કઇ વ્યક્તિએ કઈ બાઈક લેવી જોઈએ, અહીં જાણો એના વિશેની બધી માહિતી

જો તમે કોઈ નવી બાઈક લેવાનું વિચારી રહ્યા છો અને નક્કી કરી શકતા નથી કે તમારી કઈ બાકી ખરીદવાની છે, તો આજે અમે તમને જણાવી દઈએ કે તમારી માટે કઈ બાઈક ફિટ બેસી શકે છે. ભારતીય બજારમાં દેશ અને દુનિયાની પ્રખ્યાત બાઈક નિર્માતા કંપનીઓ ઘણી સારી બાઈક લોન્ચ કરતી રહે છે, જેના ચાલતા માર્કેટમાં ઘણી બાઈકની રેન્જ જોવા મળે છે.

એવામાં બાઈક ખરીદવા માટે પોતાની માટે યોગ્ય બાઇક નક્કી કરી શકવી ખુબ મુશ્કેલ પડી શકે છે. બાઈક લેતા સમયે ઉંમર, તેનો ઉપયોગ અને સ્ટાઇલ આધાર રાખે છે. તો અહીં આ બધી વાતોને ધ્યાનમાં રાખતા યોગ્ય બાઇકનો નક્કી કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

કોલેજ જવા માટે યુવા :

મોટાભાગના કોલેજ જનાર યુવાઓ પાસે બજેટ ખુબ ઓછો હોય છે, અને તેમણે આનો ઉપયોગ પણ ખુબ વધારે કરવો પડે છે. એ કારણે જો તમારું બજેટ ઓછું છે અને તમને બાઇકનો વધુ ઉપયોગ કરવાનો છે, તો 100-125cc સેગમેન્ટ વાળી બાઈક ખરીદી શકો છો. આ બાઈકનું મેન્ટેનેસ ખુબ ઓછું પણ હોય છે અને માઈલેજ પણ વધુ આપે છે. ભારતીય બજારમાં ઘણી 100-125cc એન્જિન ક્ષમતા વાળી બાઈક છે.

ભારતીય બજારમાં હાજર 100-125cc એન્જિન સેગમેન્ટ વાળી બાઈક્સ :

Honda CB Shine :

પાવર અને સ્પેશીફીકેશનની વાત કરવામાં આવે તો Honda CB Shineમાં 124.73 સીસી એન્જિન છે જે 7500 Rpm પર 10.16bhpનો પાવર અને 5500 Rpm પર 10.3 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરવામાં આવે તો Honda CB Shineની શરૂઆતની કિંમત 58,186 રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે.

Hero Glamour :

પાવર અને સ્પેશીફીકેશનની વાત કરવામાં આવે તો HHero Glamourમાં 124.7 સીસી એન્જિન છે જે 7500 Rpm પર 11.5bhpનો પાવર અને 6000 Rpm પર 11 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરવામાં આવે તો Hero Glamourની શરૂઆતની કિંમત 69,950 રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે.

Hero Splendor :

એન્જિન અને સ્પેસીફીકેશનની વાત કરવામાં આવે તો Hero Splendor પ્લસમાં 97.2 સીસીનો એયર કુલ્ડ 4 સ્ટ્રોક સિંગલ સિલેન્ડર OHC એન્જિન આપવામાં આવે છે, જે 8 હજાર આરપીએમ પર 8.36 પીએસની પાવર અને 5 હજાર આરપીએમ પર 8.05 ન્યુટન મીટરની ટૉર્ક જનરેટ કરે છે. 4 સ્પીડ ગિયરબોક્સની સાથે આ બાઈક ખુબ દમદાર છે. કિંમતની વાત કરવામાં આવે તો Hero Splendorની એક્સ શોરૂમ કિંમત 51,790 રૂપિયા છે.

સપોર્ટ બાઈક કોણે લેવી જોઈએ?

