શિવ ભગવાનને મૂર્તિ અને લિંગ બન્ને રીતે પૂજવામાં આવે છે. ક્યારે ક્યારે તમે સાંભળ્યું હશે કે મહાકાલ અને બીજા શિવલીંગોનો આકાર નાનો થતો જઈ રહ્યો છે, પરંતુ અમે તમને એક એવા શિવલિંગ વિષે જણાવીશું જેનો આકાર ઘટતો નથી પરંતુ દર વર્ષે વધી જાય છે.
આ શિવલિંગ છત્તીસગઢના ગરિયાબંદ જીલ્લામાં આવેલા ભૂતેશ્વરનાથનું છે. આ કુદરતી રીતે બનેલું દુનિયાનું સૌથી મોટું શિવલિંગ છે. તે જમીનથી લગભગ ૧૮ ફૂટ ઊંચું અને ૨૦ ફૂટ ગોળાકાર છે. રાજ્ય વિભાગ દ્વારા દર વર્ષે તેની ઊંચાઈ માપવામાં આવે છે, જેમાં દર વર્ષે તે ૬ થી ૮ ઇંચ વધેલું જોવા મળે છે.
શું છે માન્યતા આ શિવલિંગની :
મેન શહેરથી ત્રણ કી.મી. દુર ગાઢ જંગલોની વચ્ચે મરોદા ગામમાં આ શિવલિંગ છે. ૧૨ જ્યોતિર્લીંગોની જેમ તેને પણ અર્ધનારીશ્વર શિવલિંગની માન્યતા પ્રાપ્ત છે.
અહિયાંના શિવલિંગ વિષે વાર્તા છે કે ઘણા વર્ષો પહેલા પારાગામના રહેવાસી જમીનદાર શોભા સિંહની અહિયાં ખેતી વાડી હતી. શોભા સિંહ જયારે પોતાના ખેતરમાં ફરવા જતા હતા તો તેને એક ટેકરા પાસે સાંઢને ચલાવવા અને સિંહના દોડાવવાનો અવાજ સંભળાતો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે આ તેનો વહેમ છે, પરંતુ ઘણી વખત આ અવાજને સંભળાયા પછી શોભા સિંહએ ગામ લોકોને આ વાત વિષે જણાવ્યું.
ગામ લોકોએ પણ ટેકરાની પાસે ઘણી વખત અવાજ સાંભળ્યો હતો. ત્યાર પછી બધાએ આજુ બાજુ સાંઢ અથવા સિંહની શોધ કરી, પરંતુ દુર દુર સુધી કોઈ જાનવર ન મળ્યું. તેના દર્શન કરવા અને જલાભિષેક કરવા દર વર્ષે સેંકડોની સંખ્યામાં કાવડિયા પગપાળા યાત્રા કરી અહિયાં પહોચે છે. અહિયાં આવનારા ભક્તોની સંખ્યામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે.
વિશ્વનું વિશાળ શિવલિંગ :
પહેલા આ ટેકરો નાના સ્વરૂપમાં હતો પરંતુ ધીમે ધીમે તેની ઉંચાઈ અને ગોળાઈ વધતી ગઈ. તેનું વધવાનું આજે પણ ચાલુ છે. લોકો આ ટેકરાને પૂજવા લાગ્યા છે. આ શિવલિંગમાં કુદરતી પ્રદત્ત જળહરી પણ જોવા મળે છે, ધીમે ધીમે જમીનની ઉપર આવી રહી છે. છત્તીસગઢી ભાષામાં હંકારવાના અવાજને ભર્કુરા કહે છે, તેના લીધે જ ભૂતેશ્વરનાથને ભર્કુરા મહાદેવ પણ કહે છે.
આ શિવલિંગનું પૌરાણીક મહત્વ વર્ષ ૧૯૫૯ માં ગોરખપુર દ્વારા પ્રકાશિત ધાર્મિક કલ્યાણના વાર્ષિક અંકમાં વર્ણન છે, જેમાં તેને વિશ્વનું એક અનોખું વિશાળ શિવલિંગ ગણાવવામાં આવ્યું છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.