ભૂલથી પણ ન કરો ખાલી પેટ ચાનું સેવન, વધે છે પ્રોસ્ટેટ કેન્સર સહીત આ બીમારીઓનું જોખમ.

નાસ્તા સાથે ચા લેવી તમને રીફ્રેશ કરે છે, પરંતુ ખાલી પેટ ચા પીવાથી તમારામાં ચીડિયાપણું પણ વધી શકે છે. ઘણા નિષ્ણાંતોનો દાવો છે કે ખાલી પેટ ચા પીવા વાળામાં હંમેશા થાક અને ચીડિયાપણુંની સમસ્યા વધુ જોવા મળે છે.

ભારતમાં ચાના શોખીન લોકોની ખામી નથી. આદુ, તુલસી, લવિંગ, ઈલાયચી અને તજ જેવી વસ્તુનો ઉપયોગથી તમે તેનાથી ઘણા આરોગ્ય લાભ પણ લઇ શકો છો. ચા પીવાના ઘણા ફાયદા હોય છે. સવારે ઉઠીને રાતની ઊંઘ દુર કરવી હોય કે પછી સાંજે ૪ વાગ્યે દિવસ આખાનો થાક દુર કરીને રીફ્રેશ થવું હોય, આ બધા કામોમાં ચા મદદ કરે છે. અને બીજી તરફ ચા તમારા આરોગ્ય માટે પણ ત્યારે ખતરનાક સાબિત થાઈ શકે છે.

જે લોકો સવારે ઉઠતાની સાથે જ પથારી ઉપર જ ખાલી પેટે ચા પીવે છે, તેને ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. તેનાથી પ્રોસ્ટેટ કેન્સર જેવી ગંભીર બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. આવો જાણીએ ખાલી પેટ ચા પીવાથી શું નુકશાન થઇ શકે છે?

ગળાનું કેન્સર : એક રીપોર્ટના જણાવ્યા મુજબ જે લોકો ગરમા ગરમ ચા પીવાના શોખીન હોય છે, તેને ખાવાની નળી કે ગળામાં કેન્સર થવાનું જોખમ ૮ ગણું વધુ હોય છે. કેમ કે વધુ ગરમ ચા ગાળાની ટીશુને નુકશાન પહોચાડે છે.

ગેસની તકલીફ : આદુની ચા પીવી ફાયદાકારક હોય છે, પરંતુ જો તેને ખાલી પેટ પીશો તો તમને ગેસની સમસ્યા થઇ શકે છે. તે ખાલી પેટ બ્લેક ટી પીવાથી પણ પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે.

પ્રોસ્ટેટ કેન્સર : પ્રોસ્ટેટ સંબંધી બીમારી પુરુષોના ખાલી પેટ ચા પીવાથી થઇ શકે છે. તે દાવો ઘણા વેજ્ઞાનિકો દ્વારા રીસર્ચમાં પણ કરવામાં આવ્યો છે.

વોમેટીંગ : ખાલી પેટ ચા પીવાથી ન માત્ર ગેસની સમસ્યા વધે છે, પરંતુ ઉલટી પણ થઇ શકે છે. ઘણા આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ચામાં ટેનીન મળી આવે છે. એટલે ખાલી પેટ ચા પીવાથી ટેનીનને કારણે ક્યારે ક્યારે તમને વોમેટીંગ થઇ શકે છે.

થાક : જે લોકો ખાલી પેટ ઘણું વધુ દૂધ વાળી ચા પીવે છે, તેને થાકનો અહેસાસ થાય છે. ચામાં દૂધ ભેળવવાથી એંટીઓક્સીડેંટની અસર દુર થઇ જાય છે.

ચીડિયાપણું : નાસ્તા સાથે ચા લેવી તમને રીફ્રેશ કરે છે, પરંતુ ખાલી પેટ ચા પીવાથી તમારે ચીડિયાપણું પણ વધી શકે છે. થોડા નિષ્ણાંતનો દાવો છે કે ખાલી પેટ ચા પીવા વાળામાં હંમેશા ચીડિયાપણુંની સમસ્યા વધુ જોવા મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર જય હિન્દ…