જો તમને થોડીક સ્પોર્ટી ટાઇપની બાઈક પસંદ છે અને તમને કુલ દેખાવવાનું પસંદ છે, તો તમે સ્પોર્ટ્સ બાઈક ખરીદી શકો છો. ધ્યાન રાખો કે આવી બાઈકનું મેન્ટેન્સ પણ વધારે હોય છે અને માઈલેજ પણ ઓછી આપે છે. આ બાઇક્સને ખરીદવા માટે તમને વધારે પૈસા પણ ચૂકવવા પડે છે.

ભારતીય બજારમાં લોકપ્રિય સ્પોર્ટ્સ બાઈક :

Yamaha YZF R15 :

પાવર અને સ્પેશીફીકેશનની વાત કરવામાં આવે તો Yamaha YZF R15 V 3.0 માં 155 સીસી એન્જિન છે જે 10,000 Rpm પર 19.3 PS નો પાવર અને 8500 Rpm પર 14.7 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરવામાં આવે તો YZF R15 V 3.0ની શરૂઆતની કિંમત 1,42,780 રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે.

Ktm 200 Duke :

પાવર અને સ્પેશીફીકેશનની વાત કરવામાં આવે તો Ktm 200 Duke માં 199.5 સીસીનું સિંગલ સિલેન્ડર 4 સ્ટ્રોક એન્જિન આપવામાં આવેલ છે જે 6750 Rpm પર 25 hp નો પાવર અને 19.5 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરવામાં આવે તો Ktm 200 Dukeની શરૂઆતની કિંમત 1.6 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે.

પર્વતો પર જવા માટે :

જો તમે પર્વતો પર ફરવાનું પસંદ કરો છો કે પર્વતીય વિસ્તારમાં રહો છો, તો તમારી માટે હેવી એન્જિન વાળું બાઈક વધારે સારું રહેશે. કારણ કે આવી બાઇક મોટાભારનો લોડ લઈને સરળતાથી ચાલી શકે છે, કારણ કે આનું એન્જિન ખુબ વધારે પાવરફુલ હોય છે.

Royal Enfield Bullet 350

પાવર અને સ્પેશફીકેશનના મામલામાં Royal Enfield Bullet 350 માં 346 ccનો સિંગલ સિલેન્ડર એયર કુલ્ડ એન્જિન છે જે 19 Bhp નો પાવર અને 28 Nmની ટૉર્ક જેનરેટ કરે છે. ગિયરબોક્સની વાત કરવામાં આવે તો ઈંજનમાં 5 સ્પીડ ગિયરબોક્સ આવે છે. બ્રેકીંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો Bullet 350 ના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને રિયલમાં ડ્રમ બ્રેક છે અને સાથે જ આ બાઈક સિંગલ ચેનલ એસબીએફની સાથે છે. કિંમતની વાત કરવામાં આવે તો Royal Enfield Bullet 350 ની એક્સ શોરૂમ કિંમત 1.21 લાખ રૂપિયા છે.

માઈલેજ અને પવરમાં નોર્મલ બાઈક :

જો તમે એક નોર્મલ બાઈક ઈચ્છો છો તો જેમ કે તમને લાંબા સફર પર જવું પડે છે અને હાઇવે પર બાઈક ચલાવવી પડે છે તો તમારે એન્જિન પ્રમાણે થોડી ભારે બાઈક ખરીદવી જોઈએ. આવી બાઈકમાં તમને સામાન્ય રીતે ઠીક-ઠાક માઈલેજ પણ આપે છે.

Bajaj Pulsar 150 :

પાવર અને સ્પેશીફીકેશનની વાત કરવામાં આવે તો Bajaj Pulsar 150 માં 149.5 સીસી એન્જિન છે જે 8,000 Rpm પર 14 PS નો પાવર અને 6000 Rpm પર 13.4 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરવામાં આવે તો Bajaj Pulsar 150ની શરૂઆતની કિંમત 85,958 રૂપિયા છે.