ભૂલથી પણ પીરિયડ્સ દરમિયાન કરશો નહિ, આ 7 ભૂલો, નહીં તો પછતાશો.

મોટા ભાગે મહિલાઓ પીરીયડ્સના સમયે તકલીફમાં રહે છે. માથાનો દુ:ખાવો, શરીરનો દુ:ખાવો, બ્લીડીંગ, ઊંઘ ન આવવી જેવી ઘણી સામાન્ય તકલીફોનું કારણ હોય છે. તેના કારણથી તેમનું ડેલી રૂટીન ડીસ્ટર્બ થઇ જાય છે. પણ શું તમે જાણો છો? સાચી જાણકારીના અભાવમાં ઘણી વાર મહિલાઓ આ સમયે પેડ, ડાયેટ અથવા પેનકિલરથી સંબંધિત ઘણી એવી ભૂલો કરી બેસે છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડવા લાગે છે. આવો જાણીએ એવી જ કેટલીક ભૂલો વિષે જેને પીરીયડ્સ દરમિયાન ભૂલથી પણ ન કરવી જોઈએ.

પેનકિલર :-

પીરીયડ્સ દરમિયાન થતા દુ:ખાવાથી રાહત મેળવવા માટે મહિલાઓ હંમેશા પેનકિલરની મદદ લે છે. એવું કરવું તમારા આરોગ્ય પર ભારે અસર પાડી શકે છે. અમેરિકન નેશનલ લાઈબ્રેરી ઓફ મેડીસીન મુજબ પીરીયડ્સ દરમિયાન લેવાતી પેનકિલર તમારા આરોગ્ય માટે ખુબ જ હાનીકારક હોય છે. આ પ્રકારની દવાનું સેવન કરવાથી તમારા શરીરમાંથી સારા બેક્ટેરિયા પણ નષ્ટ થઇ જાય છે. તેના કારણે મહિલાને હાર્ટ એટેક, અલ્સર, કીડની, લીવર અને આંતરડા સંબંધિત તકલીફો થઇ શકે છે. આ દુ:ખાવાથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપચાર અપનાવો.

પરફ્યુમનો ઉપયોગ :-

હંમેશા છોકરીઓ પીરીયડ્સ દરમિયાન બ્લડથી આવતી વાસને નષ્ટ કરવા માટે પરફ્યુમનો ઉપયોગ કરવા લાગે છે. તમને જણાવી દઈએ, એવું કરવાથી તમને યીસ્ટ ઇન્ફેકશનની સાથે ઘણા બીજા ઇન્ફેકશનનો ખતરો પણ વધી જાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે પરફ્યુમમાં સિન્થેટિક અને બીજા કેમિકલ આવેલા હોય છે અને તમારી સ્કીનને નુકસાન પહોચાડે છે.

ખાવાનું છોડવું થઇ શકે છે ખતરનાક :-

પીરીયડ્સ દરમિયાન આ ખુબ જરૂરી છે કે તમે જરૂરી માત્રામાં ભોજન કરો. આ સમયે કોઈ પણ કારણથી ખાવાનું છોડવું આરોગ્ય માટે ખતરનાક થઇ શકે છે. યાદ રાખો આ સમયે શરીર ખુબ નાજુક હોય છે, એવામાં ખાવાનું છોડવું ભારે પડી શકે છે. પ્રયત્ન કરો કે તમે જે પણ ખોરાક લો તે પોષ્ટિક જ હોય.

નેપકીનને લઈને બેદરકારી :-

ઘણી વાર આળસ તો ઘણી વાર વિજ્ઞાપનોમાં પેડ લઈને કરેલા ઘણા લાલચી દાવાઓના ચક્કરમાં પડીને મહિલાઓ લાંબા સમય સુધી જ પેડનો ઉપયોગ કરે છે. પીરીયડ્સના દરમિયાન તે ખુબ જરૂરી છે કે તમે દર ત્રણ કલાકે સેનેટરી નેપકીન બદલતી રહો. તેમાં સંક્રમણથી સુરક્ષિત રહેશે. સાથે જ દુર્ગંધની સમસ્યા પણ નહી હોય.

રેયાન કોટન પેડનો ઉપયોગ :-

હંમેશા પીરીયડ્સ દરમિયાન ઉપયોગ થતી મોટા ભાગની પેડ રેયાન, કોટન અથવા બન્નેને ભેગી કરીને બનેલી હોય છે. પણ તમને આ જાણીને હેરાની થશે કે તેમાં હાનીકારક કેમિકલ્સ અને પેસ્ટીઓસાઈડનો ઉપયોગ કરેલો હોય છે. જેની ખરાબ અસર મહિલાઓ ફરટીલીટી પર અસર પડે છે. એફડીએની માનીએ તો ‘તેમાં આવેલા ડાઈઓક્સીન વજાઈનાના ટીશ્યુ પર ખરાબ અસર નાખે છે. હંમેશા ઓર્ગેનિક કોટનથી બનેલા પેડનો જ ઉપયોગ કરવો જોઈએ.

એકસરસાઈઝથી નફરત :-

પીરીયડ્સના સમયે મહિલાઓ હંમેશા સુસ્ત થઇ જાય છે. એવામાં તે હલકી ફૂલકી કસરત કરવાથી પણ ના પાડે છે. પણ તમને જણાવી દઈએ, પીરીયડ્સ દરમીયાન એકસરસાઈઝ કરવી જરૂરી છે. એવું કરવાથી તમારા શરીરથી પરસેવાના સ્વરૂપે બધો ટોક્સીન બહાર નીકળી જાય છે.

અસુરક્ષિત સંબંધ :-

ઘણી મહિલાઓને લાગે છે કે પીરીયડ્સ દરમિયાન તેમના ગર્ભવતી થવાની સંભાવના પૂરી થઇ જાય છે. પણ એવું નથી. આ દરમિયાન પણ ગર્ભવતી થવાની સંભાવના બની રહે છે. તેના સિવાય સંક્રમણથી બચવા માટે પણ આ દરમિયાન સંબંધ બનાવવાથી ના પાડી દેવી જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.