ભારતમાં લગ્નો માત્ર ધામધૂમથી કરવામાં આવે છે. જેને લઇને આ લગ્નો દરમિયાન ઘણા ખોટા ખર્ચા પણ થાય છે. લગ્નમાં થતા આ ખર્ચને અટકાવવા માટે અને લોકો વચ્ચે જાગૃતતા લાવવાના કાર્ય ઘણા લોકો કરે છે. જેથી લગ્નોમાં થતા આ પૈસાને બચાવી શકાય અને લોકો સાદગી પૂર્વક લગ્ન કરે. અને લોકો વચ્ચે આ પ્રકારની જાગૃતતા લાવવા માટે હાલમાં જ એક આઈએએસ અને આઈઆરએસ અધિકારી એ પણ સાદગીપૂર્વક લગ્ન કર્યા છે. જેથી લોકો તેનાથી પ્રેરાઈને આ પ્રકારના કોઈ ખોટા ખર્ચા કર્યા વગર લગ્ન કરે અને સમાજને સંદેશો આપી શકે.
બેન્ડવાજા વગર કર્યા લગ્ન :-
સાદગીપૂર્વકથી થયેલા આ લગ્ન દિલ્હી પાસે આવેલા ગાજિયાબાદમાં થયા છે. જણાવવામાં આવે છે કે આઈએએસ અધિકારી નવીન કુમાર અને આઈઆરએસ રંજના કુમારી એ પહેલા એક મંદિરમાં જઈને હિંદુ ધર્મ મુજબ લગ્ન કર્યા અને પછી કોઈ પણ પ્રકારના જાનૈયા અને બેન્ડવાજા વાળાને પણ બોલાવ્યા ન હતા.
માત્ર નજીકના લોકો હાજર હતા :-
આ બન્ને અધિકારીઓ એ પોતાના લગ્નમાં માત્ર નજીકના લોકોને જ બોલાવ્યા હતા. આ કપલે પહેલા એ લોકોની હાજરીમાં મંદિરમાં લગ્ન કર્યા પછી ત્યાંથી સીધા સદર તહલીસ જતા રહ્યા. તહલીસમાં જઈને તેમણે સબ રજીસ્ટાર ઓફીસમાં લગ્નની નોંધણી કરાવી અને આવી રીતે કોઈ પણ પ્રકાર ના દેકારા અને ધમાલ વગર લગ્ન કરી લીધા.
આપવા માંગે છે સંદેશ :-
આ પ્રકાર ના લગ્ન કરવા પાછળ આ બન્ને અધિકારીઓ એ માત્ર એક હેતુ હતો અને તે હેતુ લોકો ને એ વાત નો સંદેશો આપવાનો હતો કે લગ્નો માં કોઈ ખોટા ખર્ચા કર્યા વગર પણ કરી શકાય છે. તે જરૂરી નથી કે દરેક લગ્ન કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે.
વર્ષ ૨૦૧૭ ની બેચ ના છે અધિકારી :-
ઘણી સાદગી સાથે લગ્ન કરવા વાળા આ બન્ને અધિકારી આ સમયે મસુરી એકેડમીમાં ટ્રેનીંગ લઇ રહ્યા છે અને વહેલી તકે તેમનું પોસ્ટીંગ પણ કરી દેવામાં આવશે. આઈએએસ અધિકારી નવીન કુમાર ચંદ્ર કવિનગરના રહેવાસી છે. જો કે તેની પત્ની આઈઆરએસ અધિકારી રંજના કુમારી રાજસ્થાનના ગામ સુજાનગઢની રહેવાસી છે.
દહેજ વગર થયા છે આ લગ્ન :-
નવીન કુમાર ચંદ્રએ આઈએએસ અધિકારી બનવાની સાથે જ તેના માટે ઘણા બધા સંબંધો માટે વાત આવવા લાગી હતી અને દરેક પોતાની દીકરીના સંબંધ કરવા માટે ઘણું બધું દહેજ આપવા માટે પણ તૈયાર હતા. પરંતુ નવીન કુમાર ચંદ્ર એ પિતા રામદેવ એ આ તમામ પ્રસ્તાવ ની ના કહી દીધી હતી અને પોતાના દીકરા ના લગ્ન તેની પસંદ ની છોકરી સાથે કોઈ દહેજ વગર કરાવવા નો નિર્ણય લીધો હતો. નવીન કુમાર ના પિતા એક એકાઉન્ટટ છે. અને તેની માં સ્વર્ણલતા એક અધ્યાપક છે અને તે બન્ને એ પોતાના દીકરા ના લગ્ન સાદગી પૂર્વક કરવામાં પોતાની સહમતી આપી છે.
તમે શું માનો છો? આ રીતે સાદગીથી કોઈને પણ કાનો કાન ખબર પણ ના પડે એ રીતે લગ્ન કરવા કે પછી સમાજને અને કુટુંબી જનોને આંજી નાખે એ રીતે ફૂલ ઓફ ઝાકમઝાળ સાથે લગ્ન કરવા. કોમેન્ટમાં તમારો અભિપ્રાય આવશ્ય લખશો.