બ્લાઉસ સીવડાવતાં સમયે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહી તો પછતાવું પડશે.

જો તમે સાડી પહેરો અને ઈચ્છો કે તે તેમાં તમે સુંદર દેખાવ તો એ બાબત ઉપર આધાર રાખે છે કે તમે તેની તેની સાથે બ્લાઉઝ કેવું પહેર્યું છે. જો સાડી પ્લેન અથવા બૉર્ડર વાળી હોય અને તેની ઉપર તમે સ્ટાઇલિશ અને અલગ ડિઝાઇનનું બ્લાઉઝ પહેર્યું છે, તો આમ કરવાથી તમારી સુંદરતા ઘણી વધી જાય છે. સાથે સાથે તમને પણ સ્ટનિંગ લુક મેળવવામાં મદદ મળે છે.

તેવામાં જો તમે બ્લાઉઝ સિવડાવવા માટે જાવ છો, તો તમારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે બ્લાઉઝનું ફિટિંગ, ગળાની ડીઝાઇન, ફેબ્રિક અને લાઇનિંગ વગેરે ઘણી બધી બાબતો ધ્યાન રાખવું જોઈએ. તો આવો વિસ્તારથી જાણીએ તે ટીપ્સ જેનું તમારે બ્લાઉઝ સિવરાવતી વખતે રાખવું જોઈએ.

આ બાબતોનું ધ્યાન રાખો:

કદાચ તમે એવું લાગે છે કે સાડીની સુંદર હોવાથી તમારો લુક સારો બનાવી શકાય છે, પરંતુ સાડીની વાસ્તવિક લુકની ત્યારે જ ખબર પડે છે, જ્યારે તમે સાડી ઉપર પરફેક્ટ ફિટિંગના બ્લાઉઝ પહેરો છો. અને બ્લાઉઝને સારું અને ફિટિંગ માટે તમારે કઇ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આવો જાણીએ.

ફિટિંગનું રાખો ધ્યાન :

બ્લાઉઝને સ્ટાઇલિશ બનોવવા માટે તમારે એ બાબતનું ખાસ ધ્યાન આપવું જોઇએ કે, તમે તમારૂ ફીટીંગ યોગ્ય આપો, જેમ કે જયારે તમે બ્લાઉઝનું ફીટીંગ દેવા માટે જઈ રહ્યા છો, તો તમે પરફેક્ટ સાઈઝની બ્રાં પહેરો, ના તો વધુ ટાઇટ અથવા ખુલી, એમ કરવાથી તમારૂ સાચુ માપ લઇ શકાય છે, જેનાથી તમારા બ્લાઉઝને પરફેક્ટ રીતે સિવવામાં મદદ મળે છે.

પૅડેડ અથવા નો પૅડેડ :

આજે કાલ બે પ્રકારનાં બ્લાઉઝ આવે છે. એક નોન પૅડેડ જેમાં બ્રા પહેરવી પડતી હોય છે અને એક એ છે. જે પૅડેડ જો કે વગર બ્રા એ પણ બ્લાઉઝ માટે યોગ્ય ફિટિંગ આપે છે. તેવામાં તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે પેડેડ બ્લાઉઝ સિવરાવવા માંગો છો અથવા નૉન પેડેડ, તે તમારી પસંદ ઉપર આધાર રાખે છે.

ગળાની ડિઝાઇન :

બ્લાઉઝ સિવરાવતી વખતે જો તમે તેના લુકને વધુ સારું કરવા માગો છો, તો તમારે ગળાની ડિઝાઇનનું પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે ગળાની ડીઝાઇન જો સારી અને ખાસ કરીને પાછળના ગળામાં હોય તો બ્લાઉઝની સુંદરતા ઘણી વધી જાય છે. તેવામાં બ્લાઉઝ સિવરાવતી વખતે તમારે એ વાતનું વિશેષ ધ્યાન આપ્વું જોઈએ. અને શ્રેષ્ઠ બ્લાઉઝના ગળા માટે તમે ઇન્ટરનેટ ઉપર પણ સર્ચ કરી શકો છો, તમને નવા અને સ્ટાઇલિશ ગળા સરળતાથી મળી જશે.

ફેબ્રિક અને લાઇનિંગ :

ફેબ્રીક પણ બ્લાઉઝ સિવડાવવા માટે ખૂબ જ મહત્વનું હોય છે, જો તમારા બ્લાઉઝનું કપડુ જાર્જેટનું છે, તો તેની નીચે તમારે લાઇનિંગનું ખાસ ધ્યાન આપવું પડે છે, અને બની શકે છે કે તેની નીચે ડબલ લાઇનિંગ લાગે. તે ઉપરાંત બ્લાઉઝ તમે કોટન, સાટન વગેરેના પણ સિવરાવી શકો છો, પરંતુ ફેબ્રિક સાથે કઇ લાઈનિંગ ચાલશે અને તમે કેવું આરામદાયક અનુભવો છો, તે વાતનું તમારે વિશેષ ધ્યાન આપવું જોઈએ.

બોડી ટાઇપનું પણ ધ્યાન રાખો :

બ્લાઉઝ સિવરાવતી વખતે તમારે તમારા શરીરના શેપનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે તમે જો નાના છો એટલે તમારું કદ નાનું છે. તો તમે ગોળ અથવા બ્રોડ નેકનું બ્લુઝ સિવરાવવું જોઇએ, જો તમારું કદ લાંબુ હોય તો તમે ડીપ નેક વાળું બ્લાઉઝ સિવરાવી શકો છો. કારણ કે જો તમારૂ શરીરની ગણતરીથી બ્લાઉઝ નહીં હોય, તો બની શકે છે કે તે તમારી સાડીના લૂકને ખરાબ કરી દે, તેના વિશે તમે ઇચ્છો તો તમે એકવાર ટેલરની પણ સલાહ લઇ શકો છો.

કોઈ એક્સ્ટ્રા સ્ટાઇલ :

જો તમે તમારૂ બ્લાઉઝ કોઈ કોઈ એક્સ્ટ્રા દોરી અથવા લેસ વગેરે લગાવવા માગો છો, તો તે પણ કરાવી શકો છો. પણ જો તમારી સાડી ભારે હોય તો બ્લાઉઝ ઉપર વધારે કામ ન કરાવવું જોઈએ. બસ ફિટિંગનું બ્લાઉઝ હોવું જ સાડીની સુંદરતાને વધારી દે છે.

તો આ છે કેટલીક વિશિષ્ટ ટીપ્સ જેનું ધ્યાન તમારે બ્લાઉઝ સિવડાવતી વખતે રાખવું જોઈએ. અને જો તમે આ વાતોનું સારી રીતે ધ્યાન રાખશો, તો આમ કરવાથી તમને સાડીનો પરફેક્ટ લૂક આપવામાં મદદ મળે છે. તો જો તમે પણ બ્લાઉઝ સિવરાવવા માટે જઈ રહ્યા છો, તો આ ટીપ્સનું ખાસ ધ્યાન રાખો.