ભૂલો કરવાથી હંમેશાં દુર રહો કારણ કે લોકો તમારી બધી ભલાઈ એક ભૂલ કરવાથી, તરત જ ભૂલી જાય છે.

રાજાના મહેલમાં ઉત્સવ ચાલી રહ્યો હતો. બધા નૃત્યનો આનંદ લઇ રહ્યા હતા, ત્યારે તબલા વગાડવા વાળાને ઊંઘ આવવા લાગી. એ જોઈને નર્તકીએ કંઈક એવું કહ્યું કે સૌની આંખો ખુલ્લી ગઈ

આપણે માણસ છીએ અને આપણાથી પણ ઘણી વાર ભૂલ થઇ જાય છે. તમે કેટલા પણ સારા કેમ ન હો, પણ તમારી એક ભૂલ તમારી બધી ભલાઈને ઢાંકી દે છે. ભૂલથી પણ એવા કામ ન કરવા જોઈએ જેનાથી તમને તમારી બધી ભલાઈ એક જ વારમાં ખલાસ થઈ જાય. લોકો ખરાબ વાતોને વધારે યાદ રાખે છે અને સારી વાતોને ઝડપથી ભૂલી જાય છે. એ વાતોથી તમારે દુર રહેવું જોઈએ. આ વાત અમે તમને એક વાર્તા રૂપે સમજાવીએ છીએ.

નાચવા વાળી એ વાચ્યો આ દુહો :-

ખૂબ પહેલા એક રાજા રહેતા હતા… તે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. તેમના પત્ની અને બે બાળકો હતા. એકવાર દરબારમાં કોઈ આનંદનો પ્રસંગ હતો. આ ઉત્સવના સમયે એક નાચવા વાળીને બોલાવામાં આવી. આ ઉત્સવમાં રાજાનો સંપૂર્ણ પરિવાર અને ગુરુ અને પ્રજાના ઘણા લોકો હાજર હતા. આખી રાત ગાવાનું ચાલતું રહ્યું અને યુવિકા નૃત્ય કરતી રહી. રાજા અને તેમની પ્રજા નૃત્ય જોઈને આખી રાત ખુશ થતા રહ્યા. સવાર સુધી કાર્યક્રમ ચાલતો રહ્યો.

જ્યારે સવાર થવા લાગી ત્યારે તબલા વગાડવા વાળાને ઊંઘ આવવા લાગી. ક્યાંક રાજા તબલા વાળા ઉપર ગુસ્સે ન થઇ જાય નાચવા વાળી એ એક દુહો વાચ્યો.

બહુ વીતી થોડી રહી, પળ પળ ગઈ બિહાઇ

એક પલકને કારણે ન કલંક લાગી જાય.

આ દોહાને સાંભળતા તબલા ફરીથી ગાજી ઉઠ્યા. દરેક વ્યક્તિએ ત્યાં તે દોહાનો અલગ અલગ અર્થ કાઢ્યો. સૌથી પહેલા રાજાના ગુરુ ઊભા થઇ ગયા અને તેઓએ તબલા બંધ કરાવ્યા અને નાચવા વાળી પાસે પહોંચ્યા અને તેના પગને સ્પર્શ કરી લીધા. ગુરુએ કહ્યું – હે નર્તકી, તું મારી ગુરુ છે. હું આખું જીવન ભગવાનની ભક્તિ કરતો રહ્યો અને ગઢપણની ઉંમરમાં ભગવાનને છોડી નાચવા ગાવાનું જોવા આવી ગયો, તે મારી આંખો ખોલી દીધી.

રાજાની દીકરીએ પોતાની નવલખો હાર નાચવા વાળીને આપી દીધો. છોકરીએ કહ્યું- હું એક સામાન્ય છોકરાને પ્રેમ કરું છું અને તેની સાથે ભાગી જવાની હતી, પણ તમે આ દુહાથી મને બતાવી દીધું છે કે જતા જતા મારે મારા પિતાને કલંકિત ન કરવા જોઈએ. છોકરાએ પોતાનો મુકુટ નૃત્ય કરવા વાળીના માથામાં પહેરાવી દીધો અને કહ્યું – મારા મનમાં આ રાજ પાટની લાલચ આવી ગઈ હતી અને હું મારા પિતાની હત્યા કરી દેવા માંગતો હતો.

આ મળી સમગ્ર રાજ્યને શીખ :-

રાજકુમાર એ આગળ કહ્યું કે તે મને શીખવ્યું કે થોડા સમયની વાત છે, પછી આ આ તમામ રાજ પાટ મારું જ થઇ જવાનું છે, પિતાની હત્યા કરવા જેવો હલકો ગુનો મારે ન કરવો જોઈએ. રાજાએ આ બધી વાત સાંભળી, તો પોતાનો રાજમુકુટ નૃત્ય કરવા વાળીને આપી દીધો અને કહ્યું કે તે આ રાજ્યમાં એક સાથે આટલા લોકોને આટલી મોટી સીખ આપી છે. વાસ્તવિક રાજ્ય કરતા તો તને આવડે છે.

હું આજે જ મારા પુત્રનો રાજ્ય અભિષેક કરું છું અને દીકરીને તે જે પણ સામાન્ય છોકરો છે, જો તે મહેનત કરીને કમાય છે, તો હું તેની સાથે તારા લગ્ન કરાવી આપું છું.

આ મળી આખા રાજ્યને શિખ :-

આટલું સન્માન મળ્યા પછી નાચવા વાળી એ કહ્યું – મારા એક દોહાથી આટલા લોકો સુધરી ગયા. આજથી હું મારું આ કામ બંધ કરું છું, આજથી હું ભગવાનનું જ નામ લઈશ. આ વાર્તાથી સૌને શીખ મળી કે, જ્યારે કોઈ પ્રયત્નો કરવામાં લાગી રહે છે, તો થોડા સમય માટે મન ભટકે પણ, તો પણ કોઈ ખોટું કામ ન કરો, જેનાથી તમારી બધી મહેનત ખરાબ થઇ જાય.

તમને પણ આમાંથી શીખ મળી હોય તો તમે પણ શેયર કરી બીજાને વંચાવશો. જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશાન. જય હિન્દ…