બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઈ જાય તો આ સ્ટેપ્સથી પાછા આવી શકે છે તમારા પૈસા

ઓનલાઈન બેન્કિંગ થયા પછી એવા લોકો સાથે ઘણી વખત જોવા મળે છે કે તે ઉતાવળમાં ખોટી બેંક ડીટેલ ભરવાને કારણે કોઈ બીજાના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલી દે છે. લોકોને એ વાતની જાણકારી ત્યારે થાય છે જયારે તેમના મોબાઈલ ઉપર મેસેજ આવે છે. ઘણી વખત તો લોકોને એ વાતની જાણ જ નથી થઇ શકતી કે તેના પૈસા બીજાના એકાઉન્ટમાં જતા રહ્યા છે. જયારે મોકલનાર વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા નથી પહોચતા ત્યારે તેને ખબર પડે છે કે ખોટા એકાઉન્ટમાં પૈસા જતા રહ્યા છે.

આજે અમે અહિયાં વાત કરી રહ્યા છીએ એક નાની એવી ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જવાની સ્થિતિમાં શું કરવું. જો તમે પણ એવી કોઈ સમસ્યામાં ફસાઈ જાવ અને આમાં ફસાવાથી બચવા માગો છો તો જાણી લો કે જો તમારા પૈસા કોઈ ખોટા ખાતામાં જતા રહે તો તે સ્થિતિમાં શું કરવું જોઈએ.

જેવા તમે પૈસા કોઈ ખાતામાં ટ્રાન્સફર કરો તે વ્યક્તિ સાથે તરત વાત કરી તે વાતની સ્પષ્ટતા કરી લો કે તેના ખાતામાં પૈસા પહોચ્યા છે કે નહિ. જો તે વ્યક્તિના બેંક ખાતામાં પૈસા આવી ગયા છે તો ટ્રાંજેક્શન સાચું થયું છે અને નથી આવ્યા તો તે ચેક કરો કે તમે પૈસા સાચા ખાતામાં નાખ્યા છે કે નહિ.

રીસીવરને તરત જાણ કરો. જો તમારું અને રીસીવરનું ખાતું એક જ બેંકની એક જ બ્રાંચમાં છે તો તમારા પૈસા પાછા આવી જશે. પરંતુ જો સેંડર અને રીસીવરના ખાતા અલગ અલગ બેંકમાં છે તો તમારે ડીટેલમાં તે વાતની જાણ બેંકને આપવાની રહેશે. રીસીવરને પોતે ફોન કરો. જો રીસીવર બેંકની વાત માનવાની આનાકાની કરે છે તો તમે એફઆઈઆર નોંધાવી શકો છો.

જો ભૂલથી તમે બીજી વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી દીધા છે તો સૌથી પહેલા તમારી બેંકને તેની જાણ ફોન કે ઈમેલથી આપો. સારું એ રહેશે કે તમે વહેલામાં વહેલી તકે બ્રાંચ મેનેજરને મળો. એ વાતને સમજો કે જે બેંકના ખાતામાં તમારા પૈસા ટ્રાંસફર કર્યા છે, માત્ર તે બેંક જ તે બાબતને ઉકેલી શકે છે. તમે બેંકને ભૂલથી થયેલા ટ્રાંજેક્શન વિષે વિસ્તારથી જાણકારી આપો.

કોઈ બીજી બેંકના ખાતામાં પૈસા ભૂલથી ટ્રાંસફર થયા છે તો તે રકમ પાછી મળવામાં વધુ સમય લાગી શકે છે. ઘણી વખત તો બેંક આવા પ્રકારના પ્રશ્નો ઉકેલવામાં ૨ મહિના સુધીનો સમય પણ લગાવી શકે છે. તમે તમારી બેંક માંથી તે વાત જાણી શકો છો કે ક્યા શહેરની કઈ બ્રાન્ચના ક્યા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થયા છે. ઉક્ત બ્રાંચમાં વાત કરી તમે પણ તમારા પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી શકો છો.

ખાસ રાખો આ સાવચેતીઓ

ઓનલાઈન પૈસા ટ્રાંસફર કરતા પહેલા બે વખત એકાઉન્ટ નંબર તપાસી લો.

તમારા ૧૨ થી ૧૬ ડીઝીટના એકાઉન્ટ નંબરને ઓનલાઈન ટાઈપ કરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ન કરો.

જો તમે ઓનલાઈન નથી પરંતુ બેંકમાં જઈને તમારા કે કોઈ બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી રહ્યા છો તો બ્રાંચમાં બેઠેલા ક્લાર્ક સાથે એક વખત ભરવામાં આવેલા એકાઉન્ટ નંબરને જરૂર ચેક કરી લો.

પહેલી વખત પૈસા ટ્રાંસફર કરી થયા છો તો પહેલા એક નાની રકમ (૧૦૦ રૂપિયા) મોકલીને જુવો. ઓનલાઈન પેમેંટમાં આ ટેસ્ટ ફોર્મુલા હંમેશા કામ આવે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.