વાળ ખરી રહ્યા છે તો રોજ ખાવ એક બીલીપત્ર, ત્વચા અને હ્રદય સબંધી સમસ્યાઓથી મળશે છુટકારો

બીલીપત્ર માંથી કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર, પ્રોટીન અને આયરન જેવા તત્વ મળી આવે છે તે બીલી પત્રમાં પ્રોટીન, થાય્મીન, વિટામીન બિ, વિટામીન એ અને બીટા કેરોટીન જેવા તત્વો મળી આવે છે.

બીલીપત્ર એક જડીબુટ્ટી છે. તેનો દરેક ભાગ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ઠીક કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. બીલીપત્રમાં જેમ કેલ્શિયમ, ફૉસ્ફરસ, ફાઈબર, પ્રોટીન અને આયર્ન જેવા તત્વો હોય છે. તથા તેના પાનમાં પણ પ્રોટીન, થાયમીન, વિટામિન બી, વિટામિન એ અને બીટા કેરાટિન જેવા તત્વો પણ હોય છે.

વારંવાર બીલીપત્રનો ઉપયોગ ધાર્મિક અનુષ્ઠાનો માટે થતો હોય છે, પરંતુ એના ઉપયોગથી આપણે આપણી ત્વચાને લગતી સમસ્યાની સાથે અનેક બીમારીઓમાંથી છૂટકારો મળે છે. આવો જાણીએ કે બિલીપત્ર આપના માટે કેવી રીતે ઉપયોગી નીવડે છે.

ત્વચા માટે-બિલના રસને હૂંફાળા પાણીમાં મેળવી તેમાં મધના થોડા ટીંપા નાખો. આ મીશ્રણનું નિયમિત સેવન કરો. જેનાથી લોહી સાફ થાય છે. આ સાથે બિલના ગર્ભમાં સોરલીન નામનું તવ્ત હોય છે જે તડકા સામે તમારી ત્વચાને સહન કરવાની તાકાતમાં વૃધ્ધિ કરે છે. એના સિવાય બિલીપત્ર ત્વચાના ડાઘ તથા કાળાશ દૂર કરવા માટે પણ અસરકારક છે. બીલીપત્રના રસને જીરા સાથે પીવાથી ત્વચા પર પડેલા ડાઘ અને કાળાશ દૂર થાય છે.