને ન ચડાવો તુલસી : શાસ્ત્રો મુજબ ગણેશજી અને શિવજીને ક્યારેય પણ તુલસીના પાંદડા ન ચડાવવા જોઈએ. એમ કરવું શુભ નથી માનવામાં આવતું.

રોજ કરો તુલસીનું સેવન : તુલસીના છોડમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે, તે તમારા આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. એટલા માટે તમે રોજ તેનું સેવન કરી શકો છો.

તુલસી સુકાયા પછી કરો આ કામ : જો તમારા ઘરમાં રાખવામાં આવેલો તુલસીનો છોડ કોઈ કારણસર સુકાઈ જાય તો તમે તેણે ઉખાડીને પાણીમાં વહાવી દો. ઘરમાં સુકા તુલસીનો છોડ રાખવો સારું નથી માનવામાં આવતું. જુના છોડને કાઢીને પછી તમે તે જગ્યાએ નવો છોડ લગાવી લો. તેનાથી તમારા ઘરની બરકત જળવાઈ રહેશે.

આ દિવસે ન તોડો તુલસીના પાંદડા

આવો જાણીએ કે ખરેખર કયો દિવસ છે જયારે તમારે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. વાસ્તુ મુજબ રવિવાર, અગિયારસ અને ગ્રહણવાળા દિવસે તુલસીના પાંદડા તોડવાની મનાઈ હોય છે, જો તમે આ દિવસે તુલસીના પાંદડા તોડો છો તો લક્ષ્મીજી નારાજ થઇ જાય છે અને તમારા ઘરે પૈસાની બરબાદી શરુ થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.