આવી સૌથી મોટી સુનામી… ડૂબી ગયું આખુ ને આખુ શહેર-ચારો તરફ તરી રહી છે લાશો

આ સૃષ્ટિ ઉપર અવાર નવાર કુદરતી આપત્તિઓ આવતી જ રહે છે. કુદરતી વાતાવરણમાં કોઈ ફેરફાર થવાથી આવી કુદરતી આપત્તિઓ આવતી જ રહે છે. જેમાં આપણે પણ ઘણી એવી કુદરતી આપત્તિઓનો સામનો કરી ચુક્યા છીએ, અને તેના વિષે વાકેફ પણ છીએ. તો આવી જ એક આપત્તિ વિષે અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે આપત્તિ છે સુનામી. ઇન્ડોનેશિયામાં શનિવારે એક વખત ફરી સુનામીનો કહેર વરસ્યો છે. અહિયાં એક જ્વાળામુખી વિસ્ફોટ પછી દરિયામાં આવેલી સુનામીમાં લગભગ ૪૩ લોકોના મૃત્યુ થઇ ગયા છે. સાથે જ ૬૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં મરવા વાળાની સંખ્યા હજુ વધી શકે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્વાળામુખીમાં વિસ્ફોટ પછી દરિયાની નીચે સપાટીમાં હલન ચલન શરુ થઇ અને તેનાથી દરિયાની નીચે ભૂસ્ખલન થયું. તેના કારણે સુનામીની લહેરો ઉઠી અને કેર વરસાવ્યો. આ સુનામીની લહેરોએ શનિવારની રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે ઇન્ડોનેશિયાના દક્ષીણ સુમાત્રા અને પશ્ચિમ જાવાના દરિયાઈ વિસ્તારમાં કેર વરસાવ્યો. તેની ઝપેટમાં આવવાથી ઘણી બિલ્ડીંગો પણ ક્ષતિગ્રસ્ત થઇ છે. અધિકારીઓએ આ સુનામી ક્રેકટો જ્વાળામુખીના ‘ચાઈલ્ડ’ કહેવાતા અન્ય બીજા ક્રેકટો જ્વાળામુખીના ફાટવાથી આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઘટના પછી ઇન્ડોનેશિયાની જોયોલાજીકલ એજન્સી તેની તપાસમાં લાગી ગઈ છે.

તે પહેલા પૂર્વી ઇન્ડોનેશિયાના પાપુઆ રાજ્યમાં ૧૬ ડીસેમ્બરના રોજ ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ સુનામીની ચતવણી જાહેર કરવામાં આવી ન હતી. અમેરિકા ભૂગર્ભ સર્વેક્ષણના જણાવ્યા મુજબ ૧૬ ડીસેમ્બરના રોજ સ્થાનિક સમય મુજબ સાંજે છ વાગીને ૪૨ મિનીટના સમયે ભૂકંપ આવ્યો. રાજ્યના પાટનગર જ્યાપુરાથી દક્ષીણ પ્સ્ચીનમાં લગભગ ૧૫૮ કી.મી. દુર આવેલા ભૂકંપની ઊંડાઈ ૬૧ કી.મી. હતી.

આપણા દેશમાં આ વર્ષે કેરળમાં પણ પુર આવ્યું હતું. એ પૂરમાં ઘણી જાનહાની અને માલહાની થઈ હતી. કેટલાય લોકો એમાં બે ઘર થયા છે. પણ આપણા દેશના લોકોએ પોતાનું ઉદારતા દેખાડી. લોકોએ પોતાનાથી શક્ય હોય એટલી પૈસા, ખોરાક અને કપડાની મદદ કરી. જેથી પુર ગ્રસ્ત લોકોને થોડી રાહત મળી શકે. આ પુણ્યના કામમાં દેશની સરકાર, સામાન્ય લોકો અને મોટી હસ્તીઓ એ પોતાનું યોગદાન આપી એમની થોડી મદદ કરી હતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ, એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.