ભૂલથી પણ પપ્પાનું અપમાન ન કરો, કેમ કે એક દિવસ આપણે પણ ઘરડા થઈશું.

એક પિતા એ પોતાના દીકરાનો સારી રીતે ઉછેર કર્યો. તેને સારી રીતે ભણાવ્યો, ગણાવ્યો અને એક સફળ માણસ બનાવ્યો. તેના બળ ઉપર દીકરો એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો. હજારો લોકો તેની નીચે કામ કરવા લાગ્યા. એક દિવસ પિતા એ વિચાર્યું, કેમ નહિ દીકરાની ઓફીસમાં જઈને તેને મળવામાં જાવ.

જયારે પિતા તેની ઓફિસે પહોચ્યા તો તેણે જોયું કે દીકરો એક સરસ ઓફીસમાં બેઠો છે અને ઘણા બધા લોકો તેની નીચે કામ કરી રહ્યા છે. તે જોઈને પિતાને ઘણો ગર્વ થયો. પિતા પોતાના દીકરાની ચેમ્બરમાં ગયા પાછળ જઈને તેના ખંભા ઉપર હાથ રાખી ને ઉભા રહી ગયા. ત્યાર પછી પિતા એ તેના દીકરા ને પૂછ્યું, આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ કોણ છે? દીકરા એ પિતા ને ખુબ પ્રેમ થી હસતા હસતા કહ્યું મારા સિવાય બીજું કોણ હોઈ શકે છે પિતાજી.

પિતા ને એ જવાબ ની આશા ન હતી, તેને વિશ્વાસ હતો કે તેનો દીકરો ગર્વથી કહેશે પિતાજી આ દુનિયા ના સૌથી શક્તિશાળી માણસ તમે છો, જેમણે મને આટલો યોગ્ય બનાવ્યો. દીકરા નો જવાબ સાંભળી ને પિતાની આંખો ભીની થઇ ગઈ.

તે ચેમ્બર ના ગેટ ને ખોલી ને બહાર નીકળવા લાગ્યા. તેણે ફરી વખત પાછા વળી ને ફરી દીકરા ને પૂછ્યું, એક વખત ફરી જવાબ આપ આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ કોણ છે? પુત્ર એ આ વખતે કહ્યું, પિતાજી તમે છો આ દુનિયા ના સૌથી શક્તિશાળી માણસ. પિતા એ સાંભળી ને આશ્ચર્યચકિત થઇ ગયા. તેમણે કહ્યું, હમણાં તો તું તને પોતાને આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ બતાવી રહ્યો હતો, હવે તું મને ગણાવી રહ્યો છે?

દીકરા એ હસતા હસતા કહ્યું તેમને પોતાની સામે બેસાડી ને કહ્યું, પિતાજી તે સમયે તમારો હાથ મારા ખંભા ઉપર હતો, જે પુત્રના ખંભા ઉપર પિતાનો હાથ હોય તે દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ જ ગણાય ને?

પુત્ર ની વાત સાંભળી ને પિતાની આંખો ભરાઈ આવી, તેમણે પોતાના પુત્રને ગળે લગાવી ને પોતાની છાતી સરખો દબાવી દીધો. ખરેખર જેના ખંભા ઉપર કે માથા ઉપર પિતા નો હાથ હોય છે, તે આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ હોય છે.

શિખ : દરેક પિતા ઈચ્છે છે કે તે પોતાના સંતાનને સારામાં સારું શિક્ષણ પૂરું પડે જેથી તે ભવિષ્ય માં કાંઈક બની શકે. બદલાતા સમય માં જોવા મળે છે કે સક્ષમ હોવા છતાં પણ સંતાન જ પોતાના પેરેન્ટ સાથે સારી રીતે વર્તન નથી કરતા, પરંતુ અપમાનિત પણ કરે છે. આપણે સમજવું જોઈએ કે એક દિવસ આપણે પણ ઘરડા થઈશું. તે સમયે આપણું સંતાન પણ આવું જ વર્તન આપણી સાથે કરશે ત્યારે આપણે શું કરીશું?

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.