બીટના પાંદડા વધારે છે લોહી, ખરતા વાળથી અપાવે છે છુટકારો, જાણો અને શું છે ફાયદા

રોજ એક કપ બીટના પાંદડાનો રસ પીવાથી તમારા શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થવા દે.

કુદરતી રીતે સારું સ્વાસ્થ્ય બનાવવાનારા લોકોએ બીટના મહત્વ વિષે જાણતા જ હશે. શરીરમાં લોહી વધારવા માટે ના સૌથી સારી રીતોમાં બીટ પણ સામેલ છે. ફક્ત લોહી જ નહિ, બીટમાં રહેલા તમામ પ્રકારના પોષક તત્વ ઘણી જાતની બીમારીઓ સામે લડવામાં આપણા શરીરને મદદ કરે છે. તે સિવાય પણ શારીરિક સ્વાસ્થ્યને કાયમી જાળવી રાખવા માટે બીટ જરૂરી ખાદ્ય છે. તેમાં જરૂરી પ્રમાણમાં આયરન મળી આવે છે, જે આપણા શરીર માટે ખુબ જરૂરી તત્વ છે. આ ફાઈબરનો પણ સારો સ્ત્રોત થાય છે, જે આપણી પાચનક્રિયા માટે સારું રહે છે. બધા સાથે સંપૂર્ણ સ્વાસ્થ્ય માં બીટ નો ખુબ મોટો ફાળો હોય છે.

બીટના પાંદડા પણ ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઓછું લાભદાયક નથી હોતું. તમા પણ બીટ જેવા ભરપુર પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને આયરન મળી આવે છે. રોજ એક કપ બીટના પાંદડાના રસનું સેવન તમારા શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થવા દે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. તે સિવાય ઘણી રીતે સોંદર્ય સમસ્યાઓ માટે પણ આ પ્રયોગ કરી શકાય છે. આજે અમે બીટના પાંદડાના ઉપયોગથી થતા ફાયદાઓ વિષે તમને જણાવવાના છીએ.

(1) શરીરમાં કેલ્શિયમની જરૂરી પૂર્તિ કરવા માટે બીટના પાંદડાનું સેવન જરૂર કરવું જોઈએ. રોજ ઓછામાં ઓછું એક કપ તેના પાંદડાનો રસ પીવાથી શરીરમાં વિટામીન પણ વધે છે. શરીરમાં આયરનની ઉણપને પણ પુરા કરવા માટે બીટ ખુબ લાભદાયક છે. ગર્ભવતી સ્ત્રીઓને પેગ્નેસીમાં તેનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી એનીમિયાનો ભય ઓછો રહે છે.

(2) બીટના પાંદડામાં ભરપુર પ્રમાણમાં વિટામીન કે મળી આવે છે. તેના એક કપમાં આશરે 152 માઈક્રોગ્રામ વિટામીન કે હોય છે. વિટામીન કે લોહીના થક્કા બનાવવા માટે ઓળખવામાં આવે છે, માટે જો તમારા શરીરમાં વિટામીન કે ઓછું છે તો તમે નિયમિત રીતે જ બીટના જ્યુસનું સેવન કરો.

(૩) બીટમાં રહેલા વિટામીન એ શરીરમાં ઈમ્યુનીટી વધારવામાં મદદ કરે છે. તે ઉપરાંત તે શ્વેત લોહી કોશિકાઓના ઉત્પાદનમાં પણ સુધારો કરે છે.

(4) વાળ માટે બીટના પાંદડા ખુબ લાભદાયક હોય છે. બીટના પાંદડાને મહેંદી સાથે ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો નિયમિત રીતે વાળમાં લગાવો. વાળ ખરવાના બંધ થઇ જશે. તે ઉપરાંત બીટના પાંદડાને હળદર પાવડર સાથે ભેળવીને માથામાં લગાવવાથી પણ વાળ ખરવાની સમસ્યા થી છુટકારો મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

, ,

by