નાકના બ્લેકહેડ્સ દુર કરવા માટે અપનાવો નિષ્ણાંત દ્વારા જણાવાયેલા આ સરળ ઘરેલું નુસખા.

જો તમારા નાક ઉપર બ્લેકહેડ્સ છે, તો આ ઘરેલું નુસખાને તમારા સ્કીન કેયર રૂટીનમાં કરો સામેલ, થશે ફાયદો.

આ બદલાતી લાઈફસ્ટાઈલના કારણે મહિલાઓમાં બ્લેકહેડ્સની સમસ્યા ઘણે અંશે વધી ગઈ છે. જેથી તેમની સુંદરતા ખરાબ થઇ જાય છે. બ્લેકહેડ્સ હોવું એક સામાન્ય વાત છે. તે નાકની ઉપરના ભાગમાં ઉપસી આવે છે અને ચહેરાની સુંદરતાને બગાડી દે છે.

ઘણી મહિલાઓ તેનાથી છુટકારો મેળવવા માટે કેટલીક એવી રીતો અપનાવે છે, જેનાથી તે દુર થવાને બદલે ઘણા વધી જાય છે. એવું એટલા માટે બને છે કેમ કે બ્લેકહેડ્સ કાંઈક એવા બમ્પસ છે જે ત્યારે થાય છે જયારે તમારી ત્વચાના રોમ છિદ્ર બંધ થઇ જાય છે. સાથે જ જયારે આ બંધ છિદ્રો ખુલ્લામાં રહે છે, તો તે આગળ ઓક્સીકરણ કરે છે અને એક ઘાટો કાળો રંગ ગ્રહણ કરે છે.

એવા ઘણા કારક છે જે બ્લેકહેડ્સને વધારવાનું કામ કરે છે. તમે ઘરે બ્લેકહેડ્સ દુર કરવાના કેટલાક સરળ ઘરેલું ઉપાયોગથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમારા નાક ઉપર બ્લેકહેડ્સની સમસ્યા છે, તો તમે બ્યુટી નિષ્ણાંત રેનુ માહેશ્વરી દ્વારા જણાવવામાં આવેલ આ કુદરતી ઉપચાર અને સ્ક્રબને નિયમિત રીતે તમારા સ્કીન કેયર રૂટીનમાં સામેલ કરી શકો છો. બ્યુટી નિષ્ણાંત રેનુ માહેશ્વરીને બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં 32 વર્ષનો અનુભવ છે, આવો જાણીએ તેમની ટીપ્સ.

બ્લેકહેડ્સ થવાના કારણ : બ્યુટી નિષ્ણાંત રેનુ માહેશ્વરી કહે છે કે જયારે ત્વચાના પોર્સમાં ઓઈલ વધુ જમા થઇ જાય છે અને તે જામેલી ગંદકીમાં પ્રદુષણને કારણે પોર્સેસમાં બેક્ટેરિયા જતા રહેવાના કારણે નાક ઉપર કાળા ડાઘ થઇ જાય છે, તેને જ બ્લેકહેડ્સ કહે છે. બ્લેકહેડ્સ થોડે દુરથી નથી દેખાતા પણ જો નજીકથી ચહેરો જોઈએ, તો તે સ્પષ્ટ જોવા મળે છે. બ્યુટી નિષ્ણાંત રેનુ માહેશ્વરી આગળ જણાવે છે કે બ્લેકહેડ્સ હાર્મોન અસંતુલનને કારણે પણ થઇ જાય છે.

સ્ટીમ લેવી છે જરૂરી : બ્લેકહેડ્સ ઘણા જીદ્દી હોય છે અને તેનાથી છુટકારો મેળવવો ખુબ જ મુશ્કેલ હોય છે, બ્લેકહેડ્સને દુર કરવા માટે ઘણા પ્રકારની પ્રોડક્ટ અને કુદરતી વસ્તુ છે, જેનાથી તે દુર કરી શકાય છે. પણ બ્યુટી નિષ્ણાંત રેનુ માહેશ્વરી જણાવે છે કે, બ્લેકહેડ્સને દુર કરવા માટે કોઈ પણ નુસખા અપનાવતા પહેલા સ્ટીમ જરૂર લો કેમ કે તેનાથી બ્લેકહેડ્સ સરળતાથી નીકળી જાય છે.

