Bigg Boss માં આવવાને કારણે આ હરીફોનું થઈ ગયું હતું બ્રેકઅપ, એકના તો લગ્ન પણ તૂટ્યા

બીગ બોસ એક એવી જગ્યા છે, જ્યાં સંબંધો જોડાય પણ છે અને તૂટે પણ છે. હાલની સમયની સીઝનમાં આપણે સિદ્ધાર્થ અને રશ્મીની માથાકૂટ જોઈ રહ્યા છીએ. તેની સાથે જ પારસ – માહિરા અને સિદ્ધાર્થ – શહનાઝના પણ સંબંધો જોડાતા જોવા મળી રહ્યા છે. પ્રિન્સ પુવિકા કિશ્વર સુયશ, કેથ રોશેલ વગેરે એવા લોકો છે, જેમને બોગ બોસ હાઉસની અંદર જ પોતાનો સાચો પ્રેમ મળ્યો હતો.

આમ તો બીગ બોસે માત્ર જોડીઓ જ નથી બનાવી પરંતુ તોડી પણ છે. અહિયાં ઘણા એવા કંટેસ્ટેન્ટ પણ આવ્યા જેનું બીગબોસમાં આવવાને કારણે જ બ્રેકઅપ થઇ ગયા. આજે અમે તમને તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

પ્રિયંક શર્મા અને દિવ્યા અગ્રવાલ :-

પ્રિયંક અને દિવ્યાને પ્રસિદ્ધી સ્પિલ્ટવિલા રીયાલીટી શો દરમિયાન મળી હતી, ત્યારે આ બંને જ એક બીજાના પ્રેમમાં પાગલ જોવા મળતા હતા. ત્યાર પછી બીગ બોસમાં બંનેની એન્ટ્રી થઇ. આમ તો પ્રિયંકનું એ કહેવાનું હતું કે બીગ બોસમા આવતા પહેલા જ બંનેના બ્રેકઅપ થઇ ચુક્યા હતા.

પરંતુ છતાં પણ જયારે બીગ બોસમાં એક છતની નીચે રહેવા લાગ્યા, તો બંને વચ્ચેની તે લવ વાળી કેમેસ્ટ્રી દર્શકોને જોવા મળી હતી. આમ તો જયારે પ્રિયંકને એક્સ રોડીઝ કંટેસ્ટેન્ટ બેનાફષા સુનાવાલા સાથે પ્રેમ વધવા લાગ્યો તો દિયાએ નેશનલ ટીવી ઉપર એક ટાસ્ક દરમિયાન પ્રિયંક સાથે બ્રેકઅપ કરી લીધો હતો.

બેનાફસા સુનાવાલા અને વૃદ્ધ સુદ :-

પ્રિયંક અને બેનાફષાના નજીક આવવાને કારણે જ એક્સ રોડીઝ કંટેસ્ટેન્ટ વરુણ સુદની રીલેશનશીપ બેનાફસા સાથે બગડી ગઈ. જયારે બેનાફસા શો માંથી એલીમેનીટ થઇ હતી ત્યારે વરુણ સાથે તરત બ્રેકઅપ પણ કરી લીધા હતા. આમ તો રસપ્રદ વાત એ છે કે હાલમાં વરુણ અને દિવ્યા એક સાથે રીલેશનમાં છે. એટલે કે બંનેએ પોતાના એક્સ સાથે જ સબંધ બાંધી લીધો. ખરેખર આ ઘણું વિચિત્ર છે.

સારા ખાન અને અલી મર્ચન્ટ :-

સારા અને અલીએ તો બીગ બોસ હાઉસની અંદર જ લગ્ન કરી લીધા હતા. આમ તો જેવા આ બન્ને શો માંથી બહાર નીકળ્યા તો માત્ર એક મહિના પછી તેમણે સંબંધ તોડી નાખ્યા. તેવામાં તેના ફેંસ ઘણા ચકિત થઇ ગયા હતા. ઘણાનું એવું પણ માનવું હતું કે બંનેએ બસ પ્રસિદ્ધી માટે જ બોગ બોસમાં લગ્ન કર્યા હતા.

સુષ્ટિ રોડે અને મનીષ નાગદેવ :-

સૃષ્ટિ અને મનીષ એક બીજા સાથે ચાર વર્ષથી રીલેશનશીપમાં હતા. તેવું પણ કહેવામાં આવે છે કે બંનેની સગાઈ પણ થઇ ગઈ હતી, આમ તો જયારે સૃષ્ટિ બીગ બોસમાં આવી અને ઘર માંથી બહાર ગઈ તો બંનેના સંબંધ તૂટી ગયા. કહેવામાં આવે છે કે તેનું કારણ સૃષ્ટિનું પોતાના બીગ બોસ કંટેસ્ટેન્ટ રોહિત સુચંતી સાથે સંબંધ હતો. શો માં બંને જે પ્રકારે સાથે રહેતા હતા તે વાત મનીષને પસંદ ન આવી અને તેમણે બ્રેકઅપ કરી લેવાનું યોગ્ય સમજ્યું.

તો આ હતી તે કંટેસ્ટેન્ટ જેમના લવ લાઈફ માં બીગ બોસને કારણે જ તોફાન મચી ગયું હતું. આમ તો તેમાંથી તમારી ફેવરીટ જોડી કઈ હતી તે જરૂર જણાવશો. વર્તમાન સીઝનમાં તમને શું લાગે છે કઈ જોડી શો પછી ટકી રહેશે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.