તમે અભિનેતા મનોજ કુમારની ફિલ્મ રોટી, કપડા ઓર મકાન તો જોય જ હશે. દરેક માણસની આ ત્રણ મોટી જરૂરિયાતો હોય છે ત્યાર પછી જ વ્યક્તિ આગળનું વિચારી શકે છે. મકાન ખરીદવું માણસના જીવનનું મોટું રોકાણ માનવામાં આવે છે, અને તેને દરેક સુરક્ષિત રાખે છે. એવું જ એક માણસે પણ કર્યુ જયારે તેને કરોડોનું વિશાળ મકાન મળ્યું. પરંતુ ત્યાર પછી તેણે કાંઈક એવું કરી દીધું કે પહેલા તો લોકો ચકિત રહી ગયા પરંતુ પાછળથી તે માણસના આ કામના ઘણા વખાણ થવા લાગ્યા. કેમ કે તે વ્યક્તિ એ મકાનની ચારે તરફ લગાવરાવી મોટી ટ્યુબ, તે કામના બદલામાં તેને ઘણી ખ્યાતી મળી, કેમ કે તે વ્યક્તિએ એવું પોતાનું કિંમતી ઘર બચાવવા માટે કર્યુ હતું.
વ્યક્તિએ મકાનની ચારે તરફ લગાવરાવી મોટી ટ્યુબ :
અમેરિકાના ટેક્સાસના રહેવાસી એક માણસએ જયારે પોતાનું નવું મકાન ખરીદ્યું, તો તેને લગભગ ૪૦૦ ફૂટ લાંબી ટ્યુબથી ઘેરી લીધું. હવે પડોસીઓની સાથે સાથે ત્યાંથી આવતા જતા લોકો તે મકાનને ઘણું ધ્યાનથી જોતા હતા, અને નવાઈ પામતા રહી જતા હતા, કે આ મકાન માલિકે એવું શું કામ કર્યુ હતું.
એવું જ ઘણા મહિના સુધી ચાલતું રહ્યું, પરંતુ થોડા મહિના પછી ત્યાની ઓથોરીટીએ પુર આવવાની ચેતવણી આપી દીધી, અને લોકોએ ઘર ખાલી કરી દીધા. તે વિસ્તારમાં રહેવા વાળા તમામ લોકોએ પોત પોતાના ઘર ખાલી કરી દીધા, પરંતુ તે માણસ પોતાના ઘરે જ રહ્યા. પછી પુર આવ્યું અને તેના સુધી પાણી ન પહોચ્યું. ત્યારબાદ બધું સામાન્ય થયું અને લોકો જયારે પોત પોતાના ઘરે આવ્યા તો સૌ બરબાદ થઇ ગયા, પરંતુ તે માણસ એવો જ જળવાઈ રહ્યો. લોકો તેની બુદ્ધીના વખાણ કરવા લાગ્યા અને તેનું ઘર લગભગ 2 મિટર સુધી ટ્યુબથી ઘેરાયેલુ રહ્યું.
રેંડીએ જયારે ટેક્સાસમાં ઘર લીધું ત્યારે તે વોકેશન જોઈને આવનારી પરિસ્થિતિથી માહિતગાર હતા, અને તેને લીધે કોઈ સમસ્યા ઉભી થાય તેનો સામનો કરવાની વ્યવસ્થા કરી લીધી હતી. એવું એટલા માટે કેમ કે જ્યાં તેણે મકાન લીધું હતું તેની નજીકમાં જ બ્રાજોસ નદી છે, અને તેમાં પાણીનું લેવલ વધવાથી પુર આવી જ જાય છે. તેનાથી પોતાના ઘરને સુરક્ષિત કરવા માટે રેંડીએ ઘણા પ્રકારની રીત શોધી અને જયારે તેને ઉપાય મળ્યો તો તેણે ટ્યુબને પોતાના ઘરની ચારે તરફ ઇન્સ્ટોલ કરી દીધી. તેણે ઘરની ચારે તરફ લગાવરાવી દીધી. તે વખતે તેના એક્વાડમની જાણ થઈ તો તેણે પોતાના ઘરને ચારેય તરફથી ઢાંકવાનું વિચારી લીધું.
પાડોશીઓની ખુલી આવી રીતે આંખો :
આ સેટને તૈયાર કરવા અને ઇન્સ્ટોલ કરવામાં ઘણો સમય લાગી ગયો હતો, પરંતુ જયારે એ સંપૂર્ણ તૈયાર થયું તો સૌને હલાવી દીધા. કેમ કે તે જોઈને રેંડીની આજુ બાજુ રહેવા વાળા લોકોએ તેની ઘણી મજાક ઉડાવી. પરંતુ જયારે પુર આવ્યું અને તેનું ઘર સુરક્ષિત રહ્યું ત્યારે લોકોએ તેના વખાણ કર્યા. વરસાદના સમયે ડબ ઓથોરીટી તરફથી તમામ ઘર ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ તેને કોઈ વાતની તકલીફ ન હતી.