શાહરુખ-ગૌરી પર ઈડીની મોટી કાર્યવાહી, KKR સહીત ત્રણ કંપનીઓની 70 કરોડની સંપત્તિ જપ્ત

બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો ફ્લોપ ગયા પછી તેમના દિવસ ઠીક ઠાક નથી ચાલી રહ્યા. વર્ષ 2019 માં ફેન્સ શાહરુખ ખાનની નવી ફિલ્મની આતુરતાથી રાહ જોતા રહ્યા પણ તેમને નિરાશા મળી. ઝીરો પછી શાહરુખે કોઈ ફિલ્મ સાઈન નથી કરી. આ બધા વચ્ચે અભિનેતા પર વધુ એક મુશ્કેલી આવી ગઈ છે. રોઝવૈલી પોંજી ઘોટાળામાં શાહરુખ સાથે જોડાયેલી કંપની સહીત ત્રણ કંપનીઓની 70 કરોડથી વધારેની સંપત્તિ જપ્ત કરી દેવામાં આવી છે.

ઈડીએ મની લોન્ડ્રિંગના કેસમાં મલ્ટીપલ રિસૉર્ટ પ્રાઇવેટ લિમિટેડ, સેંટ ઝેવિયર કોલેજ, કોલકાતા અને કોલકાતા નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર આ કાર્યવાહી કરી છે. શાહરુખ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સના સહ માલિક અને નિર્દેશક છે. તેમાં ત્રણેય કંપનીઓના બેંક ખાતામાં 16.20 કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળના પૂર્વી મેદિનીપુર જિલ્લાના રામનગર અને મહિશદલમાં 24 એકર જમીન, મુંબઈના દિલકપ ચેમ્બરમાં એક ફ્લેટ, કોલકાતાના જ્યોતિ બસુ નગરમાં એક એકર જમીન અને રોઝવૈલી સમૂહની એક હોટલ શામેલ છે.

પ્રવર્તન નિદેશાલયનું માનવું છે કે રોઝવૈલી ઘોટાળો, શારદા પોંજી ઘોટાળાથી વધારે મોટો ઘોટાળો છે. રોઝવૈલી ચિટફંડ ઘોટાળામાં રોઝવૈલી ગ્રુપે લોકોને બે અલગ-અલગ સ્કીમની લાલચ આપી અને સામાન્ય લોકોના પૈસા હડપી લીધા. તેના દ્વારા કંપનીએ લોકો પાસે 17,520 કરોડ રૂપિયા લીધા. જેમાંથી 10, 850 કરોડ રૂપિયા લોકોને પાછા આપવામાં આવ્યા, અને બાકી 6670 કરોડ રકમ હજી પણ આપવાની બાકી છે.

નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત કોલકાતા નાઈટ રાઇડર્સ ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ક્રિકેટ ટીમ છે, અને તેના નિર્દેશકોમાં અભિનેતા શાહરુખ ખાન, ગૌરી ખાન અને તેમની સાથે સાથે જુહી ચાવલાના પતિ જય મહેતા શામેલ છે. ઈડીએ 2014 માં પીએમએલએ અંતર્ગત નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, તેના અધ્યક્ષ ગૌતમ કુંડુ અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. કુંડુની 2015 માં એજન્સીએ કોલકાતામાં ધરપકડ કરી હતી.

વર્ષ 2015 માં આઈપીએલમાં કથિત વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ (ફેમા) ના ઉલ્લંઘનના સંબંધમાં શાહરુખ ખાન સાથે પણ પુછપરછ કરી હતી. તેમાં શંકા જણાવવામાં આવી હતી કે, અભિનેતાએ લગભગ નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (KRSPL) ના શેરોને ઓછી કિંમતમાં વેચ્યા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે