ભાજપ આજે લાવી શકે છે નવું બિલ UCC, જાણો શું છે UCC અને બીજી વિગતો

આજે દરેકની નજર દિલ્લીની ચૂંટણીના પરિણામો પર ટકેલી છે. પણ સંસદના બજેટ સત્રએ પણ હલચલ ઝડપી કરી દીધી છે. સોમવારે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના પોતાના સાંસદોને વ્હિપ(સભ્યોને હાજર રહેવાનો આદેશ) જાહેર કર્યું છે. આ વ્હિપ પછીથી સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ થવા લાગ્યું છે, અને ઘણા પ્રકારની અટકળબાજી થવા લાગી છે. ટ્વીટર પર લોકો યુનિફોર્મ સિવિલ કોડને લઈને અને દિલ્લીને લઈને અમુક મોટા નિર્ણય પર ચર્ચા કરવા લાગ્યા છે.

સાંસદોને ભાજપાનું વ્હિપ :

બજેટ સત્રના પહેલા ભાગનો આજે છેલ્લો દિવસ છે, અને આજના જ દિવસે બંને સત્રોમાં નાણાં મંત્રી નિર્મલા સિતારમન બજેટ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. એવામાં ભારતીય જનતા પાર્ટી તરફથી બંને સદનોના સભ્યોને વ્હિપ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દરેક સભ્યોને સદનમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે, અને સરકારનું સમર્થન કરવાનું કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, આ વખતે બજેટ ખતમ થવા પહેલા સરકાર સંસદમાં મની બિલ રજૂ કરશે. ટેક્સ સાથે જોડાયેલા વિવાદ સાથે સંવાદ બિલ સંસદમાં પાસ કરાવવામાં આવશે, તેને લઈને પણ વ્હિપ જાહેર કરવામાં આવી શકે છે.

સોશિયલ મીડિયા પર શરૂ થઈ અટકળબાજી :

મોડી રાત્રે જેવું જ ભાજપાનું વ્હિપ સામે આવ્યું તો ટ્વીટર પર લોકો એક્ટિવ થઈ ગયા અને જાત-જાતની અટકળો લગાવવા લાગ્યા. હકીકતમાં, આ પહેલા જયારે પણ ભાજપાએ હાલના દિવસોમાં પોતાના સાંસદો માટે વ્હિપ જાહેર કર્યું છે, ત્યારે કાંઈ મોટું જ થયું છે.

પછી ભલે તે જમ્મુ-કશ્મીરમાંથી અનુચ્છેદ 370 ને હટાવવું હોય કે રામ મંદિર માટે ટ્રસ્ટના નામની જાહેરાત હોય. તેના સિવાય નાગરિકતા સંશોધન એક્ટ દરમિયાન પણ કાંઈ એવું જ થયું હતું.

ટ્વીટર પર શું કહી રહ્યા છે લોકો?

બીજેપીએ વ્હિપ જાહેર કર્યા પછી સોશિયલ મીડિયા પર જે ચર્ચા ચાલી રહી છે, તેમાં સૌથી પહેલું નામ ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC – uniform civil code) નું છે, જે ભાજપાના કોર એજંડામાં રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક કાગળ વાયરલ થઈ રહ્યું છે, જેને સંસદની કાર્યવાહીનો ભાગ જણાવવામાં આવી રહ્યો છે, અને તેમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ 2020 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ બિલ સિવાય જે ચર્ચા સોશિયલ મીડિયા પર સૌથી તેજ છે, તે છે દિલ્લીની બોર્ડરમાં કોઈ પરિવર્તન કરવામાં આવી શકે છે. જેમાં બોર્ડરના વિસ્તારનો ઉત્તર પ્રદેશમાં વિલય, દિલ્લીને લદ્દાખની જેમ કેંદ્રશાષિત બનાવવું જ્યાં કોઈ વિધાનસભા ન હોય વગેરે છે.

જોકે, આ પ્રકારની ફક્ત અટકળો જ છે. સરકાર અથવા પાર્ટી તરફથી તેની કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. એવામાં જ્યાં સુધી કોઈ પ્રકારની પુષ્ટિ ન થાય ત્યાં સુધી અટકળો પર ધ્યાન આપવું યોગ્ય નહિ હોય.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ છે દેશમાં દરેક નાગરિક માટે એક સમાન કાયદાનું હોવું, ભલે તે કોઈ પણ ધર્મ અથવા જાતિ સાથે સંબંધ કેમ ન રાખતો હોય. હાલમાં દેશમાં અલગ અલગ ધર્મો માટે અલગ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી દરેક ધર્મ માટે એક જેવો કાયદો આવી જશે. હિંદુ હોય, મુસલમાન, શીખ અથવા ખ્રિસ્તી દરેક માટે લગ્ન, છૂટાછેડા, પૈતૃક સંપત્તિ જેવા મામલા પર એક પ્રકારનો કાયદો લાગુ થઈ જશે. મહિલાઓના પોતાના પિતાની સંપત્તિ પર અધિકાર અને દત્તક લેવા જેવા મામલામાં પણ એક સમાન નિયમ લાગુ થશે.

શું કામ જરૂરી છે?

આના સમર્થનો અનુસાર વિભિન્ન ઘર્મોના વિભિન્ન કાયદાથી ન્યાયપાલિકા પર બોજ પડે છે. કોમન સિવિલ કોડ આવી જવાથી આ મુશ્કેલીમાંથી છુટકારો મળશે અને ન્યાયાલયોમાં વર્ષોથી લંબાયેલા મામલા જલ્દી ઉકેલાશે. દરેક માટે કાયદામાં એકસમાનતાથી એકતાને પ્રોત્સાહન મળશે અને દેશનો વિકાસ ઝડપી થશે. તેનાથી મુશ્લીમ મહિલાઓની સ્થિતિ પણ સારી થશે.

ભારતની છબી એક ધર્મનિરપેક્ષ દેશની છે. એવામાં કાયદા અને ધર્મનું એક બીજા સાથે કોઈ લેવા દેવા નહિ હોવું જોઈએ. દરેક લોકો સાથે ધર્મથી ઉપર જઈને સમાન વ્યવહારનું હોવું જરૂરી છે. દરેક ભારતીય પર એકસમાન કાયદો લાગુ થવાથી રાજનીતિમાં પણ પરિવર્તન આવશે, એટલે વોટ બેંક અને ધ્રુવીકરણની રાજનીતિ પર લગામ લાગશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.