જે જમીન બિનઉપજાઉ હતી તેમાં આ ખેડૂતે વગર ખર્ચે ઉપજ મેળવવા ની શોધી અલગ ફોર્મ્યુલા

૧૫ વર્ષ પહેલા જે જમીનને પડતર ગણવામાં આવતી, તે જમીન ઉપર એક ખેડૂતે જૈવિક ખેતી કરીને અઢી કિલો વજનની મોસંબી ઉત્પન કરી. એટલુ જ નહિ ખેડૂતે મહેનત કરીને જમીનને તેને લાયક બનાવી. જ્યાં હવે ૨૦ કિલોના ફણસ અને સવા કિલો વજનની કેરી થઇ રહી છે.

તેનો પ્રયોગ અટક્યો નથી, પણ તે એક જ ઝાડમાં લીંબુ, સંતરા અને મોસંબી લગાવવાનો પ્રયાસ કરી રહેલ છે. હવે તેને એગ્રીકલ્ચર કોલેજમાં હોર્ટીકલ્ચર ઉપર લેકચર આપવા આમંત્રણ આપે છે.

* આ ખેડૂત છે પ્રાણ સિંહ. ગ્વાલિયર થી ૨૫ કી.મી. દુર જહાનપુર ગામ. આજુ બાજુ ખેતર છે, પણ મોટાભાગના પડતર પડેલ છે. માત્ર પ્રાણ સિંહ પોતાના ખેતર અને બગીચામાં કામ કરતા નજરે આવે છે.

* તે જણાવે છે કે ૧૫ વર્ષ પહેલા જમીન ની ફળદ્રુપ શક્તિ પૂરી થઇ ગઈ, કેમ કે ખેડૂતોએ ખુબ જ યુરીયા અને કેમિકલ નો ઉપયોગ કરેલ. ત્યાર પછી અહિયાંના મોટાભાગના ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કરેલ છે.

* પ્રાણ સિંહ પાછા પડવા તૈયાર ન હતા. તેમણે જાતે જ ખેતરમાં મહેનત કરવાનું શરુ કર્યું. યુરીયા અને કેમિકલ નો ઉપયોગ બંધ કર્યો. ખેતરની આસ પાસ ૩ તળાવ બનાવ્યા, જેમાં વરસાદનું પાણી એકઠું કર્યું.
પડતર જમીનને બનાવી ફળદ્રુપ

* તેનાથી જમીનનું પાણી નું સ્તર સારું થયું. અહિયાં તેમણે છાણ, ઘાંસ-ફૂસ ના ખાતરનો ઉપયોગ કર્યો. વર્મી કમ્પોસ્ટ ની તાલીમ લીધી. ત્યાર પછી ખેતરની ફળદ્રુપતા શક્તિ પાછી ફરી.

* તેમણે ખેતરમાં લીંબુ, સંતરા અને મોસંબી ના છોડ ઉગાડ્યા. આ સાઈટ્ર્સ વેરાયટીના છોડ સાથે ઘણા પ્રયોગ પ્રાણ સિંહે કરેલ. તેનું પરિણામ એ આવ્યું કે તેના ઝાડમાં મોસંબીનું વજન અઢી કોલો સુધી પહોચી ગયું.
ઘણી નવી વેરાયટી વિકસાવી પ્રાણ સિંહે

* એટલું જ નહિ તેમણે જેકફ્રૂટ, જામફળ, જેના લીધે નવી વેરાયટી વિકસીત થઇ. પ્રાણસિંહ જણાવે છે કે આ બધું કુદરતી રીતે જ ખેતી કરવાનું પરિણામ છે.

* કેમિકલ અને બીજી રાસાયણિક ખાતરોથી જમીન અને પાક ને નુકશાન થાય છે. પ્રાણ સિંહ હવે પ્રયત્ન કરી રહેલ છે કે એક જ ઝાડ ઉપર લીંબુ, સંતરા અને મોસંબી નો ફાલ લાગે. તેના પ્રમાણે આ શક્ય છે, કેમ કે આ ત્રણે એક જ જાતી ના ફળ છે.

* પ્રાણ સિંહ ની મહેનત જોઇને આજુ બાજુ પડતર ખેતરો વાળા ખેડૂતો પણ પોતાની જમીનમાં પાછા ખેતી કરવા માટે આવી રહ્યા છે. હવે તો એગ્રીકલ્ચર કોલેજ સાથે કૃષિ વિભાગના અધિકારીઓ પ્રાણ સિંહને જૈવિક ખેતીની ટેકનીક આપવા માટે આમંત્રણ આપે છે.