એવું કહેવાય છે કે માં પોતાના બાળકને સૌથી વધુ પ્રેમ કરે છે. તેમજ એને કાંઈ પણ થઇ જાય પણ પોતાના બાળકોને તકલીફમાં જોઈ નથી શકતી. પરંતુ એક પિતાના પ્રેમની કોઈ સીમા નથી હોતી. ભલે એક પિતાનો પ્રેમ બાળકોને દેખાય નહિ પરંતુ તે તેને સૌથી વધુ પ્રેમ કરે છે. એક પિતા દિવસ રાત મહેનત કરે છે, જેથી તે પોતાના પિરવારને સુખ શાંતિ વાળું જીવન આપી શકે. જ્યાં એક માં પોતાનો પ્રેમ વ્યક્ત કરી દે છે, અને પિતા ખુલીને પોતાનો પ્રેમ વ્યક્તિ નથી કરી શકતા. પરંતુ પોતાની દીકરી પ્રત્યે પ્રેમ દેખાડવામાં પિતા ક્યારેય નથી અચકાતા.
દીકરી પિતાનો કાળજાનો ટુકડો હોય છે. એક બાપ પોતાની દીકરીને દિલ ઉપર પથ્થર રાખીને વિદાય કરે છે. દરેક છોકરી લગ્ન પછી પોતાના પિતાના હાથે વિદાય થવા ઈચ્છે છે. એવું જ કાંઈક સપનું જોઈ રહી હતી જોધપુરની રહેવાસી રીતુ. તે પોતાના પિતાના હાથે વિદાય થવા માંગતી હતી. પરંતુ તેને શું ખબર હતી કે તેનું એ સપનું, સપનું જ રહી જશે. રીતુ સાથે જે થયું તેની કલ્પના તમે સપનામાં પણ નથી કરી શકતા.
પિતાના હાથે વિદાય થવા માંગતી હતી દીકરી
રીતુના પિતા સુભાષચંદ્ર ક્ટેવા બે વર્ષથી બીમાર રહેતા હતા. તેમને બ્રેન ટ્યુમર થઇ ગયો હતો, જેનો ઈલાજ ચાલી રહ્યો હતો. તેની વચ્ચે તેમણે પોતાની દીકરીના લગ્ન નક્કી કરી દીધા. ૨૨ જાન્યુઆરીના રોજ દીકરીના લગ્ન હતા પરંતુ તેવામાં તબિયત બગડવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
તે પોતાની દીકરીના લગ્ન જોવા માંગતા હતા, એટલા માટે ૨૧ તારીખે જ એમને ઝુંઝૂનું બખ્તાવારપુરમાં આવેલા એમના ઘરે લાવવામાં આવ્યા. પપ્પાને જોઈને દીકરી તો રડી પડી અને પિતાને ભેટીને બોલી પપ્પા મને તમે જ વિદાય કરજો. પરંતુ વિધિને કાંઈ બીજું જ મંજુર હતું. જે દિવસે રીતુના લગ્ન હતા તે દિવસે તેના પિતાનું મૃત્યુ થઇ ગયું.
ઘરમાં આટલું મોટું અઘટિત થવા છતાંપણ મિત્રોએ હિંમત રાખવાનું કહ્યું. ઘરવાળાએ દીકરી રીતુ અને તેના સાસરીયા વાળાથી મૃત્યુના સમાચાર છુપાવીને રાખ્યા. ખાસ કરીને ૨૫ જાન્યુઆરીના રોજ સાસરીયા વાળાએ રિસેપ્શન રાખ્યું હતું, એટલા માટે તેમનાથી એ વાત છુપાવીને રાખવામાં આવી હતી. એક બાજુ જ્યાં પિતાના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતા અને બીજી તરફ રિસેપ્શનનો જલસો ચાલી રહ્યો હતો.
૨૬ જાન્યુઆરીએ જયારે રીતુ પગફેરાને લઇને પોતાના પિયર ગઈ, ત્યારે તેણે જોયું કે પિતાના ફોટા ઉપર માળા ચડેલી છે. તે જોતા જ તેનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તે ચીસો પાડીને રડવા લાગી. રીતુનો રડવાનો અવાજ સાંભળીને સૌની આંખોમાં આંસુ આવી ગયા. પોતાના પપ્પાના હાથે વિદાય થવાનું સપનું રાખવા વાળી રીતુ સામે સ્વર્ગસ્ત પિતાનો ફોટો હતો. એક પિતા પોતાની દીકરીને વિદાય કરવાનું અરમાન પોતાના દિલમાં રાખીને આ દુનિયા માંથી વિદાય લઈને જતા રહ્યા.
સુભાષચંદ્ર જોધપુરમાં સેટલ થવા માંગતા હતા, અને તેમણે એક પ્લોટ પણ લીધો હતો. સુભાષની પત્ની ઇદ્રાવતી એક સ્કુલમાં અધ્યાપિકા છે. દીકરી એલઆઈસીમાં ડબલ એઓ છે. દીકરો અમિત સીન્ડીકેટ બેંકમાં બ્રાંચ પીઓ છે.