આ જ્યુસનું દરરોજનો એક ગ્લાસ સેવન તમને હાઈ બ્લડપ્રેશર, હાર્ટએટેક અને સ્ટ્રોક થી બચાવી શકે છે.

હાઈબ્લડ પ્રેશર એ હાર્ટએટેક અને સ્ટ્રોકનું મુખ્ય કારણ છે. બીટ નું જ્યુસ તમારા હાઈબ્લડ પ્રેશર ની સમસ્યાનું સમાધાન થઇ શકે છે. એક સંસોધનથી જાણવા મળ્યું છે કે દરરોજનો એક ગ્લાસ બીટ નું જ્યુસ પીવાથી તમારું હાઈ બ્લડ પ્રેસર ઘણી હદ સુધી સામાન્ય થઇ શકે છે. આ સંસોધનને The Journal Of Nutrition 2013 માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

નીચે સમજો કેવીરીતે બીટ નું જ્યુસ તમારા હાઈબ્લડ પ્રેશર ને ઓછુ કરી શકે છે.

Beetroot એટલે કે બીટ માં ખુબ વધારે માત્રામાં નાઈટ્રેટસ મળે છે જે આપણા શરીરમાં જઈને નાઈટ્રાઈટ અને નાઈટ્રીક ઓક્સાઈડમાં બદલાઈ જાય છે માનવ શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડ રક્તવાહિનીઓને રીલેક્ષ કરે છે સાથે જ રક્તવાહિની ઓને સારી રીતે ખોલીને રાખે છે. જેથી આપણા રક્તનું સંચરણ સરખી રીતે થાય છે અને Blood Pressure ઓછુ થઇ જાય છે

Prof. Ahluwalia says:

This research has proven that a daily inorganic nitrate does can be as effective as medical interversion in reducing blood pressure and the best part is we can get it from beetroot and other leafy green vegetables.”

આનાથી તે સિદ્ધ થાય છે કે બીટ ના જ્યુસનું દરરોજ એક ગ્લાસ સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચી શકાય છે કારણ કે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું મૂળ કારણ હાઈબ્લડ પ્રેશર છે

ઉપર તમે બીટ નાં જ્યુસ નાં ફાયદા જાણ્યા હવે નીચે જાણો બીટ નાં પાંદડા પણ ખુબ ફાયદાકારક છે.

રોજ એક કપ બીટના પાંદડાના રસનું સેવન તમારા શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થવા દે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. તે સિવાય ઘણી રીતે સોંદર્ય સમસ્યાઓ માટે પણ આ પ્રયોગ કરી શકાય છે. આજે અમે બીટના પાંદડાના ઉપયોગથી થતા ફાયદાઓ વિષે તમને જણાવવાના છીએ.

(1) શરીરમાં કેલ્શિયમની જરૂરી પૂર્તિ કરવા માટે બીટના પાંદડાનું સેવન જરૂર કરવું જોઈએ. રોજ ઓછામાં ઓછું એક કપ તેના પાંદડાનો રસ પીવાથી શરીરમાં વિટામીન પણ વધે છે. શરીરમાં આયરનની ઉણપને પણ પુરા કરવા માટે બીટ ખુબ લાભદાયક છે. ગર્ભવતી સ્ત્રીઓને પેગ્નેસીમાં તેનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી એનીમિયાનો ભય ઓછો રહે છે.

(2) બીટના પાંદડામાં ભરપુર પ્રમાણમાં વિટામીન કે મળી આવે છે. તેના એક કપમાં આશરે 152 માઈક્રોગ્રામ વિટામીન કે હોય છે. વિટામીન કે લોહીના થક્કા બનાવવા માટે ઓળખવામાં આવે છે, માટે જો તમારા શરીરમાં વિટામીન કે ઓછું છે તો તમે નિયમિત રીતે જ બીટના જ્યુસનું સેવન કરો.

(૩) બીટમાં રહેલા વિટામીન એ શરીરમાં ઈમ્યુનીટી વધારવામાં મદદ કરે છે. તે ઉપરાંત તે શ્વેત લોહી કોશિકાઓના ઉત્પાદનમાં પણ સુધારો કરે છે.

(4) વાળ માટે બીટના પાંદડા ખુબ લાભદાયક હોય છે. બીટના પાંદડાને મહેંદી સાથે ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો નિયમિત રીતે વાળમાં લગાવો. વાળ ખરવાના બંધ થઇ જશે. તે ઉપરાંત બીટના પાંદડાને હળદર પાવડર સાથે ભેળવીને માથામાં લગાવવાથી પણ વાળ ખરવાની સમસ્યા થી છુટકારો મળે છે.