ચોખાનો લોટ અને એલોવેરા જેલ : તેના માટે તમે એક ચમચી ચોખાનો લોટ અને અડધી ચમચી એલોવેરા જેલ લો. પછી તેને સારી રીતે ભેળવી લો અને તમારા નાક ઉપર લગાવી લો. જયારે તે સુકાઈ જાય તો તેને હળવા હાથથી દુર કરી દો. બસ તમારું નાક સ્વચ્છ થઇ જશે.

બીન્સ વેક્સ છે ઉપયોગી : બ્યુટી નિષ્ણાંત રેનુ માહેશ્વરી જણાવે છે કે, તમે બ્લેકહેડ્સને દુર કરવા માટે બીન્સ વેક્સનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે બસ તમારે બીન્સ વેક્સને હળવી ગરમ કરવાની છે અને પછી તેને નાક ઉપર લગાવી દેવાની છે. ત્યાર પછી જયારે તે સુકાઈ જાય, તો તેને હળવા હાથથી દુર કરી લેવાની છે.

ટમેટાનો કરો ઉપયોગ : બ્લેકહેડ્સ દુર કરવા માટે સૌથી સરળ અને સસ્તો નુસખો ટમેટાનો ગરબ છે. તેના માટે બસ તમારે તમારા નાક ઉપર ટમેટાનો ગરબ લગાવવાનો છે અને 15 મિનીટ પછી ધોઈ લો, બસ થઇ ગયું તમારું કામ.

નારીયેલની છાલનો ઉપયોગ : આ ઉપાય અજમાવવા માટે સૌથી પહેલા તમારે નારીયેલની છાલ લેવાની અને તેને સળગાવી દેવાની રહેશે. પછી તેનો કોલસો બની જશે. તમે તેને એક ડબ્બીમાં રાખી લો જયારે ઉપયોગ કરવાનો હોય, તો ગુલાબ જળમાં ભેળવીને તેને લગાવી લો અને હળવા હાથથી સાફ કરો.

મધ અને ઓટ્સ : તમે બ્લેકહેડ્સ દુર કરવા માટે ઓટ્સને પીસીને રાખી લો અને પછી એક ચમચી ઓટ્સના પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરો. હવે તેને નાક ઉપર લગાવી લો અને થોડી વાર પછી ચહેરો સાફ કરી લો.

શુગર સ્ક્રબ : બ્લેકહેડ્સ દુર કરવા માટે તમે ખાંડનું સ્ક્રબ બનાવી શકો છો તેના માટે 3 મોટી ચમચી જોજોબા ઓઈલ લો અને તેમાં એક ચમચી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. તેને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે બંને એકદમ મિક્સ થઈને સમાન મિશ્રણ ન બની જાય. તમે જોજોબા ઓઈલને બદલે ઓલીવ ઓઈલ કે બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. સ્ક્રબને તમારા નાક ઉપર બ્લેકહેડ્સ વાળા ભાગની ચામડી ઉપર લગાવો અને માલીશ કરો. 10 મિનીટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

આ બાબતોનું રાખો ધ્યાન :

બ્લેકહેડ્સને નાક ઉપર વધુ ઘસીને સાફ ન કરો કેમ કે તેનાથી નિશાન પડી શકે છે.

જયારે તમે સ્ટીમ લો તો તે પહેલા ચહેરા ઉપર કોઈ તેલ કે ક્રીમ લગાવી લો.

જયારે તમે બ્લેકહેડ્સ કાઢી લો ત્યાર પછી મોઈશ્ચરાઈઝર જરૂર લગાવી લો કેમ કે બ્લેકહેડ્સના છિદ્રોને બંધ કરવા જરૂરી છે.

બ્લેકહેડ્સ કાઢ્યા પછી તરત બહાર ન જાવ, હંમેશા મહિલાઓ બહાર નીકળી જાય છે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.