બીગ બોસ સેલેબ્સની ફી નું લીસ્ટ વાયરલ, આ કંટેસ્ટેન્ટને મળી રહી છે સૌથી વધુ રકમ

બોગ બોસ ૧૩ના ટીઆરપીએ જુના રેકોર્ડ તોડ્યા છે, આ વખતે શોની સૌથી ખાસ વાત એ છે કે તમામ ખેલાડી સ્ટ્રોંગ છે અને જોરદાર ગેમ રમી રહ્યા છે. બીગ બોસ ફેનકલબ ઉપર સીઝન ૧૩ના કંટેસ્ટેન્ટની એક યાદી વાયરલ થઇ રહી છે, જેમાં તેની ફીની જાણકારી આપવામાં આવી છે. જાણીએ તે યાદી મુજબ કોને કેટલી ફી મળી રહી છે.

ફેનકલબ ઉપર વાયરલ લીસ્ટ મુજબ સૌથી વધુ ફી ટીવીની હિરોઈન રશ્મી દેસાઈને મળી રહી છે. તેને ૧૫ લાખ ફી આપવામાં આવી રહી છે.

બીજા નંબર ઉપર છે દેવોલીના ભટ્ટાચાર્જી. તેને રીયાલીટી શો માટે ૧૨ લાખ રૂપિયા મળવાના સમાચાર છે. આ દિવસોમાં બેંક ઇન્જરીને કારણે જ શો માંથી બહાર છે. સીઝન ૧૩ના મોસ્ટ પોપુલર કંટેસ્ટેન્ટ સિદ્ધાર્થ શુક્લાને ૯ લાખ ફી આપવાના રીપોર્ટ છે. સમાચારો એ પણ છે કે શોના એક્સટેન્સનથી શુક્લા ખુશ ન હતા. પાછળથી મેકર્સે સિદ્ધાર્થની ફીમાં વધારો કરી તેને શો માં રહેવા માટે મનાવ્યા.

વિશાલ આદિત્ય સિંહ અને તેની એક્સ ગર્લફ્રેન્ડ શો માં ખાસ કમાલ નથી દેખાડી રહી. ફેનકલબ મુજબ વિશાલને ૮ લાખ અને મધુરિમાને પાંચ લાખ ફી આપવામાં આવી રહી છે.

કાંટા લગા ગર્લ શેફાલી ઝરીવાલાને બીગ બોસનો ભાગ બનવા માટે ૭.૫ લાખ રૂપિયા ફી મળી રહી છે. શૈફાલી શરુઆતમાં સ્ટ્રોંગ દેખાતી હતી. પરંતુ હવે તેની ગેમ નબળી પડી ગઈ છે.

પંજાબની કેટરીના કેફ શહનાજ ગીલ સૌથી ફેવરીટ બની ગઈ છે. પહેલા તેની ઓળખાણ માત્ર પંજાબ સુધી હતી. પરંતુ હવે તેને આખો દેશ ઓળખે છે. શહનાજ ગીલને ૪.૫ લાખ ફી મળવાના સમાચાર છે.

બીગ બોસમાં ગુમ થઇ રહેલી આરતી સિંહને ૧.3 લાખ ફી મળી રહી છે.

અરહાન ખાને બીગ બોસમાં ફરીથી એન્ટ્રી કરી છે. હાલના દિવસોમાં તેની રશ્મી દેસાઈ સાથે રીલેશનશીપ ચર્ચામાં છે. તેને ૧.૨ લાખ ફી મળી રહી છે.

શૈફાલી બગ્ગાને ૧ લાખ ફી મળી રહી છે. શૈફાલી પહેલા પડાવમાં શો માંથી આઉટ થઇ ગઈ હતી, થોડા દિવસોથી તે શો માં ફરી પાછી આવી છે.

ટીવી હિરોઈન માહિરા શર્માને ૯૦ હજાર ફી મળી રહી છે. પહેલા પડાવ પછી જ માહીરાની ગેમ સ્ટ્રોંગ થઇ છે. માહીરાની પારસ સાથેની દોસ્તી લોકોને પસંદ આવી રહી છે.

ફેનક્લબના અહેવાલ મુજબ પારસ છાબડાને બીગ બોસ મેકર્સ ૬૫ હજાર ફી આપી રહ્યા છે. પારસની અટપટી પ્લાનિંગ અને સ્ટ્રેટેજી લોકોને એન્ટરટેઈન કરી રહી છે.

ફેનક્લબના આ લીસ્ટમાં સૌથી ઓછી ફી અસીમ રીયાઝને મળી રહી છે. તેને ૬૦ હજાર ફી આપવામાં આવી રહી છે. બીગ બોસમાં આવ્યા પહેલા અસીમ પોપ્યુલર ન હતી. પરંતુ હવે તે બધાની પસંદગીપાત્ર બની છે.

ફેનક્લબ ઉપર સામે આવેલા બીગ બોસ કંટેસ્ટેન્ટસની ફીમાં કેટલું સત્ય છે, તે તો બીગ બોસ અને પોતે સેલેબ્સને જ ખબર હશે. કંટેસ્ટેન્ટસની ફી ઉપર ક્યારેય પણ સત્તાવાર જાણકારી આપવામાં નથી આવી. માત્ર અંદાઝ જ લગાવવામાં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.