બિગ બોસમાં આવેલ આ કન્ટેસ્ટન્ટ કરી ચુક્યા છે બોલીવુડ ફિલ્મ, સિદ્ધાર્થ-રશ્મિનો રોલ હતો સૌથી શોકિંગ.

ટીવી રીયાલીટી શો બીગ બોસે ઘણા લોકોનું જીવન બદલ્યું છે, આ શો માં આવ્યા પછી ઘણા બધા લોકોની કારકિર્દી બની ગઈ. તેમાંથી થોડા તો બોલીવુડની ઘણી ફિલ્મો પણ કરવા લાગ્યા. તેવામાં આજે અમે તમને એ બીગ બોસના સભ્યો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે બોલીવુડની ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે.

ગૌહર ખાન :- મોડલ અને હિરોઈન ગૌહર ખાન બીગ બોસ ૭ ની વિજેતા હતી, ગૌહર અત્યાર સુધી ‘ઈશ્કજાદે’ ‘રોકેટ સિંહ’ ‘સેલ્સમેન ઓફ દ ઈયર’ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ જેવી ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. તેની સાથે જ તેનો પોતાનો એક મ્યુઝીક વિડીયો પણ રીલીઝ થઇ ચુક્યો છે.

સંતોષ શુક્લા :- સંતોષ બીગ બોસ ૬માં જોવા મળ્યા હતા, આ શો થી તેની ફેન ફોલોઈંગ પણ વધી હતી. બીગ બોસને કારણે જ તે સલમાન ખાનની જય હો અને દબંગ 3 જેવી ફિલ્મમાં જોવા મળ્યા છે.

કામ્યા પંજાબી :- ઘણા ટીવી શો માં નેગેટીવ ભૂમિકા નિભાવનારી કામ્યા પંજાબી બીગ બોસ ૭ માં એન્ટર થઇ હતી. કામ્યાના બોલીવુડ કારકિર્દીની વાત કરીએ તો તે ‘કહોના પ્યાર હે’ ‘ના તુમ જાનો ના હમ’ ‘ફિર ભી દિલ હે હિન્દુસ્તાની’ ‘કોઈ મિલ ગયા’ અને ‘યાંદે’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

સના ખાન :- સના ખાનની કારકિર્દી બીગ બોસ ૬માં આવ્યા પછી ઘણી વધુ સારી ચાલી હતી. તે વાત તે પોતે હિરોઈને પણ સ્વીકારી છે, સનાને તમે સલમાન ખાનની ‘જય હો’ માં જોઈ ચુક્યા છો.

ડોલી બિન્દ્રા :- ‘ઓયે બાપ પર મત જાના’ બીગ બોસ ૪નો આ ડાયલોગ આજ સુધી ફેમસ છે. આ શો પછી ડોલી બિન્દ્રા ઘણી ફેમસ થઇ ગઈ હતી. તે ગદ્દર, દબંગ 3, અજબ પ્રેમ કી ગજબ કહાની જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

રશ્મી દેસાઈ :- ઉતરન, દિલ સે દિલ તક જેવી ટીવી સીરીયલકરી ફેમસ થયેલી રશ્મી દેસાઈ બીગ બોસ ૧૩ માં દેખાઈ હતી. ટીવી ઉપર તો તમે રશ્મીને ઘણી વખત જોઈ ચુક્યા છો, પરંતુ તે દબંગ ૨ ફિલ્મના ગીત ‘દગાબાજ રે’ માં કીમિયો પણ કરી ચુકી છે.

સની લિયોન :- સની લિયોન જો આજે ફેમસ બોલીવુડ અભિનેત્રી છે, તો તેનો પૂરો શ્રેય બીગ બોસને જ જાય છે. જયારે તે બીગ બોસ હાઉસના દ્વાર ઉપર હતી ત્યારે તેને મહેશ ભટ્ટે પર્સનલી મળીને જિસ્મ ૨ ઓફર કરી હતી. ત્યાર પછીથી સની ઘણી બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

સિદ્ધાર્થ શુક્લા :- બીગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા ઘણા ટીવી શો માં દેખાઈ ચુકતા હતા અને તે  ‘હમ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં જોવા મળ્યા હતા. બિગ બોસ જીત્યા પછી તેમની લોકપ્રિયતા ખૂબ વધી અને લોકો તેમણે ખૂબ પસંદ પણ કરવા લાગ્યા હતા પરતું તેઓ 40 વર્ષની ઉમરમાં દુનિયાને છોડીને જતાં રહ્યા.

વિન્દુ દારા સિંહ :- વિન્દુ આમ તો ૨૦૦૯માં બીગ બોસ જીત્યા હતા. દારા સિંહના દીકરા હોવાને નાતે વિન્દુ ઘણી પહેલવાન જેવી ફિલ્મોમાં સ્પોર્ટીંગ રોલમાં જોવા મળી રહ્યા છે. તેની ડેબ્યુ ૧૯૯૪માં કરણ ફિલ્મથી થયો હતો. તે ગર્વ, મેને પ્યાર કયો કિયા, કમબખ્ત ઈશ્ક અને હાઉસફૂલ જેવી હીટ ફિલ્મોમાં આવી ચુક્યા છે.

ગૌતમ ગુલાટી :- બીગ બોસ ૮ના વિજેતા રહેલા ગૌતમ ઘણી ટીવી સીરીયલ્સ કરી ચુક્યા છે. ફિલ્મોમાં તેની એન્ટ્રી વર્ષ ૨૦૧૬માં આવેલી અઝહર ફિલ્મમાં થઇ હતી. તેઓ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ હવે દેખાવવા લાગ્યા છે.

કમલ આર ખાન :- બીગ બોસ 3 પછી ફેમસ થયેલા કમલ આર ખાન દેશદ્રોહી અને એક વિલન જેવી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

અશ્મિત પટેલ :- અમીષા પટેલના ભાઈ અશ્મિત પટેલ બીગ બોસ ૪માં જોવા મળ્યા હતા. તે રાજ, ફૂટપાથ, જય હો જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે.

આસીમ રિયાઝ : બિગ બોસ 13 નો જમ્મુનો છોકરો આસીમ રિયાઝની વાત કરવામાં આવે તો તે મોડલિંગની સાથે ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા છે. તે વરુણ ધવનની ફિલ્મ મૈં તેરા હીરોમાં એક નાનકડો રોલ કરતા દેખાયા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.