બિહારની દીકરી શિવાંગી બનશે ભારતીય નેવીની શાન, પહેલી મહિલા પાયલટ બની ઉંચુ કર્યું માં-બાપનું નામ

દુનિયામાં જન્મેલા દરેક માણસ એ સપનું જુવે છે કે આખી દુનિયામાં તેનું એક સફળ માણસ તરીકે નામ હોય અને તેના ફોટા છાપા અને ટીવી મીડિયા ઉપર છવાઈ જાય. પરંતુ આ સપનાને સાચા બનાવવા માટે મહેનતની ઘણી જરૂર રહે છે જે ઘણા ઓછા લોકો કરી શકે છે. દુનિયાભરના કરોડો લોકોમાં જે મહેનત કરી શકે છે તેમાંથી એક છે ભારતના બિહાર રાજ્ય માંથી આવનારી દીકરી શિવાંગી. તેની કામગીરીએ તે વાત સિદ્ધ કરી દીધી કે છોકરીઓ છોકરાથી નબળી નથી હોતી, જયારે વાત દેશની આવે ત્યારે તે પણ દુશ્મનોને પાઠ ભણાવવા માટે તૈયાર છે.

બની પહેલી મહિલા નૌસેના પાયલોટ

તમને જાણીને ગર્વનો અહેસાસ થશે કે શિવાંગી પોતાની સખત મહેનતને કારણે ભારતીય નૌસેનાની પહેલી મહિલા પાયલોટ બની ગઈ છે. શિવાંગી હવે નૌસેનામાં સબ લેફટીનેંટનો હોદ્દો મેળવી ચુકી છે. ૨ ડીસેમ્બર ૨૦૧૯ સોમવારના રોજ પાસીંગ આઉટ પરેડ પછી પોતાની જવાબદારી સાંભળનારી શિવાંગી હાલમાં કોચી નેવલ બેઝમાં ઓપરેશન ડ્યુટી જોઈન્ટ કરી ચુકી છે.

માતા પિતાને છે ગર્વ, ઘરમાં શરુ થયો ઉત્સવ

સમાજના દરેક માતા પિતા પોતાના બાળકોની નાની અને મોટી દરેક સફળતામાં ગર્વ અનુભવે છે. જ્યારે આ ખુશ કરી દે તેવા સમાચાર શિવાંગીના ઘર સુધી પહોંચ્યા ત્યારે તેના માતા પિતા ઘણા ખુશ થયા. શિવાંગીના પિતા વ્યવસાયથી શિક્ષક છે, બકોલ હરીભૂષણ સિંહજી કહે છે કે,”અમે સામાન્ય કુટુંબ માંથી આવીએ છે, છતાં પણ અમારી દીકરીએ ઘણી મોટી સિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે, હું તો દુનિયાના દરેક માતા પિતાને કહું છું કે પછી ભલે દીકરા હોય કે દીકરી પોતાના બાળકોને સપોર્ટ કરો. જેવી રીતે હું ગર્વ અનુભવું છું તેમ એક દિવસ તમને પણ આ અનુભવ થશે.”

બીજી તરફ શિવાંગીનીમાં કહે છે કે,” મે ક્યારેય શિવાંગીને હાર ન માનવા દીધી. હંમેશા તેની સાથે હતી અને તેની હિંમત વધારી છે.”

ઉડવાનું જ હતું મારું સપનું

બિહારના મુઝફ્ફરપુરથી આવતી શિવાંગીએ પોતાનો ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ ડીએવી બખરી માંથી પૂરો કર્યો. ત્યારપછી બીટેકની ડીગ્રી સિક્કિમ મણીપાલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી માંથી પ્રાપ્ત કરી. તેણી તેના તે દિવસને હંમેશા યાદ રાખવા માંગે છે અને કહે છે કે, “તે મારા માટે અદ્દભુત દિવસ છે, હંમેશાથી તેણે જે સપનું જોયું તે આજે હકીકતના રૂપમાં જોઈ રહી છું.”

તે કારણે લીધો નિર્ણય

શિવાંગી નૌસેનામાં ફિક્સ્ડ વિંગ ડોર્નીયર સર્વીલાંસ વિમાનને ઉડાન આપશે, તેમણે નૌસેનામાં જોડાવાનો નિર્ણય ત્યારે લીધો જયારે બીટેક કરતી વખતે તેની કોલેજમાં એક નેવી ઓફિસર આવ્યા, જેમનાથી શિવાંગી ઘણી પ્રભાવિત થઇ ગઈ. ત્યારપછી શિવાંગીએ તે ફિલ્ડને પસંદ કરવાનો નિર્ણય લીધો અને છેવટે પોતાના સપનાને સાચા કરી દેખાડ્યું. આજે શિવાંગીના માતા પિતા સાથે સાથે આખા બિહારને તેની ઉપર ગર્વ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.