બાઈક સાથે પમ્પ જોડીને ખેંચે છે પાણી, બે વીઘા ખેતરમાં પાણી વારવા નો ખર્ચ 80 રૂપિયા

સીકર. 12 માં સુધી ભણેલા ખેડૂત મહેન્દ્ર બિરડાએ પાણી અને વીજળીને બચાવવા માટે નવી ટેક્નોલોજીનો પમ્પ બનાવ્યો છે, જે માત્ર 80 રૂપિયાના ખર્ચમાં 2 વીઘા ખેતરમાં લગાવેલા છોડવાને પાણી દે છે. તેનાથી પાણી અને વીજળીનો બગાડ થતો નથી.

કેવી રીતે કામ કરે છે મહેન્દ્રની નવી ટકનોલોજીનો પમ્પ

મહેન્દ્રએ વરસાદી પાણીને જમા કરી લીધું હતું પરંતુ છોડવાને પાણી દેવા માટે વીજળીનું સંકટ આવી ગયું. તેથી તેમણે દેશી શોધ કરી. તેમણે બાઈક સાથે પમ્પ જોડ્યો. બાઇકને ચાલુ કાર્ય બાદ પમ્પ 3 hp પાવર દે છે અને પાણી ખેંચી લે છે. ઝાડોની નીચે થેલી બાંધી દીધી જેથી પાણીનો આમ-તેમ બગાડ ન થાય.

બાઈક સાથે જોડાયેલ પમ્પ પ્રતિ મિનિટ 40 લીટર પાણી ખેંચે છે. 1 લીટર પેટ્રોલથી 30 ફુટ નીચેથી 26 હજાર લીટર પાણી ખેંચી શકે છે. તેમની આ ટેક નોલોજી માટે વીજળીનું જોડાણ જરૂરી નથી. જો આટલા કામ માટે તે વીજળીનું જોડાણ લે તો દર મહિને 1500 રૂપિયાનો ખર્ચ થાય.

આ છે પ્રક્રિયા >>

ટાયરની હવા કાઢીને ચેન ચઢાવે છે. પછી હવા ભરતા જ ટાયરની સાથે ચેન ટાઈટ થઇ જાય છે.પમ્પ પર ગિરારી લગાવે છે. પમ્પમાં બે પાઇપ લાગે છે. એકથી પાણી ખેંચાય છે, બીજાથી છોડવાને સિંચાઈ થાય છે.

ત્રણ હોર્સપાવર ની મોટર જેટલી ક્ષમતા, લાઈટની ચિંતા પણ નહિ

મહેન્દ્રએ કીધું કે દરેક મોટરની જેમ જ એમ્પુલર લગાવ્યું. એવી રીતે ગોઠવણી કરી, જેથી ક્ષમતા બે ગણી થઇ ગઈ. હેડ પણ અલગ રીતે ડિઝાઈન કર્યું જેથી હેડ અને પાઇપ ફાટે નહિ. બાઇકને 4 નંબરના ગેર ઉપર નાખીને છોડી દેતા વગર રેસે ટાયર ચાલે છે. તેનાથી પ્રતિ મિનિટ 2900 રાઉન્ડ આવી રહ્યા છે અને પમ્પ ચાલવા લાગે છે. 100 ફૂટની ઊંડાઈથી પાણી ખેંચી લે છે. દરરોજ 5,000 લીટર પાણી કાઢે છે. તેમાં માત્ર 20 રૂપિયાનું પેટ્રોલ નો ખર્ચ થાય છે.

45 નિષ્ફળતા બાદ થયું સફળ >>

સૌથી પહેલા સોલર પમ્પનો વિચાર આવ્યો, જેમાં પહેલા 1,50,000 રૂપિયાનો એટલે કે દોઢ લાખ નો ખર્ચો હતો. તેમાં દર વર્ષે બેટરી બદલવાનો ખર્ચ 12,000 રૂપિયા આવતો. એન્જિન નો વિચાર આવ્યો. તેમાં દરરોજ 250 રૂપિયા ખર્ચો અને જનરેટર પર 35,000 રૂપિયા ખર્ચો થતો. આ પણ મુશ્કેલ હતું. વીજળીનું દર મહિને લગભગ 1,500 રૂપિયા બિલ આવતુ.

છેલ્લે જાતે જ પમ્પ બનાવીને બાઈક સાથે જોડવાનો વિચાર આવ્યો. 4 મહિના લાગ્યા અને 46મી વારે સફળ થયા.

નીચે વિડીયો બીજો છે એ પણ બાઈક થી કામ કરે છે

વિડીયો – ૧ 

વિડીયો – ૨