ઓ તેરી, કાળા રંગના પણ હોય છે સફરજન, એકની કિંમત છે ૫૦૦ રૂપિયા વધુ જાણવા ક્લિક કરો

કાળી દ્રાક્ષ તો તમે ઘણી ખાધી હશે. શક્ય હોય શકે કે તમે રોજ સવારે એક સફરજન ખાતા હોવ. ડોક્ટર પણ એવી જ સલાહ આપે છે. જો પ્રશ્ન એ કરવામાં આવે કે, તમે કેટલા રંગના સફરજન ખાવ છો? તો સામાન્ય રીતે જવાબ હશે, લાલ, લીલા અને હળવા પીળા. પરંતુ મજાની વાત એ છે કે કાળી દ્રાક્ષની જેમ, કાળા રંગના સફરજન પણ હોય છે. દ્રાક્ષની જેમ જ તે એકદમ કાળા નથી હોતા. ખરેખરમાં તેનો રંગ ઘાટો વાયોલેટ(જાંબલી) છે. પરંતુ પહેલી નજરમાં તે કાળા જ દેખાય છે. આ સફરજનનો એક દુર્લભ પ્રકાર છે, જે ઘણા ઓછા મળી આવે છે. તિબેટના પહાડો ઉપર થાય છે ખેતી.

જણાવી દઈએ કે આ દુર્લભ સફરજનના પ્રકારને બ્લેક ડાયમંડ કહે છે. અને તિબેટના ડુંગરાળ વિસ્તારમાં તેની ખેતી થાય છે. સફરજનની આ એક જાતી ‘હુઆ નીયું’ કહેવાય છે. તેને ચાઈનીઝ રેડ ડીલીસીયસ પણ કહે છે. આ સફરજનના અલગ ઘાટા વાયોલેટ રંગની પાછળ તિબેટના નાઈંગ ચી વિસ્તારની ભૌગોલીક સ્થિતિ છે. ચીનની કંપની Dandong Tianluo Sheng Nong E-Commerce Trade Co. 50 હેક્ટેયર જમીનમાં તેની ખેતી કરે છે. આ જમીન દરિયાની સપાટીથી ૩૧૦૦ મિટરની ઊંચાઈ ઉપર છે. આ એવા પ્રકારના સફરજન માટે સૌથી ઉત્તમ જગ્યા છે.

આ કારણોથી કહે છે બ્લેક ડાયમંડ :

આ જગ્યાનું તાપમાન પણ દિવસ અને રાતમાં ઘણું અલગ હોય છે. દિવસમાં ફળને પુષ્કળ પ્રમાણમાં સૂર્યનો પ્રકાશ અને અલ્ટ્રા વાયોલેટ કિરણો મળે છે. એના કારણે જ સફરજનનો રંગ ઘાટા લાલ રંગથી બદલાઈને ઘાટો વાયોલેટ થઇ જાય છે. બ્લેક ડાયમંડ સફરજનની ખેતી કરવા વાળી કંપનીની માર્કેટ ડાયરેક્ટર યુ વેન્જીન કહે છે, કે બ્લેક ડાયમંડ સફરજનના ટેક્સચર ઘણા આકર્ષક છે. એ એવા દેખાય છે જેમ કે સફરજન ઉપર વેક્સ લાગી હોય.

૨૦૧૫ થી શરુ થઇ છે ખેતી :

નાઈંગ ચી બગીચામાં વર્ષ ૨૦૧૫ થી આ સફરજનની ખેતી શરુ થઇ છે. આમ તો ત્રણ વર્ષ પછી પસંદગીના ઝાડ ઉપર આ ફળ થાય છે. આ સફરજનની સૌથી વધુ માંગ બેજિંગ, શંધાઈ, ગુઆંગજૌ અને શેન્જોનના સુપર માર્કેટ્સમાં છે. તેને સામાન્ય રીતે ૬-૮ સફરજનને ગીફ્ટ પેકમાં વેચવામાં આવે છે. ‘ટેસેંટ ન્યુઝ’ ના જણાવ્યા મુજબ એક બ્લેક ડાયમંડ સફરજનની કિંમત ૫૦ યુઆન છે. એટલે લગભગ ૫૦૦ રૂપિયા.

માત્ર ૩૦ ટકા ઝાડ ઉપર થાય છે ફળ :

આ કાળા સફરજનનું ઉત્પાદન ઘણું સીમિત છે. સામાન્ય રીતે જ્યાં સફરજનના એક છોડને પરિપક્વ થવામાં ૨-૫ વર્ષ લાગે છે, આ બ્લેક ડાયમંડની જાતને ૮ વર્ષનો સમય લાગે છે. એમાંથી પણ બગીચામાં માત્ર ૩૦ ટકા ઝાડ પર જ આવા ફળ ઉગે છે.

બહારની દુનિયા માટે હજુ પણ રહસ્ય જેવું :

બ્લેક ડાયમંડ સફરજન ફળ બીજા ખેડૂતો માટે રહસ્ય જેવું છે. ઘણા બગીચાના માલિકોનું માનવું છે કે એવા સફરજન થતા જ નથી. જો કે ઘણાનું કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ સફરજનના ફોટા ખરેખરમાં ફોટોસોપ કરેલા છે.