સર્વિસ સેન્ટરમાં લોકોને આવી રીતે મૂર્ખ બનાવે છે બાઈક એજન્સી વાળા

મિત્રો જો તમે પણ પોતાની બાઈકબી સર્વિસ કંપનીના સર્વિસ સેન્ટર પરથી કરવો છો તો થઇ જાવ સાવધાન. કારણ કે તમને મૂર્ખ બનાવામાં આવી રહ્યા છે. આજે અમે તમને તેના જ વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે, કેવી રીતે સર્વિસ સેન્ટર વાળા ગ્રાહકને ઉલ્લુ બનાવે છે. એટલે કે તમારી ગાડીમાં સાચી રીતે કામ કરવામાં આવતું નથી અને તમારી પાસેથી પૈસા લેવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે, તમે એનાથી કેવી રીતે બચી શકો છો.

ઘણી વખત આપણે કંપનીના સર્વિસ સેન્ટરમાં એટલા માટે ગાડી સર્વિસ કરાવીએ છીએ, કારણ કે તે ઓથોરાઈઝડ હોય છે. એટલા માટે જ લોકો તેના પર વધારે ભરોસો કરે છે અને વિચારે છે કે, કંપની દ્વારા બાકી જગ્યાઓથી સારું કામ કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી. પહેલી વાત એ છે કે કંપની દ્વારા ગાડી સર્વિસ કરતા સમય ફક્ત ત્રણ ચાર કામ જ કરવામાં આવે છે.

યુઝર મેનુઅલમાં ઘણું બધું ચેક કરવા કે બદલવા વિષે લખવામાં આવેલ હોય છે. પરંતુ કંપનીના મેકેનિકો દ્વારા ફક્ત ઉપરથી જ વસ્તુને જોઈએ એક બે કામ કરી દેવામાં આવે છે. બીજો દગો તમારી સાથે એ થાય છે કે, તમને ગાડીના પાર્ટ બદલવામાં મજબુર કરવામાં આવે છે. સમજી લેવો કે જો તમે બોલો છો કે, ગાડીમાં આ સમસ્યા આવે છે તો તે તમને જણાવે છે કે આ પાર્ટ બદલવો પડશે.

એવામાં જો તમને તેના વિષે વધારે જાણકારી ન હોય તો તે જણાવે છે કે, આ નવો પાર્ટ જ નાખવો પડશે આના દ્વારા તમને મૂર્ખ બનાવામાં આવી રહ્યા છે. ત્રીજો દગો તમારી સાથે ત્યારે થાય છે જયારે તમે બિલ ભરો છો, તમને બિલ બનાવીને આપી દેવામાં આવે છે અને પાર્ટ વિષે લખી દેવામાં આવે છે કે, આ નવો નાખ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે પાર્ટ બદલ્યો છે કે નહિ? આવું ઘણા લોકોની સાથે થયું છે.

પાર્ટ બદલ્યા વિના કંપની બિલમાં તેની કિંમત લગાવી દેવામાં આવે છે અને તમે છેતરપીંડીનો શિકાર થઇ જાવ છો. આવું જ એન્જીન ઓઈલ બદલવામાં કરવામાં આવે છે. તમે જ્યારે પણ સર્વિસ માટે ગાડી લઇ જાવ છો તો તે બોલશે જ કે ઓઈલ બદલવાનું છે. પરંતુ તમે જાણી લો કે એક વખત ઓયલ બદલી નાખ્યા પછી એન્જીન ઓઈલ લગભગ અઢી થી ત્રણ હજાર કિલોમીટર સુધી ચાલે છે. આટલું ચાલ્યા પહેલા એને બદલવાની જરૂર નથી.

આવી જ રીતે સર્વિસ સેન્ટર્સ દ્વારા લોકોને મૂર્ખ બનાવાની રીતો અને આનાથી બચવા માટે નીચેનો વિડિઓ પણ જોઈ શકો છો, જુઓ વિડીયો….