બ્લડ ગ્રુપ થી જાણો પોતાના વિષે થોડી રોચક વાતો જેને તમે જાણતા નહી હોય, તમારું કયું બ્લડ ગ્રુપ છે?

દુનીયામાં ઘણી જાતના લોકો રહે છે અને દરેકનો સ્વભાવ એક બીજાથી જુદો હોય છે પરંતુ બ્લડ ગ્રુપ દ્વારા દરેક લોકોના સ્વભાવ વિષે થોડી ખબર પડી શકે છે.

બ્લડ ગ્રુપ આઠ પ્રકાર ના હોય છે અને બધા લોકોના જુદા જુદા બ્લડ ગ્રુપ હોય છે. આવો જાણીએ બ્લડ ગ્રુપ સાથે જોડાયેલ થોડી રોચક સત્ય વિષે

૧. એ પોઝેટીવ :

એ પોઝેટીવ બ્લડ ગ્રુપ વાળા લોકો ખુબ જ સકારાત્મક હોય છે. તેમાં એક સારા લીડર વાળા ગુણ હોય છે અને તે બધાને સાથે લઇ ને ચાલવામાં વિશ્વાસ રાખે છે. આ ગ્રૂપ વાળા લોકો ને જો ક્યારેક લોહી ની જરૂર પડે તો તે એ પોઝેટીવ, એ નેગેટીવ, ઓ પોઝેટીવ અને ઓ નેગેટીવ બ્લડ ગ્રુપ નું લોહી લઇ શકે છે.

૨. એ નેગેટીવ

આ બ્લડ ગ્રુપ વાળા લોકો ખુબ જ મહેનતુ હોય છે અને પોતાના કામ ઉપર હમેશા બરોબર ધ્યાન આપે છે. એ નેગેટીવ વાળા લોકો ક્યારેય મહેનતથી ભાગતા નથી. આ ગ્રુપના લોકો ને એ નેગેટીવ અને ઓ નેગેટીવ ગ્રુપ વાળા લોકો પણ લોહી આપી શકે છે.

૩. બી પોઝેટીવ

બી પોઝેટીવ વાળા લોકો પોતાના સબંધોને ખુબ મહત્વ આપે છે અને તેના માટે બલીદાન પણ આપવા તૈયાર રહે છે. આવા લોકો બીજા ને મદદ કરવામાં ક્યારેય પાછા નથી પડતા અને ખુબ જ દયાળુ હોય છે. આ ગ્રુપના લોકો બી પોઝેટીવ, ઓ નેગેટીવ, ઓ પોઝેટીવ અને ઓ નેગેટીવ બ્લડ ગ્રુપ નું લોહી ચડાવી શકાય છે.

૪. બી નેગેટીવ

આ ગ્રુપના લોકોનો સ્વભાવ નકારાત્મક હોય છે અને ખુબ જ સ્વાર્થી હોય છે. આવા લોકો બીજા કરતા પોતાના વિષે જ વિચારે છે. બી નેગેટીવ વાળા લોકો ને બી નેગેટીવ અને ઓ નેગેટીવ વાળા લોકો લોહી આપી શકે છે.

૫. એ બી પોઝેટીવ

આ ગ્રુપના લોકોને કોઈ પણ લોહી આપી શકે છે. એબી ગ્રુપ વાળા લોકોનો સ્વભાવ સમજવો થોડો મુશ્કેલ હોય છે. તે ક્યારે શું કરે કઈ ખબર જ ના પડે.

૬. એ બી નેગેટીવ

આ ગ્રુપના લોકો ખુબ જ બુદ્ધીશાળી હોય છે અને તેનું મગજ ખુબ તેજ ચાલે છે.આવા લોકો દરેક ની વાત સરળતા થી સમજી લે છે. આ લોકોને જરૂર પડે ત્યારે એબી નેગેટીવ, એ નેગેટીવ અને ઓ નેગેટીવ નું લોહી ચડાવી શકાય છે.

૭. ઓ પોઝેટીવ

ઓ પોઝેટીવ ગ્રુપ વાળા લોકો ખુબ જ દયાળુ સ્વભાવ ના હોય છે અને જરૂર વાળા લોકો ને જોતા જ તેના દિલમાં દયા આવી જાય છે. આવા લોકો નીસ્વાર્થભાવ થી આખું જીવન બીજાની મદદ કરવામાં વિતાવી દે છે. આ બ્લડ ગ્રુપના લોકો બધાને લોહી આપી શકે છે પણ તેમણે ફક્ત ઓ નેગેટીવ અને ઓ પોઝેટીવ વાળા જ લોહી આપી શકે છે.

૮. ઓ નેગેટીવ

આ બ્લડ ગ્રુપ ના લોકો ખુબ જ ટુંકા વિચાર વાળા હોય છે અને ક્યારેય બીજાની મદદ કરવા આગળ નથી આવતા. આવા લોકો કોઈ પણ નવા વિચારોને તરત સ્વીકાર કરી નથી શકતા અને તેમને ફક્ત ઓ નેગેટીવ ગ્રુપ વાળા લોકો જ લોહી આપી શકે છે.